________________
થયું સર્વનું જાણનાર-દેખનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થઈને સર્વને દેખે છે – જાણે છે. તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું' તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.
પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, સર્વ શક્તિઓના સમુહરૂપ આત્માને આત્મામાં ધારણ કરી રાખવો તે જ. ત્યાગવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ય ત્યાખ્યું અને ગ્રહણ કરવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે.
આમ, પૂર્વોક્ત જ્ઞાન પરદ્રવ્યથી જુદુ નિશ્ચળ રહેલું છે. તે જ્ઞાન આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? જ્ઞાનને દેહ હોઈ શકે નહિં કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.
જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે. આહાર કર્મ-નોકર્મરૂપ પુગલમય મૂર્તિક છે. તેથી પરમાર્થે આત્માને પુગલમય આહાર નથી. વળી વિશુદ્ધ આત્મા પરદ્રવ્યને ગ્રહતો નથી તથા છોડતો નથી.
બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહીલિંગોને ગ્રહણ કરીને મૂઢ જનો એમ કહે છે કે આ દેહમય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ છે.
પરંતુ દેહમય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી કારણ કે અહંત દેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા દેહલિંગને છોડીને દર્શન-જ્ઞાનચારિત્રને જ સેવે છે. કારણ કે તે આત્માશ્રતિ હોવાથી સ્વદ્રવ્ય છે. દ્રવ્યલિંગ શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે.
માટે સાગારો વડે અને અણગારો વડે ગ્રહાયેલા દ્રવ્યલિંગોને છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આત્માને જોડવો. કારણ કે ભેખમાત્રથી કે બાહ્યવ્રત માત્રથી મોક્ષ નથી. પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્યવ્રતો છે તે વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગના સાધક છે. તે વ્રતોનું પણ
સમયસાર નો સાર
૬૭