________________
શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે.
હવે આ ચીજ વિના વ્રત, તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભભાવ થાય. પણ એ તો રાગ છે. રાગને તો આગ કહી છે.
અહીં જેમ મૃત્વા એટલે મરણાંત પરિષહની પણ દરકાર કર્યા વિના આત્મઅનુભવ કર એમ કહ્યું છે. તેમ અધ્યાત્મ તરંગિણીમાં મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર એમ કહ્યું છે.
જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજપદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે.
બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે પણ એ બધામાં સારવાત એક જ છે કે રાગાદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો? (અનુભવ પ્રધાન છે).
હવે કહે છે કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.
પહેલાં એમ કહ્યું કે શરીરાદિ મૂર્તદ્રવ્યોથી ભિન્ન પડી કોઈપણ રીતે આત્માનો અનુભવ કર.
હવે કહે છે કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પદ્રવ્યોથી ભિન્ન દેખાશે.
જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે સ્વનો વિલાસ ન હતો. હવે આત્મ અનુભવથી નિવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. 'નિજપદ રમે સો રામ કરીએ'. નિજ આનંદધામ સ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે.
તેથી હે ભાઈ! તું આત્મ અનુભવ કરી જેથી સર્વપદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક પ્રકારે અવલોકીને દેખીને પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહમિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન થતાં તરત જ છૂટી જશે. .
લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે. સારાંશઃ અભિપ્રાયની ભૂલ કેમ ટળે તેની આ વાત છે.
(૧) સ્વરૂપ સંબંધી અભિપ્રાય માટે પ્રથમ યથાર્થ નિર્ણય કર, હું જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા છું. ત્રિકાળ મારું આ જ સ્વરૂપ છે'
ETTEEEEEE TESTટા
www.jainelibrary.org