________________
સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે; સદાય આવા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાપૂર્વક વર્તતો. આત્મા ચારિત્ર છે.
કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેતના રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે, તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે ત્યારે સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે. - અજ્ઞાનરૂપ અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ ઉપયોગને કરવો, તેના તરફ જ એકાગ્ર થઈ અનુભવ કરવો, તે અજ્ઞાન ચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે જે જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
કર્મના ફળને વેદતો જે આત્મા કર્મફળને પોતારૂપ કરે છે, કર્મફળ મેં કર્યું એમ જાણે છે, સુખી દુઃખી થાય છે; તે આત્મા ફરીને પણ આઠ પ્રકારના કર્મને – દુઃખના બીજને બાંધે છે.
ભૂતકાળમાં કરેલા કર્મને મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરે છે. ભૂતકાળમાં જીવે કર્મ બાંધ્યું હતું, પછી
જ્યારે તેને અહિત રૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિં બાંધ્યા સમાન છે, મિથ્યા છે.
વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, આ મારૂ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મા છું. મારી દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શન જ્ઞાન પ્રવૃત્તિ વડે હું આ
૬ર
સમયસાર નો સાર