________________
બંધનું સાધન કહે છે, તેથી સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
પ્રશ્ન – સુકૃત અને દુષ્કૃત – બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કાંઈ પણ કરવાનું નહિં રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?
ઉત્તર – સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહાશરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે – જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવા કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો.
પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞ બાળતા અને બાળવ્રતા (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યા છે. માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.
કેટલાક લોકો જે પરમાર્થથી બાહ્ય છે, તેઓ સુક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો પૂલ સંકલેશ પરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધ પરિણામોમાં રાચે છે. (સંકલેશ પરિણામો તેમજ વિશુદ્ધ પરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.)
નિશ્ચયનયના વિષયને છોડીને, વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે, પરંતુ પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે, જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણામન અજ્ઞાનકર્મ થી તિરોભૂત થાય છે અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણામન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના
સમયસાર નો સાર
૨૩