Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 46
________________ (૧૩) દ્રવ્ય સ્વભાવ અને પચસ્વભાવ - (બંને સ્વભાવવંત આત્મવસ્તુ છે) પ્રશ્નઃ આત્માનો સ્વભાવ તો શુધ્ધ જ્ઞાયક છે, તે સ્વભાવમાં રાગ-દ્વેષ અશુધ્ધતા નથી, તો પછી પર્યાયમાં જે અશુધ્ધતા છે તે આવી ક્યાંથી? (૧) કોઈ એમ કહે છે કે આત્માના સ્વભાવમાંથી તો શુધ્ધ જ પર્યાય પ્રગટે છે, પણ પછી તે પર્યાય પર લક્ષે અશુધ્ધ થઈ જાય છે. પ્રગટે ત્યારે શુધ્ધ હોય છે ને પછી પરલક્ષ કર્યું માટે અશુધ્ધ થઈ જાય છે. (કુવામાંથી પાણી નિકળે તે શાળામાંની કાળીજીરીના સંગથી કડવું થઈ જાય તેમ.) દ્રવ્યમાંથી તો પર્યાય શુધ્ધ જ આવીને પછી પરલક્ષે અશુધ્ધ થઈ એ સમાધાન બરાબર નથી. (૨) દ્રવ્યમાંથી અશુધ્ધતા નથી આવતી માટે નિમિત્તે તે અશુધ્ધતા કરાવી એમ કોઈ કહે તો તે સમાધાન પણ બરાબર નથી. (૩) દ્રવ્યની પર્યાયમાં અશુધ્ધતા થતી જ નથી, અશુધ્ધતા તો જડમાં થાય છે. એમ કોઈ કહે તો તે પણ બરાબર નથી.. તેનું યથાર્થ સમાધાન . વસ્તુ અનેકાંત સ્વભાવી છે, સતુ-અસત, નિત્ય-અનિત્ય, એક-અનેક દ્રવ્ય-પર્યાય વગેરે અનેક ધર્મો તેનામાં છે. તેમાંથી દ્રવ્ય-પર્યાય વગેરે અનેક ધર્મો તેનામાં છે. તેમાંથી દ્રવ્ય પર્યાય રૂપ સ્વભાવ મુખ્ય લઈને સમાધાન કરવામાં આવે છે. (૧) વસ્તુમાં બે સ્વભાવઃ એક દ્રવ્ય સ્વભાવ, બીજો પર્યાય સ્વભાવ આ બંને સ્વભાવને જાણતાં આખી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાય છે. (૨) એકલા પર્યાય સ્વભાવને જ આખી વસ્તુ માની લ્ય તો તે પર્યાયમૂઢ છે અને વસ્તુના પર્યાય સ્વભાવને જાણે જ નહિ, તો તે પણ મૂઢ છે. આત્મા શુધ્ધ જ્ઞાયક છે, તેના સ્વભાવમાં રાગ-દ્વેષ નથી, એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ કથન છે, તે વખતે પર્યાય સ્વભાવ ગૌણ છે. એ દ્રવ્ય સ્વભાવને જોતાં આત્મામાં અશુધ્ધતા છે જ નહિ ને તેમાંથી અશુધ્ધતા આવતી નથી. તો પર્યાયમાં અશુધ્ધતા કેમ? vaneswar Bersan Sen

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94