Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 58
________________ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી. અભવ્ય જીવ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી તેથી દ્રવ્યશ્રુતનું જ્ઞાન હોવા છતાં શુદ્ધાત્મજ્ઞાનના અભાવને લીધે નિયમથી તે ભોક્તા જ છે. જ્ઞાની ભાવશ્રુતજ્ઞાનના સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને સ્વયમેવ છોડે છે. તેથી ઉદયમાં કડવા મીઠા કર્મફળને કેવળ જાણે છે, વેદતો નથી. અવેદક, અભોક્તા છે. પ્રશ્ન જ્ઞાની કર્તા-ભોક્તા નથી માત્ર જ્ઞાતા જ છે એ કઈ રીતે? - ઉત્તર - જેમ નેત્ર દૃશ્ય પદાર્થોને કરતું નથી, ભોગવતું નથી, માત્ર દેખે જ છે તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. પ્રશ્ન - આવું તો કેવળજ્ઞાન જ છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખ રાગાદિરૂપે પરિણમન થાય છે, તેમજ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી જ્ઞાતા-દૃષ્ટાપણું કેમ કહેવાય? ઉત્તર - સ્વતંત્રપણે કરે-ભોગવે તેને કર્તા-ભોક્તા કહેવાય છે. જ્યાં મિથ્યાદષ્ટિ રૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થવાથી કોઈનો કર્તા-ભોક્તા થતો નથી. કર્મના ઉદયની બળજોરીથી તે કાર્ય થાય છે, તે નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે છે તો પણ તેને બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. ૫૪ કેવળજ્ઞાની શુદ્ધાત્મસ્વરૂપ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના આલંબનથી આત્માને એવો જ અનુભવે છે. પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. શ્રુતજ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાનની અપેક્ષાએ જ્ઞાતાદ્રષ્ટાપણું છે અને સમયસાર નો સાર

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73