Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 29
________________ (૬) સારભૂત પંચ મહારત્નો (૧) દ્રવ્યની સ્વતંત્રતા ઃ દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય,દ્રવ્ય-ગુણ-પયિત્મક છે. ઉત્પાદવ્યય-ધ્રોવ્ય એ ત્રણે સ્વતંત્ર છે. (૨) એક દ્રવ્ય-બીજા દ્રવ્યનું કાંઈપણ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવમાં રહી પોતાનું કાર્ય કરે. (૩) દરેક દ્રવ્યનું પરિણમન - ક્રમબધ્ધ છે. જે દ્રવ્યની જે પર્યાય; જે સમયે, જે ક્ષેત્રે, જે વિધિથી, જે નિમિત્તથી, સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જોઈ છે, તે પર્યાય તે સમયે, તે ક્ષેત્રે, તે જ વિધિથી તેવી જ થાય છે. તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર પણ કાંઈ કરી શકે નહિ. (૪) દરેક પર્યાય પોતાની તે સમયની જે યોગ્યતા હોય તે પ્રમાણે જ થાય છે - પોતાના ષટ્કારકથી જ ઉત્પન્ન થાય છે. (૫) તે સમયે કોઈને કોઈ નિમિત્તની હાજરી હોય છે પણ કાર્ય ઉપાદાન પ્રમાણે જ થાય છે, નિમિત્ત કાંઈ કરતું નથી આવી ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા છે. સર્વજ્ઞના સર્વ સિધ્ધાંતોનો સાર આ પાંચ બોલમાં આવી જાય છે. પ્રશ્ન ઃ આમાં ધર્મ ક્યાં આવ્યો ? ઉત્તર ઃ જે પરિણામ સ્વતંત્રપણે પર તરફ ઝૂકે છે તે પરિણામ જે સ્વતંત્રપણે સ્વતરફ ઝૂકે તો પર્યાયમાં ધર્મની દશા પ્રગટ થાય. નવ બોલથી આત્માના કાર્યની સમજ (૧) આત્મા છે (૨) આત્માનું પરિણમન છે. (૩) વર્તમાન પરિણમનમાં ભૂલ છે. (૪) પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (૫) ભૂલમાં કર્મ નિમિત્ત છે. (૬) આત્માનો ત્રિકાળ-શુધ્ધ સ્વભાવ શુધ્ધ-પરિપૂર્ણ છે. (૭) આવા શુધ્ધ ત્રિકાળી આત્માના આશ્રયથી ભૂલ ટળી શકે છે. (૮) તે ભૂલ ટળવામાં નિમિત્ત સાચા દેવ-ગુરૂ-શાસ્ત્ર છે. (૯) તે ભૂલ નિજ પુરૂષાર્થથી ટળે છે અને પૂર્ણ સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ Jain Education International (ચૈતન્ય અસ્તિત્વનો સ્વીકાર). (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) (અજ્ઞાન, મિથ્યાત્વ, અસંયમ આ ભૂલ જીવ પોતે કરે છે.) (એક સમયની છે). (કર્મ ભૂલ કરાવતા નથી). (અનંત શક્તિનો પિંડ ભગવાન આત્મા છે. (એ પરમાત્મા તત્ત્વનો આશ્રય કરનાર પર્યાય છે ને ભૂલ પર્યાયમાં ટળે છે. શુધ્ધતા પ્રગટે છે). (સ્વરૂપનો યથાર્થ ઉપદેશ આપ્ત પુરૂષો જ આપે છે. ભાવલિંગી સંતો તેની જાહેરાત કરે છે. ત્યારે સર્વ કર્મનો સંયોગ સ્વયં ટળી જાય છે - એ અપેક્ષાએ સર્વ કર્મના ક્ષયને ઉપચારથી મોક્ષ ૧૨ For Persona Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94