Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 65
________________ આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેના ગુણસ્થાનવાળા અર્થાત્ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જનોને ધારાવાહી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈકવાર જ અંતરમાં જાય છે. એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ ન પડે. શ્રેણી ચઢનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે. આમ તો તેને અબુધ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેને ન ગણતાં મુખ્યપણે તેને ઉપયોગની અંતર એકાગ્રતા હોય છે એમ કહ્યું છે. આઠમા ગુણસ્થાનથી ઉપયોગની ધારા સ્થિર થાય; જ્યાં ઉપયોગ ગયો ત્યાં રહે, ત્યાંથી નીકળે નહીં એ અપેક્ષાએ ત્યાં ધારાવાહી જ્ઞાન છે અને તે કેવળજ્ઞાનને પામે છે. .. ભાઈ ! તારું ખરેખર સ્વરૂપ નિત્યાનંદ ચિદાનંદમય છે. તેમાં એક જ વખત ઉપયોગ લાગે એટલે બસ! બે ઘડીની રમત છે. યથાર્થ નિર્ણય જે ખરેખર જ્ઞાની છે તે, બુધ્ધિપૂર્વક (ઈચ્છાપૂર્વક) રાગ-દ્વેષ-મોહરૂપી આસવભાવોનો તેને અભાવ હોવાથી નિરાસવ જ છે. જુઓ જે ખરેખર જ્ઞાની છે એમ કહીને આ સમગ્દષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યગ્દર્શન નથી તેણે પહેલાં શું કરવું? ઉત્તરઃ- સમ્યગ્દર્શન થયા પહેલાં-આત્મા અખંડ પૂર્ણ શુધ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી-એવો પહેલાં વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરવો.” આત્મામાં એક વીર્ય ગુણ છે; તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુધ્ધ બુધ્ધ અખંડ ચૈતન્યધન છું, સદા અબધ્ધપૃટ સામાન્ય એકરૂપ છે. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતરદષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ભાઈ! ખરેખર તો પહેલા-પછી છે જ ક્યાં? (કેમ કે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે). તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ ક્યાં છે? A ctor mematuram ForPersol Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94