Book Title: Samyag Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 15
________________ છે સાતમે ગુણસ્થાને ઝુલનાર ભાવલિંગી સંત કહે છે કે આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે એ સિવાયનવતત્ત્વોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં,ભેદવાળી શ્રધ્ધાને સમ્યગ્દર્શન નહીં, દેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની શ્રધ્ધા તે સમ્યગ્દર્શન નહીં. એક સમયમાં પૂરણ ચિદાનંદ વસ્તુ તે આત્મા, તેનું દર્શન તેનો અનુભવ, તેની પ્રતિતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું એકરૂપ જે ભગવાન આત્મા તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શનના પ્રકાશના અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે. સમ્યગ્દર્શન પછી પુણ્ય-દયા-દાનના પરીણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ તેનાથી તે ધર્મ માને નહીં. એ વ્યવહાર તો બંધનું કારણ છે પણ અનુકૂળતાથી કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે. (૨) આત્મદર્શન સિવાય અન્યને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં ભગવાન આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન સિવાય પર-દેવશાસ્ત્ર-ગુરૂની શ્રધ્ધાનો રાગ, નવ તત્ત્વોની શ્રધ્ધાનો રાગ, છ દ્રવ્યની શ્રધ્ધાનો રાગ, એ બધું ય પર -અન્ય છે, તેને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં. શુભરાગમાં, દેહની ક્રિયામાં કે નવતત્વોની શ્રધ્ધાના રાગમાં સમગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ કરીએ છે નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શનને મોક્ષનો માર્ગ જરીએ નથી. અહાહા ! સર્વલ ત્રિલોકનાથ પરમેશ્વરના મુખમાંથી નીકળેલી આ દિવ્યધ્વનિમાં જે આ આવ્યું એવું સંતોએ ચારિત્ર સહિત અનુભવ્યું ને એમણે જગત સમક્ષ મૂક્યું તે વસ્તુનું સ્વરૂપ આ છે. આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે અને તેનાથી અન્ય બીજું તે કાંઈ છે ને કાંઈ મોક્ષમાર્ગમાં ગણવામાં આવતું નથી. તેથી આત્મદર્શન સિવાય બીજી કોઈ વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઇ ચીજ વડે હોઈ શકે નહીં ને બીજી કોઇ ચીજમાં હોઈ શકે નહીં. ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન-ભકિત આદિ કરો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્દ્ન મિથ્યા છે. અહીં સમ્યગ્દર્શનને મોક્ષનું કારણ કહ્યું છે, સમ્યગ્દર્શન-શાન-ચારિત્રની ત્રણની વાત નથી કરી, કેમ કે અનુભવનું જોરદેવું છે. આત્માના અનુભવમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, તેમ કહેવું છે. Jain Education International For Person & Private Use Only www.iainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94