Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 39
________________ (૫) આત્માની વાતમાં પોતાની વાત જેટલો ઉલ્લાસ હોય તો મહાન પાત્રતા છે. રુચિનું જોર આત્મામાં વળેલું હોય અને એ કારણે બાહ્યમાં કષાયોની ઉપશાંતતા થઈ ગઈ હોય. (૬) મારું કાર્ય મારામાં વ્યવસ્થિત થઈ રહ્યું છે એવા વિશ્વાસ સાથે સંસારના કાર્ય કરવાની રુચિ જ ઘટતી હોય. (૭) સ્વહિત કરવાની ભાવના, ખરો ધગજ જેને વર્તે છે, સ્વભાવને પ્રાપ્ત કરવાની તાલાવેલી હોય અને છતાં આકુળતા ન હોય. (૮) સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયનો મહિમા ન હોય પણ અંતરંગમાં ત્રિકાળ આત્મસ્વભાવનો અદ્ભુત મહિમા હોય. (૯) કાળલબ્ધિ કે કમબદ્ધની વાતથી પુરૂષાર્થ મોળો નથી પડતો અને એ જ કારણે બહુ ખેદ પણ નથી કરતો એ જીવ સમકિત થવાને લાયક જીવ છે. (૧૦) તત્ત્વના યથાર્થ નિર્ણયની અને ભેદજ્ઞાનની કળાની નિપુણતા, અંદરથી નિઃસંદેહ પ્રતીતિ, અંદરથી હું પૂર્ણ છું, પરમાત્મા છું એવા ભણકારા આવ્યા કરે, આવી દષ્ટિ અંતરમાં ઢળે ત્યારે સમકિત થાય છે. અન્યાય, અનિતિ અને પ્રગટ તીવ્ર પાપમય (કષાયમય) જીવન ધર્માત્માનું હોતું નથી - એવી પાત્રતા હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની વિધિ (૧) પરનો કત આત્મા નથી, નિમિત્ત, પર્યાય કે રાગભાવનો કત આત્મા નથી - સ્વભાવથી અકર્તા છે. ગુણગુણીના ભેદ પણ આત્મામાં નથી. અભેદ છે. (૨) આ બધા જ પરદ્રવ્યો - એ બધાથી ભિન્ન, રંગ-રાગ અને ભેદથી ભિન્ન હું જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છું એવી અંતરંગમાં પ્રતીત થાય એ જ સમ્યગ્દર્શનની વિધિ છે. (૩) આવી પ્રતીત કેમ થાય? આ પોતાનો આત્મા એટલે અભૂત મહિમાવંત પરમ પદાર્થ એવી રુચિ થતાં આત્મા સિવાય કાંઈ પણ ગમતું ન હોય, જગત પ્રત્યે તદ્ધ નિસ્પૃહ થવાયું હોય અને સંસારમાં ક્યાંય રુચતું ન હોય તો આત્મામાં ગમે તેવું છે. એવી અપૂર્વ રુચિથી નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. (૪) વિકલ્પાત્મક ભૂમિકામાં યથાર્થ ભેદજ્ઞાન થાય, તત્વવિચાર ચાલે, દેવ-ગુરૂ-શાસ્ત્રની ભક્તિ હોય, સત્સંગ અને સત્પુરૂષ પ્રત્યે અદ્ભત ભાવ હોય પણ એ બધા કરતાં પોતાના ત્રિકાળી સ્વભાવનો અદ્ભૂત મહિમા હોય એ વિધિ છે. Jan Education international For Person Private Use Only www.jainelorary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94