Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 59
________________ સાચી સમજણ કરી નજીકમાં રહેલા પદાર્થોથી તું જુદો, જાણનાર-દેખનાર છો. શરીર, વાણી, મન તે બધાં બહારના નાટક છે. તેને નાટક સ્વરૂપે જો. તું તેનો સાક્ષી છો. સ્વાભાવિક અંતરજ્યોતિથી જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જે જણાય છે તે તું નહીં પણ તેને જાણનારો માત્ર છે. એમ તું પોતાને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં લીન તો થા! આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્રય લાવી એકવાર આ શરીરાદિનો) પાડોશી થા! જેમ મુસલમાનનું ઘર અને વાણિયાનું ઘર નજીક નજીક હોય તો વાણિયો તેનો પાડોશી થઈ રહે છે પણ તે મુસલમાનનું ઘર પોતાનું માનતો નથી, તેમ તું પણ ચૈતન્યસ્વભાવમાં કરી પરપદાર્થોનો બે ઘડી પાડોશી થા. આત્માનો અનુભવ કરી શરીર, મન, વાણીની ક્રિયા તથા પુણ્ય-પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થ વડે પરનું માલીકીપણું માન્યું છે, વિકારીભાવ તરફ તારું લક્ષ છે; તે બધું છોડી સ્વસ્વભાવમાં શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક મુહૂર્ત એટલે બે ઘડી (આ શરીરાદિથી) છૂટો પડી ચૈતન્યમૂર્તિને છૂટો જો! ચૈતન્યનની વિલાસરૂપ મોજને, જરીક (બધેથી) છૂટો પડીને, જો! તે મોજને અંતરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી દેશે. “તિ” એટલે ઝટ દઈને છોડશે. આ વાત સહેલી છે કેમકે તારા સ્વભાવની છે. કેવલજ્ઞાન લક્ષ્મીને સ્વરૂપ સત્તા-ભૂમિકામાં ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ. ત્રણ કાળ-ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઊભા રહે તો પણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શકિત આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી ભિન્નપણે આત્માને જાગ્યો તેને એ પરિષદોના ગંજ જરાપણ અસર કરી શકે નહીં એટલે કે ચૈતન્ય પોતાના વેપારથી જરાપણ ડગે નહીં. જેમ કોઈ જીવતા રાજકુમારને, કે જેનું શરીર કોમળ છે તેને, જમદેશપુરની ભઠ્ઠીમાં એકદમ નાખી દે અને તેને જે દુઃખ થાય એના કરતાં અનંતગણું દુઃખ પહેલી નરકે છે, અને પહેલી નરક કરતાં બીજી, ત્રીજી આદિ સાતમી નરકે એક એકથી અનંતગણું દુઃખ છે એવા અનંતા દુઃખની પ્રતિકૂળતાની વેદનામાં પડેલો, મહા આકરાં પાપ કરીને ત્યાં ગયેલો, તીવ્ર વેદનાના ગંજમાં પડેલો છતાં, તેમાં કોઈવાર કોઈ જીવને એવો વિચાર આવે કે-અરેરે! આવી વેદના!! આવી પીડા!! એવા વિચારો કરતાં સ્વસમ્મુખ વેગ વળતાં સમ્યગ્દર્શન થઈ જાય છે. ત્યાં સત્સમાગમ નથી પણ પૂર્વે એકવાર સત્સમાગમ કર્યો હતો, સનું શ્રવણ કર્યું હતું અને વર્તમાન સમ્યફવિચારના બળથી, સાતમી નરકની પીડામાં પડેલો છતાં, પીડાનું લક્ષ ચૂકી જઈને સમ્યગ્દર્શન થાય છે, આત્માનું વદન થાય છે. સાતમી નરકમાં રહેલા સમ્યગ્દર્શન પામેલા જીવને તે નરકની પીડા અસર કરી શકતી નથી, કારણ કે તેને ભાન છે કે મારા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યને કોઈ પરપદાર્થ અસર કરી શકતો નથી. એવી અનંતી વેદનામાં પડેલા પણ આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેટલી પીડા તો અહીં નથી ને?

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94