Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 56
________________ (૧૫) સમ્યગ્દર્શન પ્રગટ કરવાની સૂક્ષ્મ વિધિ બસ! બે ઘડી... 'अयि कथमपि मृत्त्वा तत्त्वकौतूहक्ती सन् अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् । पृथगथ विलसन्तं स्वं समालोकय येन् त्यजसि झगिति मूर्त्या साकमेकत्त्वमोहम् ॥ २३ ॥ શ્લોકાર્થ : આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ ! તું કોઈપણ રીતે મહાકપ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે. શ્રી સમયસાર શ્લોક ૨૩. ભાવાર્થઃ જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવે પણ ડગે નહીં, તો ચાર ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્મ અનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્ત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. શ્લોકાર્થ પરનું વિશેષ પ્રવચનઃ (સાર) અહાહા...! કહે છે કે આ ‘શરીરાદિ’ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર! ‘શરીરાદિ’ શબ્દ છે ને? એટલે એ બધાં મૂર્તિકદ્રવ્ય અને હવે સૂક્ષ્મ ભેદસાન. દયા, દાન, વ્રત આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. (પરના લક્ષે-પુદ્ગલના લક્ષે થતાં બધા જ વિકારીભાવ-શુભાશુભ ભાવ પણ મૂર્ત છે. એ બધા મૂર્તદ્રવ્યોનો પાડોશી થા (સ્વામી નહિ), અને એક શાયક સ્વભાવ તરફ ઝુકાવ કર ! તેથી તને રાગ અને શરીરાદિથી જુદો ચૈતન્ય ભગવાન દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યજ્યોતિ નથી. જેમ અગ્નિની જ્યોત ઉપર કાજળ ઝીણી ઝીણી કાળી છારી હોય એ અગ્નિ નથી તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં ઉપર જે પુણ્ય-પાપના વિકલ્પ છે એ કાજળ સમાન છે, એ આત્મા નથી. અહીં કહે છે કે પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કર! ભાઈ! જન્મ મરણના ફેરા મટાડવા હોય એણે કરવાનું આ છે. એકવાર પ્રભુ! તું રાગ અને શરીરાદિનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને www.jainelibrary.org Jain Education International ૩૯ For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94