Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 20
________________ (૨) ધર્મશુંછે? (૧) સંસારમાં ‘ધર્મ’ એવું નામ તો સમસ્ત લોક કહે છે પરંતુ ‘ધર્મ’ શબ્દનો અર્થ તો આ પ્રકારે છે ઃ - (૨) જે નરક-તિર્યંચાદિ ગતિઓમાં પરિભ્રમણરૂપ દુઃખોથી આત્માને છોડાવી, ઉત્તમ, આત્મિક, અવિનાશી, અતીન્દ્રિય મોક્ષસુખમાં ધરી દે તે ધર્મ છે, (૩) એવો ધર્મ પૈસાના અવેજમાં આવતો નથી કે જે ધન-ખર્ચ કરીને દાન-સન્માનાદિ દ્વારા ગ્રહણ કરી શકાય. (૪) કોઈના આપવાથી મળતો નથી કે જે સેવા-ઉપાસના દ્વારા પ્રસન્ન કરીને લઈ શકાય. (૫) મંદિર, પર્વત, જળ, અગ્નિ, દેવમૂર્તિ, તીર્થક્ષેત્રાદિમાં મૂકેલો નથી કે ત્યાં જઈને લેવામાં આવી શકે. (૬) ઉપવાસ, વ્રત, કાયાકલેશાદિ તપ વડે પણ પ્રાપ્ત થતો નથી તથા શરીરાદિ કૃશ કરવાથી પણ મળતો નથી. (૭) દેવાધિદેવના મંદિરમાં, ઉપકરણદાન, મંડળ પૂજનાદિ કરીને કરીને ઘર છોડીને, વનસ્મશાનાદિમાં નિવાસ કરીને તથા પરમેશ્વરના નામ-જાપ આદિ કરીને પણ ધર્મ થતો નથી. (૮) ધર્મ તો આત્માનો સ્વભાવ છે. (૯) પરદ્રવ્યોમાં આત્મબુધ્ધિ ત્યાગીને પોતાના જ્ઞાતા-દૃષ્ટારૂપ સ્વભાવના શ્રદ્ધાન, જ્ઞાન અને જ્ઞાયક સ્વભાવમાં જ પ્રવર્તનરૂપ જે આચરણ છે તે ધર્મ છે. (૧૦) ખરેખર તો જ્યારે ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ પોતાના આત્માનું પરિણમન તથા નિશ્ચય રત્નત્રય રૂપ (સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતા રૂપ) અને અહિંસા પરમો ધર્મ રૂપ એટલે જીવોની દયારૂપ પોતાના આત્માની પરિણતિ થશે ત્યારે પોતાનો આત્મા પોતે જ ધર્મરૂપ પરિણમી જશે - થઈ જશે. (૧૧) પરદ્રવ્ય - ક્ષેત્ર - કાળાદિ તો ફક્ત નિમિત્તમાત્ર છે. (૧૨) જે સમયે આત્મા મોહ (મિથ્યાત્વ) અને રાગાદિરૂપ પરિણતિ છોડીને વીતરાગરૂપ થતો દેખાય છે ત્યારે જ મંદિર, પ્રતિમા, તીર્થ, દાન, તપ, જપ સઘળાય ધર્મરૂપ છે. જેવો પોતાનો વીતરાગ સ્વભાવ છે એ રૂપ પોતાના આત્માનું પર્યાયમાં પરિણમન થાય તેને સર્વજ્ઞ વીતરાગ ધર્મ કહે છે. (૧૩) અને જો પોતાનો આત્મા ઉત્તમક્ષમાદિરૂપ તથા વીતરાગતારૂપ - સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ થતો નથી તો બહાર ક્યાંય ધર્મ થશે નહિ. Jain Education International 3 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94