Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 51
________________ (૧૪) દિવ્ય ધ્વનિનો સાર (૧) નિગોદથી માંડીને સિધ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં અશુભ, શુભ કે શુધ્ધ વિશેષોમાં રહેલું જે નિત્ય નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુધ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્મા તત્વ છે. તે જ શુધ્ધ અંત:તત્વ, કારણ પરમાત્મા, પરમ પરિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અનાદિ કાળથી અનંત અનંત દુઃખને અનુભવતા જીવે એક ક્ષણ માત્ર પણ કરી નથી અને તેથી સુખ માટેના તેના સર્વ ઉપાય સર્વથા વ્યર્થ ગયા છે. બોધનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મા તત્વની ઉપલબ્ધિ અથવા આશ્રય કરાવવાનો છે. ‘હું ધ્રુવ શુધ્ધ આત્મ દ્રવ્ય સામાન્ય છું” એવી સાનુભવ શ્રધ્ધા પરિણતિથી માંડીને પરિપૂર્ણ લીનતા સુધીની કોઈપણ પરિણતિને પરમાત્મા તત્વનો આશ્રય, પરમાત્મા તત્વનું આલંબન, પરમાત્મા તત્વ પ્રત્યેનો ઝોક, પરમાત્મા તત્વની ઉપલબ્ધિ, પરમાત્મા . તત્વની ભાવના, પરમાત્મા તત્વનું ધ્યાન કહેવાય છે. હે જગતના જીવો ! તમારા સુખનો એકમાત્ર ઉપાય પરમાત્મા તત્વનો આશ્રય છે. સમ્યગ્દર્શનથી માંડીને સિધ્ધ સુધીની સર્વભૂમિકાઓ તેમાં સમાય છે. પરમાત્મા તત્વનો જઘન્ય આશ્રય તે સમ્યગ્દર્શન છે. તે આશ્રય મધ્યમ કોટિની ઉગ્રતા ધારણ કરતાં જીવને દેશ ચારિત્ર, સકલ ચારિત્ર વગેરે દશાઓ પ્રગટ થાય છે અને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિધ્ધત્વ પામીને જીવ સર્વથા કૃતાર્થ થાય છે. આ રીતે પરમાત્મા તત્વનો આશ્રય જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્યચરિત્ર છે. (૫) પરમાત્મા તત્વનો આશ્રય જ સત્યાર્થ પ્રતિકમણ, સામાયિક, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, ભક્તિ, પૂજા, સંવર, નિર્જરા, ધર્મધ્યાન, શુકલધ્યાન વગેરે બધુંય છે. એવો એકપણ મોક્ષના કારણરૂપ ભાવ નથી જે પરમાત્મા તત્વના આશ્રયથી અન્ય હોય.' પરમાત્મા તત્વથી અન્ય એવા ભાવોને વ્યવહાર પ્રતિકમણ, સામાયિક વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને-મોક્ષમાર્ગ કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. (૬) આ નિરંજન નિજ પરમાત્મા તત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળ પંચમ ગતિને પામ્યા છે, વર્તમાનમાં પામે છે અને ભાવી કાળે પામશે. (૭) આ પરમાત્મા તત્વ સર્વ તત્વોમાં એક સાર છે, ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ-એક સ્વરૂપ છે, સુખ સાગરનું પૂર છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. પરમાત્મા તત્વનું શ્રધ્ધાન જ કર્તવ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94