Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 53
________________ (૧૦) અંતરમાં પોતાના આત્મસ્વભાવનો ઉત્સાહ લાવી આ વાત સમજવાની છે. રૂચિપૂર્વક પ્રયત્ન કરે તેને ન સમજાય એમ બને નહિ. (૧૧) જ્ઞાન લક્ષણથી અનેકાન્તસ્વરૂપ આત્માની પ્રસિધ્ધિ થાય છે. (૧૨) આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે, તેને પરદ્રવ્યોથી અને પર ભાવોથી ભિન્ન ઓળખાવવા માટે ‘જ્ઞાનમાત્ર’ કહેવાય છે. (૧૩) આત્મા ચૈતન્યમૂર્તિ જ્ઞાનમાત્ર છે, રાગાદિથી નિરાળો એકલો જ્ઞાયકભાવ છે. (૧૪) લક્ષણની પ્રસિધ્ધિ વડે લક્ષ્યની પ્રસિધ્ધિ કરવા માટે આત્માને જ્ઞાનમાત્ર કહેવામાં આવે છે. જ્ઞાન છે તે આત્માનો અસાધારણ ગુણ છે તેથી તે આત્માનું લક્ષણ છે. તે જ્ઞાન લક્ષણ વડે આત્માની પ્રસિધ્ધિ થાય છે. (૧૫) ‘જ્ઞાન’ લક્ષણ છે અને ‘આત્મા’ લક્ષ્ય છે, જ્ઞાન લક્ષણ આત્માની પ્રસિધ્ધિ કરે છે. કયું જ્ઞાન આત્માની પ્રસિધ્ધિ કરે છે ? પર તરફ વળેલું જ્ઞાન નહિ પણ અંતર્મુખ થઈને આત્માને જે જાણે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે. જ્ઞાનનું કાર્ય આત્મવસ્તુને પ્રસિધ્ધ કરવાનું છે. (૧૬) શરીરાદિ નોકર્મ, જ્ઞાનાવરણીયાદિ દ્વવ્યકર્મ તેમજ રાગાદિ ભાવકર્મ આત્માના ચૈતન્ય સ્વભાવથી અત્યંત જુદા છે. જ્ઞાન જ આત્માનો અસાધારણ વિશેષગુણ છે. શાન ગુણ સ્વ-પરને જાણે છે, આત્માના અનંત ધર્મોમાં એક જ્ઞાન જ સ્વ-પર પ્રકાશક છે તેથી તે અસાધારણ છે. (૧૭) ‘આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે, જે જાણે છે તે આત્મા છે' જ્ઞાન લક્ષણ વડે આત્માની પ્રસિધ્ધિ થાય છે. લક્ષ્ય સાથે એકતા કરે તેને લક્ષણ કહ્યું. સ્વસન્મુખ થયેલું જ્ઞાન જ આત્માની પ્રસિધ્ધિ કરે છે. (૧૮) જે જ્ઞાન આત્મા તરફ વળીને આત્માને લક્ષ્ય કરે, ધ્યેય કરે, સાધ્ય કરે, પ્રસિધ્ધ કરે તે જ્ઞાન આત્માનું લક્ષણ છે, ને તે જ્ઞાનની સ્વ-પર પ્રકાશક શક્તિ ખીલી ગઈ હોવાથી તે સ્વ અને પરને પણ જાણે છે. (૧૯) દરેક આત્મા પોતે અનંત શક્તિનો પિંડ ચૈતન્ય પરમેશ્વર છે. તે કઈ રીતે જણાય ? તે જ્ઞાન લક્ષણથી જ જણાય. બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાન વડે આખો આત્મા લક્ષમાં લેવો તે જ આત્માને જાણવાની રીત છે અને તે જ ધર્મ છે. તે જ સુખી થવાનો એક જ ઉપાય છે. (૨૦) જ્ઞાન પોતે સ્વ સંવેદનથી પ્રસિધ્ધ થાય છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ આત્મ અનુભવી વાત છે. જ્ઞાનને અંતરમાં વાળવું તે એક જ ભગવાન For personale www.jamelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94