________________
સ્વરૂપ છું, શુધ્ધ છું.’ એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુધ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે છે અને સ્થિરતા વધતી જાય છે તે એકાગ્રતાનો અભ્યાસ.
ભાઈ તું એકલો જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંજ, જ્ઞાનનું સ્થાન-ધામ છો. અહાહા...! જ્ઞાનસ્વરૂપ જ આખી ચીજ છે. એવા સ્વરૂપનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો અભ્યાસ કરે છે. તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા થકા બંધરહિત એવા સમયના સારને દેખે છે અનુભવે છે. સ્વરૂપનો આશ્રય કરીને તેમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરવો તે કર્તવ્ય છે.
શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી સંવર કઈ રીતે થાય છે
ગાથા ૧૮૬ : ‘“જે શુધ્ધ જાણે આત્મને તે શુધ્ધ આત્મા જ મેળવે; અણશુધ્ધ જાણે આત્મને અણશુધ્ધ આત્મા જ તે લહે.’’
ગાથાર્થઃ શુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ શુધ્ધ આત્માને જ પામે છે અને અશુધ્ધ આત્માને જાણતો-અનુભવતો જીવ અશુધ્ધ આત્માને જ પામે છે.
ટીકાઃ જે સદાય અચ્છિન્ન ધારાવાહી જ્ઞાનથી શુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે ‘જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગ-દ્વેષની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુધ્ધ આત્માને જ પામે છે અને જે સદાય અજ્ઞાનથી અશુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, ‘અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે’ એ ન્યાયે નવા કર્મના આસ્રવણતું નિમિત્ત તે રાગ-દ્વેષની સંતતિ તેનો નિરોધ નહિ. થવાથી, અશુધ્ધ આત્માને જ પામે છે. માટે શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
ΟΥ
ભાવાર્થઃ જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુધ્ધ અનુભવ્યા કરે છે તેને રાગ-દ્વેષ મોહરૂપી ભાવાસવો રોકાય છે તેથી તે શુધ્ધ આત્માને જ પામે છે અને જે જીવ અજ્ઞાનથી આત્માને નિરંતર અશુધ્ધ અનુભવે છે તેને રાગદ્વેષ મોહરૂપી ભાવાસ્તવો રોકાતા નથી તેથી તે અશુધ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિધ્ધ થયું કે શુધ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
સારરૂપઃ અહીં અખંડ ધારાવાહીની અગત્યતા છે એ સૂચવે છે. હું સદાય જ્ઞાનાનંદ સ્વભાવમય છું એવું જેને અચ્છિન્નધારાએ અતૂટધારાવાહી પ્રવાહે જ્ઞાનમય પરિણમન છે અને તે વડે જે સતત શુધ્ધ આત્માને અનુભવ્યા કરે છે તેને અશુધ્ધતા જે રાગ-દ્વેષ માટે તેની સંતતિનો નિરોધ થવાથી શુધ્ધ આત્માની જ પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનીને રાગથી ભિન્નતા થવાથી (ભેદવિજ્ઞાન થવાથી) અચ્છિન્ન જ્ઞાનધારા વહે છે.
mer[ & @music