Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 25
________________ (૪) વસ્તુવિજ્ઞાન સાર (૧) વસ્તુનો સ્વભાવ ધર્મ છે તે સમ્યકત્વપૂર્વક જ થાય છે. (૨) જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. (૩) વસ્તુસ્થિતિ એવી છે કે જરાય પણ વિપર્યાસની વિદ્યમાનતામાં સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. (૪) વિપર્યાસને બે વિભાગમાં સમાહિત કરી શકાય. (૧) સમજણ સંબંધી (૨) અનુભવ સંબંધીત (૫) પોતાની સર્વશક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી શ્રેયકર છે. (૬) સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવાનું કહ્યું છે. (૭) હું જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું” અને “સર્વથા સર્વથી ભિન્ન છું' એવો નિર્ણય કૃતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે. (૮) પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો - નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આજ પ્રથમનો એટલે સમ્યકત્ત્વનો માર્ગ છે. (૯) આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ કરવાનો છે. બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું; પણ જ્ઞાનમાં જ સમજણ અને એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. (૧૦) જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન રૂપે આ આત્મા પ્રગટ થાય છે. આત્મા તરફ શ્રદ્ધા અને લક્ષ કર્યા વગર આત્માનો અનુભવ - સમ્યગ્દર્શન - સમજ્ઞાન થાય ક્યાંથી? (૧૧) બહારના લક્ષે જેવેદન થાય તે બધું દુઃખરૂપ છે. અંદરમાં શાંત રસની મૂર્તિ આત્મા છે, તેના લક્ષે જે પર્યાયમાં વેદના થાય તે જ સુખ છે. એક અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય તે જ સમ્યગ્દર્શન છે. (૧૨) આ આત્મકલ્યાણનો નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે. બીજા બધા ઉપાય છોડીને આ જ કરવાનું છે. અંદરથી સત્નો હકાર આવ્યા વિના સત્ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધા થાય નહિ, મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આત્મસ્વરૂપની સમજણ એ જ સમ્યગ્દર્શન છે, એ જ ધર્મનું મૂળ છે, એ જ આત્માનો ધર્મ છે. અભ્યાસનો કમ આ માટે નીચેના વિષયોનું વીતરાગ-વિજ્ઞાન, વીતરાગી-સર્વજ્ઞ પ્રભુએ જે પ્રમાણે બતાવ્યું. છે તે સમજી તેનું શ્રદ્ધાન કરવા જેવું છે. (૧) વિશ્વ વ્યવસ્થા (૨) વસ્તુ વ્યવસ્થા (૩) સર્વશતા અને સર્વજ્ઞ સ્વભાવ Jan Education International For Person & Private Use Omy. www.jammenbrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94