________________
સમયસાર : આત્મખ્યાતિ
પદે પદે ઝળહળે છે, એટલે આ નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. આત્મભાવના અત્રે શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ મહાટીકામાં સમયસાર ગાથાની પરમાર્થગંભીર અદ્ભુત અલૌકિક સૂત્રબદ્ધ વ્યાખ્યા વિરચી છે. આ ગ્રંથમાં સર્વત્ર ગાથાનો અને આત્મખ્યાતિ’નો પૂર્વાપર સંબંધ દર્શાવવા પૂર્વક સાન્વયાર્થ આત્મભાવના લેખકે કરી છે. મૂળ સૂત્રને ભાવતી, “આત્મખ્યાતિને તેમનું આત્મભાવના આ કરે, દાસ ભગવાન આ એમ. ગાથા અને “આત્મખ્યાતિ' ટીકાને સંપૂર્ણપણે આવરી લેતી આ નૃત્યાત્મક “આત્મભાવનાની રચના આ લેખક-વિવેચકે આત્મભાવનારૂપ સ્વયં વિચારણાર્થે કરી છે. તે ગાથા અને આત્મખ્યાતિ ના અનુસંધાનમાં યથાવત અર્થભાવનથી સ્વયં વિચારણાર્થે અભ્યાસાર્થે સુશ વાંચકને ઉપયોગી થઈ પડશે.
આત્મખ્યાતિ' અંતર્ગત કળશનો અનુક્રમ : પંચાંગી યોજના ૧. અમૃતચંદ્રજી વિરચિત કળશ સંસ્કૃત શ્લોક. ૨. ગુજરાતી સમશ્લોકી અનુવાદ
અમૃત પદ' - અત્ર “આત્મખ્યાતિ' અંતર્ગત કળશકાવ્યની દિવ્ય રચના મહાકવિ અમૃતચંદ્રજીએ કરી છે. આ સંસ્કૃત કળશકાવ્ય રચનાનો કંઈક રસાસ્વાદ ગુજરાતી જનતા માણી શકે એવા ભાવથી આ લેખકે સમશ્લોકી ભાષાનુવાદ ઉપરાંત, આ કળશકાવ્યોનો અર્થ વિભાવનરૂપ સ્પષ્ટાર્થ પ્રકાશતો યતુ કિંચિત યથાર્થ આશય ઝીલી, અત્ર ગૂર્જરીમાં “અમૃત પદ' રચવાનો ઉપક્રમ કર્યો છે અને આ અમૃતચંદ્રજીની મૂળ કળશ કાવ્ય રચના પરથી ઉતારેલ છે, તેની પુણ્ય સ્મૃતિ અર્થે તેને “અમૃત પદ' એવું નામ આપ્યું છે તે
યથોચિત છે. ૪. શ્લોકનો ગુજરાતી અર્થ ૫. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય વિસ્તૃત વિવેચન) પૂર્વવતું. આ પ્રકારે ગ્રંથ યોજના અને ગ્રંથ સંકલના રાખી છે.
હવે આ પ્રસ્તાવનામાં નમૂનારૂપ-પ્રતીકરૂપ ૮ ગાથા અને ૧૦ કળશની વક્તવ્ય વસ્તુનું દિગુ દર્શન કરશું : (૧) પ્રારંભના ત્રણ કળશ, (૨) પ્રારંભની ૫ ગાથાઓ “આત્મખ્યાતિ' સમેત, (૩) મોક્ષમાર્ગની નિરૂપણ ૧૬ ગાથા (૪) મોક્ષમાર્ગ નિરૂપણ ૪૧૨ ગાથા, (૫) કળશ ૨૪૦, ૨૪૪, ૨૪૫, (૬) શાસ્ત્ર પૂર્ણાહુતિ ગાથા-૪૧૫, (૭) કળશ ૨૭૫, ૨૭૬, ૨૭૮ - આ સર્વ પર અને આ ગ્રંથમાં સર્વત્ર આ લેખક-વિવેચકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પુષ્કળ વિવેચન કર્યું છે.
સમયસાર અને “આત્મખ્યાતિ’ ટીકાનું વસ્તુ દિગ્ગદર્શન
છે
સમયસાર શાસ્ત્રની ભગવતી “આત્મખ્યાતિ ટીકા પ્રારંભતાં આચાર્ય ચૂડામણિ ભગવત અમૃતચંદ્રાચાર્યજી પ્રથમ સમયસારની પરમ ભાવતુતિ રૂપ આ મંગલ કલશ કાવ્ય પ્રકાશે છે -
नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे ।। ‘નમઃ સમયસર' - નમસ્કાર હો સમયસારને એ મહામંત્રરૂપ મંગલ સૂત્રથી આ “આત્મખ્યાતિ
૧૪