Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 69
________________ માનીને ચૈતન્ય સ્વભાવનો નકાર કરે છે. આટલું સત્ના હકાર નકાર વચ્ચે પૂર્વ-પશ્ચિમ જેટલું-આકાશ અને પાતાળ જેટલું અંતર છે. (૧૩) સત્ સ્વભાવનો હકાર લાવનાર સાધક થઈને રાગ દ્વેષ ટાળીને સ્વભાવના આશ્રયથી સ્વભાવ પ્રગટ કરી સિધ્ધ થશે અને સત્ સ્વરૂપનો નકાર લાવનાર રાગાદિનો આદર કરી તદ્દન હીણી પર્યાય પામશે. (૧૪) સત્ની રુચિ અને હકાર આવવો તેમાં જ્ઞાનની ક્રિયા છે તે જગતને ભાસતી નથી. હજી જેનું રુચિનું વલણ પરથી ખસીને ચૈતન્ય સ્વરૂપ તરફ વળ્યું નથી તે ધર્મ ક્યાં કરશે? (૧૫) ચૈતન્યની જાગૃતી ચૂકીને-સ્વભાવના આશ્રય વગર જેને વિષયોમાં રાગ દ્વેષ છે તેને વિષયોની ઈચ્છા છે તે ત્યાગી થાય, વ્રત-તપ-શીલ આચરે તો પણ તે સંસાર-ભોગ હેતુ એ જ છે. (૧૬) જ્ઞાનીને પ્રતિસમય સ્વરૂપનો સમભાવ વર્તે છે અને તેટલે અંશે એમને સ્વરૂપનું અખંડ આચરણ ખીલ્યું છે. આ રીતે ચૈતન્ય સ્વરૂપની યથાર્થ રુચિ અને નિર્ણય તે જે સમ્યગ્દર્શન છે અને તે જ ધર્મનું મૂળ છે. ભેદ જ્ઞાન વિભક્તિ જુદા થવું = વિશેષ પ્રકારથી જુદા થવું. જગતથી છૂટા પડીને પોતાના આત્મ સ્વરૂપમાં વિશેષ લીનતા કરવી. સર્વથી પૃથ્થક થવું. કોના કોનાથી પૃથ્થક થવું.? ૧. અત્યંત ભિન્ન પદાર્થોથી પૃથક થવું-નોકર્મથી ૨. આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી જુદા થવું (ઈન્દ્રિયો અને ઈન્દ્રિયોના વિષયોથી જુદા થવું). ૩. તેજશ, કામણ શરીરથી પૃથક થવું ૪. શબ્દ અને મનથી પૃથક થવું ૫. શુભ-અશુભ વિભક્ત ભાવોથી જુદા થવું ૬. અપૂર્ણ-પૂર્ણ પર્યાયો-શુધ્ધ પર્યાયોના પક્ષથી પૃથ્થક થવું. ૭. ભેદ કર્મના પક્ષથી પૃથક થવું ગુણોના ભેદ' પાડવા નહી ૮. અભેદ કર્મના પક્ષથી પૃથક થવું હું આત્મા છું' એવા વિકલ્પ ૯. ભેદ-ભેદ કર્મના પક્ષથી પૃથક થવું. હું ભેદરૂપ છું હું અભેદરૂપ છું એવા પક્ષથી પૃથક થવું. નિશ્ચય અને વ્યવહાર નયના પક્ષથી પક્ષાતિકાન્ત થવું. આમ સર્વથી છૂટો પડે ભેદજ્ઞાન કરે તેને સ્વરૂપમાં લીનતા થાય...અને પરમાત્માદશા પર્યાયમાં પ્રગટ થઈ જાય. પર્યાય ત્રિકાળી દ્રવ્યના લશે તદ્દરૂપ પરિણમી જાય છે. - માનનારાના ના કાકા 01 Pનાનામાવાણા - - વામાવાળાગાળાનો વાર

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94