Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 33
________________ (૮) જૈન દર્શનનો સાર ΟΥ (૧) કોઈપણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય - મોક્ષ (સિદ્ધ દશા) પ્રાપ્ત થતાં જ થાય છે. (૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન - વીતરાગતા - સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એ અરિહંત દશા છે. (૩) કેવળજ્ઞાન નિગ્રંથ મુનીદશામાં જ પ્રાપ્ત થાય છે ચારિત્ર જ ખરેખર ધર્મ છે. આચાર્ય, ઉપાધ્યાય-સાધુ એ પદ છે. (૪) એ મુની દશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે. એને સમ્યજ્ઞાન કે સમ્યગ્દર્શન પણ કહેવામાં આવે છે. (૫) સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. આ શ્રધ્ધાગુણની નિર્મળ પરિણતિ છે. ત્યાંથી અપૂર્વ એવા સુખની અનુભૂતિ થાય છે. મનુષ્યભવમાં જે કરવા જેવું હોય તો આ જ એક કર્તવ્ય છે. (૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના આત્માનો મહિમા આવવો જોઈએ. વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ વગર સમ્યગ્નાન શક્ય નથી. મૂળ વસ્તુ તો આ ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ છે. ખરેખર તે એક જ જાણવા જેવો છે, માનવા જેવો છે અને તેમાં રમણતા કરી તેનો અનુભવ કરવા જેવો છે. (૭) આ આત્માના બે પડખાં જાણવા જેવા છે. એક છે નિત્ય ત્રિકાળી ધ્રુવ-તેનો દ્રવ્ય સ્વભાવ અને બીજું હમેશાં પલટાતું અનિત્ય એવો પર્યાયસ્વભાવ, સમ્યગ્દર્શન માટે પોતાના દ્રવ્ય સ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે. જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય પર દ્રવ્યોથી લક્ષ હટાવી - પોતાની પર્યાય પરથી પણ લક્ષ હટાવી - દ્રવ્ય સ્વભાવ તરફ ઢળે છે, નમે છે અને ત્યારે તેમાં એક સમયને માટે અભેદરૂપે પરિણમી જાય છે. અને ત્યારે તેમાં એક સમયને માટે અભેદરૂપે પરિણમી જાય છે ત્યારે એ અનુભૂતિની દશા આનંદના સ્વાદ સાથે પ્રગટ થાય છે. આ અવસ્થાને ધર્મધ્યાન પણ કહેવામાં આવે છે. અહીંથી સત્ ધર્મની શરૂઆત થાય છે. આ સુખનો પ્રથમ અનુભવ છે. પછી તેની ઉગ્રતા વધતા પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. (૮) સંપૂર્ણ શક્તિ - આ વર્તમાન જ્ઞાનની પર્યાય દ્રવ્ય સ્વભાવ તરફ ઢળે એમાં લગાડવા સિવાય આ ભવમાં બીજું કાંઈપણ કરવાનું પ્રયોજન નથી. નહિ તો આ રત્નચિંતામણી જેવો દુર્લભ મનુષ્યભવ નિષ્ફળ જશે. (૯) આ માટેની સૌથી સરળવિવિધ પાંચ ‘પ’ માં બતાવી છે. જ્ઞાનસ્વભાવી ત્રિકાળી ભગવાન આત્માનો (૧) પ્રમોદ (૨) પરિચય (૩) પ્રીતિ (૪) પ્રવૃત્તિ અને (૫) પ્રાપ્તિ જ છે. Jain Education International For Persual & Private Use Only embrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94