________________
મોક્ષ યત્નથી સાધ્ય છે ઃ
(૧) મોક્ષ યત્ન સાધ્ય છે. જીવ પોતાના યત્નથી (પુરૂષાર્થથી) પ્રથમ મિથ્યાત્વ ટાળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે અને પછી વિશેષ પુરૂષાર્થથી ક્રમે ક્રમે વિકાર ટાળીને મુક્ત થાય છે. પુરૂષાર્થના વિકલ્પથી મોક્ષ સાધ્ય નથી.
(૨) મોક્ષનું પ્રથમ કારણ સમ્યગ્દર્શન છે અને તે પુરૂષાર્થથી જ પ્રગટે છે. શ્રી સમયસાર કલશ ૩૪માં અમૃતચંદ્ર આચાર્ય કહે છે કેઃ- ‘હે ભવ્ય ! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે ? એ કોલાહલથી તું વિરક્ત થા અને એક ચૈતન્યમાત્ર વસ્તુને પોતે નિશ્ચલ થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર. અને જો તપાસ કે આમ કરવાથી આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે ?' અર્થાત્ એવો પ્રયત્ન કરવાથી આત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
(૩) વળી કલશ ૨૩ માં પણ કહે છે કેઃ
હું ભાઈ ! તું કોઈપણ રીતે મહાકટે અથવા મરીને પણ (એટલે ઘણા પ્રયત્ન વડે) તત્ત્વોનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તું તુરત જ છોડશે.
ભાવાર્થ: જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવે પણ ડગે નહિ, તો ધાતિકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્મ અનુભવનું એવું માહાત્મ્ય છે આમાં આત્મ અનુભવનો પુરૂષાર્થ કરવાનું જણાવ્યું છે.
(૪) સમ્યક્ પુરુષાર્થ વડે મોક્ષની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ પુરૂષાર્થકારણ છે અને મોક્ષ કાર્ય છે. કારણ વિના કાર્ય સિદ્ધ થતું નથી. પુરૂષાર્થથી જ મોક્ષ થાય છે.
(૫) સ્વરૂપ સંવેદનનો અભ્યાસ કરવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય; તે કારણે નિર્વાણ માટે પુરૂષાર્થ કરનાર યોગીઓ પોતાના સ્વભાવમાં એટલા લીન હોય છે (ધ્યાનમાં) કે ગમે તેવા ઉપસર્ગ ઉપસ્થિત થાય છતાં દુઃખનો અનુભવ થતો નથી. આમાં પણ પુરૂષાર્થની મુખ્યતા બતાવી છે.
(૬) ધર્મ-સંવર-નિર્જરા-મોક્ષ એ આત્માના વીર્ય-બળ-પ્રયત્ન વડે જ થાય છે.
(૭) આત્માના સત્ય પુરૂષાર્થથી જ ધર્મ-મોક્ષ થાય છે; અને બીજા કોઈ પ્રકારે થતો નથી,
તે સમ્યક્
અનેકાંત છે.
Jain Education International
For Person Private Use Only
www.janelbrary.org