________________
(૧૧) ‘અનુભવ સંબંધી રત્નકણિકાઓ’
(૧) ત્રિકાળી ધ્રુવના અવલંબે જે દશા પ્રગટ થાય તે ધર્મ છે. તે દશા પ્રગટવામાં કોઈપણ પરપદાર્થની કે પરભાવની જરૂર નથી. પોતાનો સ્વભાવ જ એવો છે કે તેનો આશ્રય કરતાં તેને જાણતાં - ધર્મ પ્રગટ થાય.
(૨) પોતાના ઉપયોગને ભેદજ્ઞાનની કળામાં જોડે તો, પ્રથમ આત્માની ઝાંખી થાય, પછી તે અનુમાન જ્ઞાનનો રસ પણ ઘટે અને અંતર સન્મુખ જ્ઞાનનો રસ વધે. તે અંતર સન્મુખ થયેલું જ્ઞાન આગળ વધીને અનુભવ કરે છે.
(૩) અનુમાન જ્ઞાનમાં આત્મા આવે તો પણ, તે કાળે તે અનુમાન જ્ઞાનનો નિષેધ વર્તવો જોઈએ કે તેનાથી અનુભવ થતો નથી. અનુભવ માટે તો પ્રત્યક્ષ અતીન્દ્રિયજ્ઞાન જ જોઈએ.
(૪) આત્મા જ્ઞાન ઉપયોગને આધારે છે, તેમ પ્રથમ અનુમાન આવે. પછી આત્મા ઉપયોગને આધારે આત્મા છે તેવો ભેદ પણ વિષય થઈ આત્મા આત્માને આધારે છે તેવું અભેદ પરિણમન થતાં અનુભવ થાય છે.
(૫) અનુભવ વખતે અતીન્દ્રિય આનંદ વેદાય છે, રાગ નહીં, માટે રાગ આત્મામાં નથી. જીવમાંથી જે નીકળી જાય તે જીવમાં હોય નહીં. જીવ તો સર્વથા જ્ઞાનસ્વરૂપ જ છે તે કોઈપણ સમયે રાગસ્વરૂપ થતો જ નથી.
(૬) અકર્તાપણું તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. તે જૈનદર્શનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. માત્ર જ્ઞાનસ્વરૂપે અને સુખસ્વરૂપે પરિણમવું એ જ આત્માનો સ્વભાવ છે. (૭) આ જીવ પોતાના શુદ્ધ આત્માને જે ક્ષણે દેખે છે તે જ ક્ષણે તેનો વિભ્રમ નાશ થાય છે અને સ્વસ્થચિત્ત થાય છે. અર્થાત્ જ્ઞાન આકુળતારહિત સ્થિર થાય છે, અને તે નિર્વિકલ્પ સમાધિને પામે છે.
Οι
(૮) સમ્યગ્દર્શન થતાં - શ્રદ્ધા પૂર્ણપણે પ્રગટે છે. તે સાથે જ્ઞાન, વીર્ય, શાંતિ, આનંદ - બધા ગુણોની પર્યાયો અંશે પ્રગટે છે. બીજી રીતે પૂર્ણ આત્માના બધા ગુણો અભેદરૂપે સાથે જ પરિણમે છે.
(૯) ત્રિકાળી દ્રવ્ય વર્તમાનમાં જ પૂર્ણ હોવાથી વર્તમાન પર્યાયમાં તેની પ્રતીતિ થઈ શકે છે. ત્રણકાળના ભેદ ઉપર જોવાની જરૂર નથી.
(૧૦) સમ્યક્ શ્રદ્ધા - પર, રાગ, નિમિત્ત કે ભેદને કબૂલતી નથી. માત્ર પોતાની સહજ શુદ્ધ નિજ શક્તિને જ કબૂલે છે. આત્મજ્ઞાનનો આધાર બાહ્યસંયોગ, નિમિત્ત, બાહ્ય આચરણ, મંદકષાય કે ક્ષયોપશમજ્ઞાન નથી.
For PO SO
૨૪