________________
(૩) જૈન દર્શન” “વસ્તુ સ્વરૂપ” અભ્યાસનો વિષય
જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરૂ ભગવંત.” તો સર્વજ્ઞ ભગવંતો, ભાવલિંગી સંતો અને આત્મજ્ઞાની પુરૂષોએ શેનું શેનું સ્વરૂપ સમજાવવા ઉપદેશ કર્યો છે? આ જીવે આ ભવમાં - જીવનમાં કરવાનું તો કર્યું નથી પરંતુ શું કરવાનું છે તેની પણ તેને ખબર નથી...? તો કરૂણાથી સંતપુરૂષોએ “સત્ ધર્મનું સ્વરૂપ” કઈ જુદી જુદી રીતે સમજાવ્યું છે તેનો વિચાર કરીએ. (૧) સાચા દેવ - ગુરૂ-શાસ્ત્રનું સ્વરૂપ. (૨) જીવ-અજીવ આદિ સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ. (૩) સંસારનું સ્વરૂપ - દુઃખનું સ્વરૂપ. (૪) મિથ્યાત્વનું સ્વરૂપ... (૫) સુખનું સ્વરૂપ-મોક્ષનું સ્વરૂપ. (૬) સુખ પ્રાપ્તિના સાચા ઉપાયોનું સ્વરૂપ. (૭) આત્માનું સ્વરૂપ - વસ્તુનું સ્વરૂપ - છ દ્રવ્યોનું સ્વરૂપ (૮) દ્રવ્ય સ્વભાવ - પર્યાય સ્વભાવ (૯) સર્વજ્ઞતાનું સ્વરૂપ - સર્વજ્ઞ સ્વભાવનું સ્વરૂપ - વીતરાગાતાનું સ્વરૂપ. (૧૦) વિશ્વ વ્યવસ્થાનું સ્વરૂપ - છ દ્રવ્યોની સ્વતંત્રતા. (૧૧) વસ્તુ વ્યવસ્થાનું સ્વરૂપ - દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ. (૧૨) કમબદ્ધ પર્યાયનું સ્વરૂપ - ઉપાદાન - નિમિત્તનું સ્વરૂપ. (૧૩) નિશ્ચય - વ્યવહારનું સ્વરૂપ - નયોનું જ્ઞાન. (૧૪) કર્મનો સિધ્ધાંત - કર્મનું યથાર્થ સ્વરૂપ. (૧૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ. (૧૬) ધર્મનું સ્વરૂપ - જૈન દર્શનનું સ્વરૂપ. (૧૭) મોક્ષાર્થીનું સ્વરૂપ - પાત્રતા... (૧૮) પાંચ સમવાયનું સ્વરૂપ. (૧૯) આરાધનાના કમનું - ગુણસ્થાનકનું સ્વરૂપ. (૨૦) સત્સંગ, સ્વાધ્યાય, તત્ત્વનો વિચાર, તત્ત્વનો નિર્ણય અને ભેદજ્ઞાનનું સ્વરૂપ. “ધર્મનું સ્વરૂપ (૧) જ્ઞાયકનું જ્ઞાન તે ધર્મ. . (૨) ધ્યેયનું ધ્યાન તે ધર્મ. (૩) શ્રય તત્ત્વની શ્રદ્ધા તે ધર્મ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org