Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 61
________________ ભાવાર્થ ‘આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે' એટલે શું? આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ (વિપરીત અભિપ્રાય) હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉધાડ ઘણો હોય તોપણ અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને-ભલે જ્ઞાનનો ઉધાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ જ્ઞાન અર્થાતુ વિજ્ઞાન જામતું-ઘટ થતું-સ્થિર થતું જાય છે તેમ તેમ આસ્ત્રવોની નિવૃત્તિ થતી જાય છે અને જેમ જેમ આસ્ત્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન (વિજ્ઞાન) જામતું-ઘટ થતું સ્થિર થતું જાય છે, અત્િ આત્મા વિજ્ઞાનધન સ્વભાવ થતો જાય છે. શ્લોક ૪૮-શ્લોકાર્થ: એ રીતે પૂર્વ કથિત વિધાનથી, હમણાં જ (તુરત જ) પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને વિજ્ઞાનધન સ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિયભાવથી સ્થિર કરતો) અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા. કલેશથી નિવૃત્ત થયેલો, પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, જગતનો સાક્ષી (જ્ઞાતાદષ્ટા) પુરાણ પુરુષ (આત્મા) અહીંથી હવે પ્રકાશમાન થાય છે. વિશેષાર્થ આ આત્મા ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છે. વિજ્ઞાનધન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા.! આત્મા તો શુધ્ધ નિર્મળ ચૈતન્યધન સ્વરૂપ એકરૂપ વસ્તુ છે એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના આસ્ત્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુધ્ધ ચૈતન્યતત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાનધન સ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપત્તિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનધન સ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે. એટલે વિજ્ઞાનધન સ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે. પદ્રવ્યથી અને પુણ્ય-પાપના ભાવથી એકતાબુધ્ધિવડે જીવદુઃખી છે. તે એકતાબુધ્ધિને દૂર કરીને ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનધન સ્વભાવ પર આરૂઢ થતાં, શુધ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. સારભૂત શુધ્ધનયનો આશ્રય કરીને જેઓ સદાય એકાગ્રપણાનો જ અભ્યાસ કરે છે તેઓ નિરંતર રાગાદિથી રહિત ચિત્તવાળા વર્તતા પણ બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુધ્ધ સ્વરૂપને) દેખે છે, અનુભવે છે. શ્લોક ૧૨૦ સમયસાર. ભાવાર્થઃ અહીં શુધ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. હું કેવળ જ્ઞાન Jain Education international resor sewamy

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94