Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 45
________________ (૮) જ્યારે જીવ મોક્ષનો પુરૂષાર્થ કરે છે ત્યારે પરમ પુણ્યનો ઉદય હોય છે. પુણ્યોદયથી ધર્મ કે મોક્ષ નથી. પરંતુ નિમિત્ત-નૈમિતિક સંબંધ એવો હોય છે કે મોક્ષનો પુરૂષાર્થ કરનાર જીવને તે વખતે ઉત્તમસહનન વગેરે બાહ્યસંયોગો હોય જ છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે મોક્ષની સિદ્ધિ પુરૂષાર્થથી જ થાય છે. (૯) શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિધ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે - “જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરૂષાર્થ - ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” એ પણ એ જ સિદ્ધ કરે છે સત્ય પુરૂષાર્થથી મોક્ષ થાય છે. મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે મુમુક્ષુ જીવોએ ઉપરની બાબતોનો યથાર્થ વિચાર કરીને પુરૂષાર્થનું મહત્વ સમજીને વસ્તુ સ્વરૂપ બરાબર સમજવું જોઈએ. પાંચ સમવાયમાં (૧) સ્વભાવ (૨) નિયતિ (૩) કાળલબ્ધિ (૪) નિમિત્ત અને (૫) પુરૂષાર્થ કહેલ છે. મોક્ષની પર્યાય પ્રગટ કરવામાં પુરૂષાર્થ મુખ્ય છે. પોતાના ચૈતન્યસ્વભાવ તરફ વળીને ત્યાં એકાગ્રતા કરવી એ પ્રચંડ પુરૂષાર્થ છે. એવા તીવ્ર પુરૂષાર્થથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે જીવ અલ્પકાળમાં સંસારચકને તોડી નાખીને વીતરાગ ચારિત્ર પ્રગટ કરી નિર્વાણ પામે છે. કદર કાબeree - Reason૨Pદાણા = - -

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94