________________
શબ્દ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે, અચેતન છે માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક છે અર્થાત્ ભેદ છે. આવી જ રીતે રૂપ જ્ઞાન નથી, વર્ણ જ્ઞાન નથી, ગંધ જ્ઞાન નથી, રસ જ્ઞાન નથી, સ્પર્શ જ્ઞાન નથી, કર્મ જ્ઞાન નથી, ધર્મ જ્ઞાન નથી કારણ કે ધર્મ અચેતન છે માટે જ્ઞાનને અને ધર્મદ્રવ્યને વ્યતિરેક છે. અધર્મ (અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કાળ જ્ઞાન નથી, આકાશ જ્ઞાન નથી, અધ્યવસાન જ્ઞાન નથી કારણ કે અધ્યવસાન અચેતન છે માટે જ્ઞાનને અને કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાનને વ્યતિરેક છે. આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો.
હવે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે, માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક છે - અભિન્નતા છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી અર્થાત્ જ્ઞાનની સાથે જીવને ભિન્નતા હશે કે નહિ હોય એમ શંકા કરવા યોગ્ય નથી કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગ્દર્શન છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવર્જયા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે – એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે અતિરેક નિશ્ચયસાધિત સમજવો.
-
અહિં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામનાં જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. તે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી તેથી તે અતિવ્યાપ્તિ વાળુ નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિ વાળુ નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી
અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.
અહિં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવોચર
સમયસાર નો સાર
૬૫