Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 67
________________ (૩) મનન સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ (૧) હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષે જે જીવ સાંભળે છે, તેને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે. (૨) તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે અને તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. મંથનમાં પણ લક્ષ શાયકનું રહે છે, આ ચૈતન્યભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે, તેને ભલે હજી સમ્યગ્દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમકની સન્મુખતા થાય છે. (૪) એ જીવને અંદર એવી લગની લાગે કે હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું. માત્ર જાણનાર.... જાણનાર.... છું. (૫) એવા દઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહિ જેમ સમ્યગ્દર્શન થતાં અપ્રતિહતભાવ કહ્યો છે તેમ સમસન્મુખતાના એવાદઢ સંસ્કાર પડે કે તેને સમ્યગ્દર્શન થયે જ છૂટકો. (૬) દરેક ઉદયના સમયે કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને વર્તમાન પ્રસ્થ અવસ્થામાં ત્યાં લક્ષ થતા પર્યાયમાં વિકાર થાય છે. તે જ સમયે ભેદજ્ઞાનની કળામાં નિપુણ (દક્ષ) એ ઉદય, પરિસ્થિતિ અને વિકારી ભાવોથી ભિન્ન થઈને પોતાના જ્ઞાયકના આશ્રય લેતાં પોતાના દ્રવ્યસ્વભાવને સંભાળતા હું તો જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું એના એવા દઢ સંસ્કાર ધારા તૂટ્યા વગર પાડે કે તેને આત્મા જણાય જ. (૭) જેમ મિથ્યાત્વનું એકછત્ર રાજ્ય ચાલે છે તેમ શાયકનું એક છત્ર લક્ષ આવવું જોઈએ એવો સ્વભાવ બનવો જોઈએ. (૮) ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન ટકે તો દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ વિચારમાં ફેરવે. તત્વનો જ વિચાર કરે તેનું જ શ્રધ્ધાન કરે. (૯) ઉપયોગને બારીક કરે, ઉપયોગને સુક્ષ્મ કરતો કરતો શાયકના જોરથી આગળ વધે તે જીવ કમે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે અને સમ્યગ્દર્શન જ મોક્ષનું સુખનું કારણ છે. (૧૦) આત્માના અનુભવની દષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઈ ચીજ વડે હોય શકે નહીં. ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદન મિથ્યા છે. a education international PersHO & Private use only www.jainemorary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94