Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 60
________________ મનુષ્યપણું પામીને (પણ) રોદણાં શું રોયા કરે છે? હવે સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કરી આત્માનુભવનું એવું માહાભ્ય છે કે પરિષહ આવ્યું પણ ડગે નહિ ને બે ઘડી જો સ્વરૂપમાં લીન થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન-મુક્ત દશા થાય, મોક્ષ દક્ષા થાય, તો પછી મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તો સુગમ છે. - “આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું કોઈપણ રીતે મહાકષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એકમુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર. કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પર દ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.” શ્રી સમયસર શ્લોક ૨૩. સારભૂત (૧) દરેક સમયે કર્મનો ઉદય છે. (૨) દરેક સમયે કાંઈપણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. (૩) ત્યાં દષ્ટિ જતાં પર્યાયમાં શુભાશુભ ભાવ થાય છે. (૪) હવે અહીં આચાર્ય કહે છે કે ભેદજ્ઞાન દ્વારા એ બધાનું લક્ષ હટાવી તારા ચૈતન્ય સ્વભાવને સ્મરણમાં લાવ. (૫) દરેક સમયે આજ ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય લાવી અભિપ્રાયની ભૂલ સુધારી લે. (૬) હવે જો સતત મહાવરાથી આ ભેદજ્ઞાનની ધારા બે ઘડી ચાલુ રહે તો સમ્યગ્દર્શન આત્માનો અનુભવ આનંદના સ્વસંવેદનસહિત થાય જ. અહીં એક સમયની સ્થિરતાની વાત છે. (૭) સુખી થવાનો આ જ એક ઉપાય છે. - વિજ્ઞાનધન સ્વભાવ થવાની વિધિ ગાથા ૭૪ ટીકાનો સારઃ આસ્ત્રોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો આત્મા, જથ્થાબંધ વાદળાંની રચના જેમાં ખંડિત થઈ ગઈ છે એવા દિશાના વિસ્તારની જેમ અમર્યાદ જેનો વિસ્તાર છે (ફેલાવ છે) એવો, સહજપણે વિકાસ પામતી ચિન્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આસ્ત્રવોથી નિવૃત થતો જાય છે, અને જેમ જેમ આસ્ત્રવોથી નિવૃત થતો જાય છે, તેમ તેમ વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. તેટલો વિજ્ઞાનધન સ્વભાવ થાય છે જેટલો સમ્યક પ્રકારે આસ્ત્રવોથી નિવર્તે છે અને તેટલો આસ્ત્રવોથી નિવર્તે છે જેટલો સમ્યક પ્રકારે વિજ્ઞાનધન સ્વભાવ થાય છે. આ રીતે જ્ઞાનને અને આસ્ત્રવોની નિવૃત્તિને સમકાળપલું છે. મા ના SOજ છે Pre -

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94