Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 50
________________ શ્રદ્ધા પ્રગટ થતી નથી. એટલે બે નયોના પક્ષ છોડી, ત્રિકાળ નિરપેક્ષ સ્વભાવનું અવલંબન લેતા શ્રદ્ધા સમ્યક થાય છે કારણ કે શ્રધ્ધા એકાંતિક જ હોય છે અને શ્રધ્ધા સમ્યક થતાં જ્ઞાન સમ્યફ થાય છે અને સમ્યક જ્ઞાન સ્વભાવથી જ અનેકાંતિક હોવાથી બે નયોના વિષયને જેમ છે તેમ પક્ષપાત રહિત જાણે છે. પ્રાથમિક પ્રમાણ નયથી અભ્યાસ કર્યા પછી દ્રવ્ય સ્વભાવને સ્વભાવથી અને પર્યાય સ્વભાવને સ્વભાવથી જ જોવાનો અભ્યાસ કરવો જોઈએ. નયોનો સહારો છોડી દેવો જોઈએ. એટલે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જ, સ્વભાવનો અનુભવ થાય. નયસાપેક્ષથી અનુભવ ન થાય. પરંતુ અનુભવ થયા પછી પરસ્પર બે નયો સાપેક્ષ છે એવું જ્ઞાન જરૂર થાય. આ રીતે નાતિકાંત થતા, નયોનો શાતા થાય છે. જ્યાં સુધી કાંઈપણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વપક્ષપાત મટી જાય, ત્યારે વીતરાગ દશા થઈને, સ્વરૂપની શ્રધ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે. કવાયકવાડવાવાળા

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94