________________
પ્રગટ થાય એ વિધિ વીતરાગી તીર્થંકર ભગવંતોનો ઉપદેશ છે. જેવું વસ્તુસ્વરૂપ છે એવું દર્શાવવું એ જૈન ધર્મ છે.
મોક્ષ - માર્ગ અનાદિ - અનંત એક જ છે. દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી ખંડિત થતો નથી. સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ જે મોક્ષ માર્ગની વ્યાખ્યા કરવામાં આવી છે તે એક જ છે. એવા મોક્ષમાર્ગની પ્રરૂપણા (વ્યાખ્યા) નિશ્ચય અને વ્યવહાર બે પ્રકારે કરવામાં આવી છે. એમાં વીતરાગી નિર્વિકલ્પ દશા તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને સાધક અવસ્થામાં જે સાથે રાગ-વ્રતાદિની દશા તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. એક સાચો મોક્ષમાર્ગ છે અને બીજો ખોટો મોક્ષમાર્ગ છે.
(૩) અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટ્યો તે સાચો - અનુપચાર - શુધ્ધ - ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ કહેલ છે. તે વખતે રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ સહકારી દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે એટલે કે નિમિત્ત, સહચાર, ઉપચાર અને વ્યવહાર એમ ચાર પ્રકારે વ્યવહાર મોક્ષમાર્ગનું નિરૂપણ કહેલ છે.
(૪) જ્ઞાની એક સ્વભાવનું જ સાધન સાધે છે. બીજું ખરેખર સાધન નથી. નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે એમ જ્ઞાની માને છે, ઉપદેશે છે. શુભરાગ મોક્ષમાર્ગ નથી. વીતરાગમાર્ગ નથી પણ મોક્ષમાર્ગમાં નિમિત્ત છે, સહચારી છે તેથી જેને નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટટ્યો છે એના મંદકષાયને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે, વ્યવહાર મોક્ષમાર્ગ કહેલ છે. માત્ર કહેવામાં આવ્યું છે. ખરેખર નિશ્ચય અને વ્યવહાર સાધક દશામાં બંને સાથે હોય છે. જેને નિશ્ચય પ્રગટચો છે તેને જ વ્યવહાર હોય છે. આવી રીતે નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપની સંધિ છે.
(૫) જેને જન્મ-મરણના ફેરા મટાડવા હોય - ખરેખર દુઃખમાંથી મુક્તિ જોઇએ છે, તેને વસ્તુ સ્વરૂપ - યથાર્થ વસ્તુસ્વરૂપ (દ્રવ્ય - ગુણ - પર્યાયત્મક) જેવું વીતરાગી પ્રભુએ બતાવ્યું છે એવું આત્મસ્વરૂપ (દ્વવ્યસ્વભાવ-પર્યાય સ્વભાવ) સૌથી પ્રથમ સમજવું જોઇએ. એની જાણકારી અને શ્રધ્ધા કરવી જોઇએ. આ સંબંધી જે વિપરીત માન્યતા છે. મિથ્યા માન્યતા - શ્રધ્ધા છે તે મિથ્યાદર્શન જ સર્વ દુઃખનું-સંસારનું મૂળ છે. સ્વરૂપ સંબંધી અભિપ્રાયની ગંભીર ભૂલ છે. મૂળમાં આ ભૂલ છે. મૂળનો નાશ કરે-મિથ્યાદર્શનનો નાશ કરે તો સંસારરૂપી ઝાડનો નાશ થાય એમ છે. દયા-દાન-વ્રત-તપ-ભક્તિ-પૂજા આદિના શુભભાવથી સંસારનો નાશ થતો નથી. (૬) આત્મા શુદ્ધ ચિદાનંદ કંદ પ્રભુ અનંતગુણોનો પિંડ છે. અનંત શક્તિઓનું સામર્થ્ય લઇને બેઠો છે. એના મહિમાનો કોઇ પાર નથી. સ્વભાવનું સામર્થ્ય અજબ-ગજબ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા અનંત
Jain Education International
For Person & Private Use On
rely.org