________________
ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું, મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું એ જ નિશ્ચય ચારિત્ર છે.
નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું એવું વિધાન છે કે સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ પોતાના શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. વ્યવહાર ચારિત્રમાં પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહિં નિશ્ચય ચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનુંત્રણે કાળના કર્મોનું - પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગ રૂપ આત્માના જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્ક્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે.
જ્ઞાની કહે છે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો જ્ઞાતાદ્રષ્ટા બનીને રહું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ.
અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં આવું જ્ઞાનશ્રદ્ધાન પ્રધાન છે અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.
અહિં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે, ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન થયું કે હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, કર્મચેતના ના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને એક ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત, પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન
સમયસાર નો સાર
૬૩