Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 54
________________ આત્માની પ્રસિધ્ધિનો ઉપાય છે. આત્મ અનુભવથી સુખી થવાનો આ માર્ગ બતાવવામાં આવ્યો છે. બધા જ જીવો આ પરમ આનંદને પ્રાપ્ત થાઓ ! હું કોણ છું ? (૧) પ્રથમ તું તને આ રીતે જો.... દ્રવ્યનું દ્રવ્યપણું અનંત ગુણોનું ગુણપણું, અનંત ધર્મોનું ધર્મપણું, અનંત પર્યાયોનું યોગ્યતારૂપ પરિણામિપણું.. એ બધું અંદર એકરૂપ એકાકાર પારિણામિકભાવે પડેલું છે એકને એકરૂપે જો.... (૨) ‘આ હું છું’ શ્રધ્ધાની, જ્ઞાનની, ચારિત્રની એ ત્રણેની ભાષા જ્યારે એકત્વપૂર્વક એક થઈ જાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થાય છે. બે છે દ્રવ્ય અને પયાર્ય..એ એક ન થઈ જાય પણ એકતા થાય, આ મર્મ જેને સમજાય છે તેને અનુભવ થાય... પર્યાયો એકત્વપૂર્વક એકાકાર અભેદ સાથે અભેદ પરિણમી જાય છે ત્યારે જ અનુભૂતિ થાય છે. (૩) જેવું આત્મદ્રવ્યનું અસ્તિત્વ હોવાપણું છે એવું થવાપણું પર્યાયમાં જેને પ્રગટ થઈ જાય છે એનું જીવન સફળ છે, (૪) આત્મામાં અનંત શક્તિઓ છે એ પ્રત્યેક સ્વયં સંચાલિત છે, આહા !! તો પછી મારે પરિણમન કરવું છે એ વાત ક્યાં રહી? જે થઈ રહ્યું છે તેને કરવાનું શું? જ વસ્તુનું સ્વરૂપ જ આવું છે એવો સ્વીકાર એ જ અનંતો પુરૂષાર્થ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં ‘આ હું છું’ એવો સ્વીકાર કરતાં જ પર્યાયમાં પણ તપ પરિણમન સ્વયં થઈ જાય છે. ‘વસ્તુનું આવું સ્વરૂપ છે' એવા સ્વીકારથી જ્ઞાન નિર્મળ થાય છે. ‘હું આ છું’ એમાં પ્રતીતિ અંતર્મુખ થાય છે. (૫) . મારું અસ્તિત્વ ધ્રુવ સ્વરૂપે અત્યારે વર્તમાનમાં છે જ, એ પ્રાપ્ત જ છે. હવે વર્તમાનમાં જ નિરંતરતા એવી થઈ જવી જોઈએ કે મારું આવું ધ્રુવ અસ્તિત્વ છે. બસ ! આ સ્વીકાર... આ જ પુરૂષાર્થ છે. અન્ય કોઈ પુરૂષાર્થ થઈ શકે જ નહિ. અન્ય કોઈ બીજી રીતે બીજો કોઈ પુરૂષાર્થ છે જ નહિ. વર્તમાનમાં જ અસ્તિત્વનો સ્વીકાર... જ આ... અનંતો... પુરૂષાર્થ છે. આવું અવધારણ નિરંતર વર્તમાનમાં ટકી રહેવું જોઈએ. 3 &*mes rico AIRCIKYMAY

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94