Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 21
________________ (૧૪) જો શુભરાગ રૂપ પ્રવૃત્તિ થશે તો પુણ્યબંધ થાય છે અને જો અશુભરાગ, દ્વેષ, મોહ રૂપ પ્રવૃત્તિ થશે તો પાપબંધ થશે. (૧૫) જ્યાં શુદ્ધ ભાવરૂપ - સમ્યક્ શ્રધ્ધાન-જ્ઞાન-આચરણ સ્વરૂપ ધર્મ છે ત્યાં બંધનનો અભાવ છે. એ શુદ્ધોપયોગરૂપ - વીતરાગભાવરૂપ પરિણમન છે ત્યાં સર્વ કર્મબંધનો અભાવ થયે જ ઉત્તમ સુખ પ્રગટ થાય છે. સાર ઃ જેને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ છે તે જીવ કદી પરદ્રવ્ય અને રાગને પોતાનું કર્તવ્ય માને જ નહિ, કેમકે સ્વભાવમાં રાગનો અભાવ છે. પર્યાયમાં જે રાગાદિ થાય છે તે રાગનું કર્તાપણું જે ન માને તે પરદ્રવ્યનું કર્તાપણું માને જ કેમ? એટલે તેને પરથી અને રાગથી ભિન્ન સ્વભાવની દૃષ્ટિમાં (દ્રવ્ય દષ્ટિમાં) જ્ઞાન અને વીતરાગતાની જ ઉત્પત્તિ થાય છે - આ દૃષ્ટિનું નામ જ સમ્યગ્દષ્ટિ છે અને આ જ ધર્મ છે. માટે બધાય આત્માર્થી જીવોએ અધ્યાત્મના અભ્યાસ વડે દ્રવ્યદૃષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. જેવો અને જેવડો પોતાનો દ્રવ્યસ્વભાવ છે - જેવો અરિહંત પ્રભુએ બતાવ્યો છે તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ કરવું એ જ સત્ ધર્મ છે. દ્રવ્યદૃષ્ટિ કહો, શુદ્ધનયનું અવલંબન કહો, શુદ્ધોપયોગ કહો, નિશ્ચયનયનો આશ્રય કહો - એ બધું પરમાર્થે એક જ છે અને એના આશ્રયે પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય એ વીતરાગી ધર્મ - જ ધર્મ છે. Jain Education International For Personal& Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94