________________
ટીકાનું મંગલાચરણ કર્યું છે - “જે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશી રહ્યો છે અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદ (પરિજ્ઞાન-પરિભેદ) કરે છે એવો જે ચિતુ સ્વભાવી - ચૈતન્ય સ્વભાવી ભાવ છે, તે સમયસારને નમસ્કાર હો !'
પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકષ્ટ સિદ્ધિ) કરી છે એવી આ “આત્મખ્યાતિ' ટીકા ખરેખર ! આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થગંભીર, અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમ તત્ત્વદ્રા અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદૂભુત તત્ત્વકળાથી ગૂંથી છે અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસ પરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ, પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય-અમૃતરસની અમૃતસરિતા વહાવતી અપૂર્વ કળશ કાવ્યરચના કરી, આ “આત્મખ્યાતિ'ની આત્મખ્યાતિમાં અનંતગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે. આ પરમ આત્માનુભવી દિવ્ય દ્રા કવિ-ગ્નષ્ટાની અમૃતાનુભવ પ્રસાદી રૂપ આ કળશકાવ્ય સર્જનમાં આ મંગલરૂપ પ્રથમ કળશકાવ્ય છે અને તેમાં આ સમયસાર શાસ્ત્રનું સારભૂત તત્ત્વ અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિથી પ્રકાશ્ય છે.
આ ભગવાનું સમયસાર કેવા છે? તો કે - “સ્વાનુમૂલ્ય વાસ’ - સ્વાનુભૂતિથી પ્રકાશતા એવા છે, પોતાના આત્માનુભવથી જ પ્રકાશી રહેલા - સ્વસંવેદનગમ્ય એવા છે. અંતરમાં પ્રગટ ઝળહળતી
પ્રકાશની ઝગઝગે છે - ચકચકે છે - ઝળહળ જ્યોતિ સ્વરૂપે “ચકાસે” છે, આત્માનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ જ્વલંતપણે અનુભવાય છે.
સ્વાનુભવથી તે કેવા પ્રકાશે છે ? તો કે - “સ્વિમવાવ - ચિત્ ચૈતન્ય એ જ જેનો સ્વભાવ છે - સ્વરૂપમાં ધારી રાખનારો ધર્મ છે એવા. ચૈતન્ય એ જ આત્માનો પ્રગટ સ્વલક્ષણ રૂપ વિશિષ્ટ સ્વભાવ-ધર્મ છે, સ્વ ભાવ પોતાનો (One's own) ભાવ છે અને સ્વભાવ-સ્વધર્મ હોવાથી આ ચૈતન્ય કદી પણ આત્માનો ત્યાગ કરતું નથી, આત્મા સદા ચૈતન્ય લક્ષણ સંપન્ન સાક્ષાત દેખાય છે, પ્રગટ અનુભવાય છે.
અને જેનો આવો અનુભવ સ્વરૂપ પોતાનો વિશિષ્ટ ચિસ્વભાવ છે, તે પોતાના “ભાવ” - હોવાપણા વિના કેમ હોઈ શકે ? અર્થાત્ જે આ ચિત્ સ્વભાવી છે તે ભાવ છે – “પાવાય', સત્ છે, વિદ્યમાન છતી પ્રગટ અસ્તિત્વ સંપન્ન - અસ્તિત્વ રૂપ સ્વતંત્ર વસ્તુ છે. જેમ ઘટપટાદિ ભાવ-પદાર્થ છે, તેમ આત્મા પણ એક સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વ ધરાવતો ભાવ-પદાર્થ છે, “મવતીતિ ભાવ:' - ત્રણે કાળમાં હોવાપણા રૂપ - અસ્તિરૂપ સત્ વસ્તુ છે - જે સત્ ચિત્ આનંદ સ્વરૂપ (સચ્ચિદાનંદ) વસ્તુ આત્માનુભૂતિમય ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ઝળહળ જ્યોતિ સ્વરૂપ છે.
અને આવો આ ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ચિસ્વભાવી ભાવ સર્વ ભાવાત્તરનો પણ પરિચ્છેદ-પરિજ્ઞાન કરનાર, જાણનાર, સર્વવેદી જ્ઞાયક ભાવ છે, અથવા પરિચ્છેદ એટલે સર્વથા જૂદું - પૃથફ ભિન્ન કરનાર સર્વભેદી ભેદક ભાવ છે - “સર્વમાવાન્તરપિચ્છ - અર્થાત્ તે આત્માનુભૂતિથી સ્વયં આત્માને પ્રકાશે છે એટલું જ નહિ, પણ વિશ્વના સર્વ અન્ય ભાવોને આત્માના દિવ્ય ચૈતન્ય પ્રકાશથી પ્રકાશે છે અને જુદા પાડે છે. એટલે દીપક જેમ સ્વ-પર પ્રકાશક છે, સૂર્ય પ્રકાશ જેમ સ્વ-પર પ્રકાશક છે તેમ આ દિવ્ય આત્મ જ્યોતિ - સમયસાર સ્વપ૨ પ્રકાશક છે, એટલું જ નહિ પણ સ્વ-પર પ્રભેદક પણ છે. આમ સ્વાનુભવથી પ્રકાશમાન અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદક – પરિજ્ઞાયક એવો ચિત્ સ્વભાવી ભાવ તે શુદ્ધ આત્મા સમયસાર છે, તેને નમસ્કાર હો !
એવા ભાવના આ શ્લોકના આ બધા યથોક્ત પરમ અર્થગંભીર સૂચક વિશેષણો પ્રયોજીને પરમ તત્ત્વદષ્ટા “આત્મખ્યાતિ'સ્રષ્ટા પરમષિએ આત્મા સંબંધી જે અન્યાન્ય એકાંતિક મિથ્યા-બ્રાંત કલ્પનાઓ જગતુમાં પ્રવર્તે છે, તેનું ગર્ભિતપણે સુયુક્તિથી નિરાકરણ કરી, પરમાર્થ સતુ સત્ય આત્મ તત્ત્વનું અત્રે અજબ કુશળતાથી સુસંપ્રતિષ્ઠાપન કર્યું છે.