________________
(૧૪) જો શુભરાગ રૂપ પ્રવૃત્તિ થશે તો પુણ્યબંધ થાય છે અને જો અશુભરાગ, દ્વેષ, મોહ રૂપ પ્રવૃત્તિ થશે તો પાપબંધ થશે.
(૧૫) જ્યાં શુદ્ધ ભાવરૂપ - સમ્યક્ શ્રધ્ધાન-જ્ઞાન-આચરણ સ્વરૂપ ધર્મ છે ત્યાં બંધનનો અભાવ છે. એ શુદ્ધોપયોગરૂપ - વીતરાગભાવરૂપ પરિણમન છે ત્યાં સર્વ કર્મબંધનો અભાવ થયે જ ઉત્તમ સુખ પ્રગટ થાય છે.
સાર ઃ જેને દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ થઈ છે તે જીવ કદી પરદ્રવ્ય અને રાગને પોતાનું કર્તવ્ય માને જ નહિ, કેમકે સ્વભાવમાં રાગનો અભાવ છે.
પર્યાયમાં જે રાગાદિ થાય છે તે રાગનું કર્તાપણું જે ન માને તે પરદ્રવ્યનું કર્તાપણું માને જ કેમ? એટલે તેને પરથી અને રાગથી ભિન્ન સ્વભાવની દૃષ્ટિમાં (દ્રવ્ય દષ્ટિમાં) જ્ઞાન અને વીતરાગતાની જ ઉત્પત્તિ થાય છે - આ દૃષ્ટિનું નામ જ સમ્યગ્દષ્ટિ છે અને આ જ ધર્મ છે.
માટે બધાય આત્માર્થી જીવોએ અધ્યાત્મના અભ્યાસ વડે દ્રવ્યદૃષ્ટિ કરવી એ જ પ્રયોજનભૂત છે. જેવો અને જેવડો પોતાનો દ્રવ્યસ્વભાવ છે - જેવો અરિહંત પ્રભુએ બતાવ્યો છે તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ કરવું એ જ સત્ ધર્મ છે.
દ્રવ્યદૃષ્ટિ કહો, શુદ્ધનયનું અવલંબન કહો, શુદ્ધોપયોગ કહો, નિશ્ચયનયનો આશ્રય કહો - એ બધું પરમાર્થે એક જ છે અને એના આશ્રયે પર્યાયમાં જે ધર્મ પ્રગટ થાય એ વીતરાગી ધર્મ - જ ધર્મ છે.
Jain Education International
For Personal& Private Use Only
www.jainelibrary.org