Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 8
________________ છે, જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ નથી. કોઈ પુરૂષ પરવસ્તુને “આ પરવસ્તુ” છે એમ જાણે ત્યારે તેનો ત્યાગ કરે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને આ પરભાવ છે' એમ જાણીને ત્યાગે છે. જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે. યર્થાથ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે મમત્વ ન રહે. મોહ મારો કાંઈ સંબંધી નથી, એક ઉપયોગ છે, તે જ હું છું” એમ જાણવું તે નિર્મમત્વ છે. મોહકર્મ જડ પુગલ દ્રવ્ય છે, તેનો ઉદય મલિન ભાવરૂપ છે. આ ભાવ પણ પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવ ચૈતન્યના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય છે ત્યારે આત્મા અવશ્ય ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે. સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવા માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શન જ્ઞાન ચરિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે. જ્ઞાનદર્શન ચારિત્રરૂપ પરિણામેલો આત્મા એમ જાણે કે હું ચૈતન્યરૂપ જ્યોતિ સ્વરૂપ સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા. સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રાતપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને – ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. (‘પૂર્વરંગ' સમાપ્ત) સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73