Page #1
--------------------------------------------------------------------------
________________
સારા સાર તો !)
રોફ્રિાસાકાર શોધollો] કામદાર
ને
Page #2
--------------------------------------------------------------------------
________________
સમયસાર નો સાર
સંક્ષિપ્તકાર
શોભનાબેન કામદાર
गुरूकृपा बलि यसी
પ્રકાશક : નીમાબેન કામદાર Email : neemak@gmail.com Contact no : 9320063032
ફેબ્રુઆરી ૨૦૧૧ બીજી આવૃતિ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
मंगलं भगवानवीरो मंगलं गौतमो गणी । मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।।
શ્રી “સમયસાર' એક અલૌકિક ગ્રંથ છે. જ્ઞાની ભગવંતની આત્મ દશામાંથી આ અમૃત રસ ટપક્યો છે. અનંતકાળથી રઝળતા આ પામર જીવો ઉપર પરમ કરૂણા લાવી આ આત્મ સમૃધ્ધિનો રસથાળ “સમયસાર' પિરસ્યો છે. જે જીવ આત્મસન્મુખ થાય છે તેજ જીવ મોક્ષ સન્મુખ થઈ શકે છે તેની સચોટ સમજણ “સમયસાર' માં આપેલ છે.
આત્માની યથાર્થ ઓળખ કરાવનાર એટલે સમયસાર. સમય કહેતા આત્મા અને સાર કહેતા નિચોડ – અર્ક. “સમયસાર' ની મૂળ રચના આત્મજ્ઞાની શ્રી કુંદકુંદાચાર્યે પ્રાકૃત ભાષામાં કરેલ છે. તે પછી કાળક્રમે તેનાં ઉપર ઘણા ઘણા વિદ્વાનજ્ઞાની પુરૂષોએ ટિકા-વિવેચનો કરેલ છે.
આજે પણ આ ગ્રંથ જૈન જગતનું આકર્ષણ રહેલ છે. આજના આ ભાગંભાગના યુગમાં ઝંઝાળી જીવોને સમય ફાજલ પાડવો મુશ્કેલ છે. મોટા મોટા ગ્રંથો કે શાસ્ત્રો વાંચવાનો સમય કાઢી શકતા. નથી ત્યારે બહેન શ્રી શોભાનાબહેનનો આ સંક્ષિપ્ત સમયસાર લખવાનો પ્રયત્ન જમાનાને અનુરૂપ રહેલ છે. ઈચ્છુક વર્ગને થોડામાં ઘણું મળી જાય તેવું તેઓશ્રીનું સંકલન રહેલ છે. વિષયમાં કયાંય પણ ત્રુટી રાખ્યા વગર સંક્ષિપ્ત સારને ગ્રહણ કરેલ છે. તેઓશ્રીનો આ પ્રયત્ન અભિનંદનને પાત્ર છે.
બહેનશ્રી શોભનાબહેને શ્રી સમયસાર' નો આધાર લઈને
Page #4
--------------------------------------------------------------------------
________________
ખરેખર ખુબ જ સુંદર સંકલન કરેલ છે. પૂર્વરંગથી શરૂ થતું જીવ-અજીવ, કર્તા-કર્મ અધિકાર વગેરેમાં ક્રમે ક્રમે વ્યવહાર અને નિશ્ચય બન્નેને ઘણો સુંદર ન્યાય આપેલ છે. જો ભોક્તાભોગ્ય ભાવ બરાબર સમજાય તો જીવ અને પુગલની જે સંધી છે, તે તોડતા વાર ન લાગે. તેનું સુંદર નિરૂપણ કરેલ છે.
અને અંતિમ પ્રકરણમાં શુદ્ધ તત્વની છણાવટ કરી વિશુદ્ધ સ્વભાવી આત્મા ન તો કોઈનો કર્તા છે કે ન તો ભોક્તા છે તે સિદ્ધ કરી પરમ અર્થની પ્રાપ્તી કરાવે છે. હકીકતમાં આ સંક્ષિપ્તિકરણ વાંચક વર્ગને આત્માભિમુખ કરશે તેજ અભ્યર્થના.
- વસંતભાઈ કે ગાંધી
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂર્વરંગ
ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલા એવા સર્વ સિદ્ધોને નમસ્કાર.
જીવદ્રવ્ય, આકાશાદિ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા. છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી.
નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પગલા કર્મ સાથે નિમિત્તરૂપ બંધ અવસ્થા છે. તે બંધાવસ્થાથી વિસંવાદ ખડો થાય છે.
જ્ઞાનીને ચારિત્ર, જ્ઞાન, દર્શન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે.
નવ તત્વોમાં એક જીવને જ જાણવો એ ભૂતાર્થ છે. સત્યાર્થી છે. તેવી જ રીતે નય, નિક્ષેપ, પ્રમાણ પણ નિશ્ચયથી અભૂતાર્થ
છે.
પ્રમાણ બે પ્રકારે છેઃ પરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાન છે. તે પાંચ પ્રકારનું છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળજ્ઞાન. તેમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિ અને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે.
નય બે પ્રકારે છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. નિક્ષેપ ચાર છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સિદ્ધ અવસ્થામાં પ્રમાણ, નય, નિક્ષેપનો અભાવ છે.
દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે.
નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ તે શુદ્ધ નય છે અને એ
સમયસાર નો સાર
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુભૂતિ તે આત્મા છે. શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો. યા આત્મા કહો – સર્વ એક જ છે.
આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. ૧) અનાદિ કાળથી કર્મ પુગલના સંબંધથી બંધાયેલો કર્મ પુદગલના સ્પર્શવાળો દેખાય છે, ૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. ૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ ઘટે પણ છે, વધે પણ છે. અર્થાત હાનિ-વૃદ્ધિ એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે અનિયત દેખાય છે, અનેકરૂપ દેખાય છે. ૪) દર્શન, જ્ઞાના આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. ૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. સંયુક્ત દેખાય છે. આ અશુદ્ધદ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નયનો વિષય છે.
શુદ્ધનયની દ્રષ્ટિથી આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિ-વૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ એક જ છે. પરંતુ તેનું પૂર્ણરૂપ સાધ્ય ભાવા છે અને અપૂર્ણ રૂપ સાધકભાવ છે, એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો.
દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી, તેથી સાધુ પુરૂષોએ એક આત્માનું જ સેવન કરવું.
આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ એટલે કે મોક્ષ, તે સાધ્ય છે. દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા – તેમનાથી જ સાધ્યની સિદ્ધિ છે. આજ મોક્ષમાર્ગ છે.
આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. આ રીતે આચાર્યે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે. અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ વૃથા
સમયસાર નો સાર
Page #7
--------------------------------------------------------------------------
________________
છે, જુઠો છે, દુઃખનું કારણ છે.
જેમ નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી તેમાં તીર્થકર ભગવાનના શરીરના ગુણોનું વર્ણન કરવાથી તીર્થકર ભગવાનનું સ્તવન થતું નથી. તીર્થકર કેવળી પુરૂષના ગુણોનું સ્તવન કરવાથી જ તેમનું સ્તવન થાય છે.
જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઈંદ્રિયોના વિષયભૂત પદાર્થો – એ ત્રણેને જીતીને અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે, તે નિશ્ચયથી જિતેન્દ્રિય જીન” છે.
જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે, તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ' કહે છે. શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ના રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને “જિતમોહજીન' કહ્યો છે. અહીં મોહને જીત્યો છે, તેનો નાશ થયો નથી.
જે મુનિને મોહ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તેને “ક્ષીણમોહ જીન' કહે છે.
સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે “ક્ષીણમોહજીન' કહેવાય છે.
“પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે” એમ જાણીને જે પ્રત્યાખ્યાન કરે છે – ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે, એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ. નહિં તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન
સમયસાર નો સાર
Page #8
--------------------------------------------------------------------------
________________
છે, જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ નથી.
કોઈ પુરૂષ પરવસ્તુને “આ પરવસ્તુ” છે એમ જાણે ત્યારે તેનો ત્યાગ કરે છે, તેવી રીતે જ્ઞાની સર્વ પરદ્રવ્યોના ભાવોને
આ પરભાવ છે' એમ જાણીને ત્યાગે છે. જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે. યર્થાથ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે મમત્વ ન રહે.
મોહ મારો કાંઈ સંબંધી નથી, એક ઉપયોગ છે, તે જ હું છું” એમ જાણવું તે નિર્મમત્વ છે.
મોહકર્મ જડ પુગલ દ્રવ્ય છે, તેનો ઉદય મલિન ભાવરૂપ છે. આ ભાવ પણ પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવ ચૈતન્યના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય છે ત્યારે આત્મા અવશ્ય ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.
સર્વ પરદ્રવ્યોથી અને તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવા માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શન જ્ઞાન ચરિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે.
જ્ઞાનદર્શન ચારિત્રરૂપ પરિણામેલો આત્મા એમ જાણે કે હું ચૈતન્યરૂપ જ્યોતિ સ્વરૂપ સદાય અરૂપી છું. આમ સર્વથી જુદા એવા. સ્વરૂપને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. એમ પ્રાતપવંત વર્તતા એવા મને, જોકે (મારી) બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્કુરાયમાન છે તો પણ કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે; કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને – ફરી અંકુર ન ઊપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે.
(‘પૂર્વરંગ' સમાપ્ત)
સમયસાર નો સાર
Page #9
--------------------------------------------------------------------------
________________
જીવ-અજીવ અધિકાર
કોઈ મૂઢ અજ્ઞાનીઓ અધ્યવસાનને જીવ કહે છે, કોઈ વળી નોકર્મને જીવ કહે છે, તો કોઈ કર્મને જીવ કહે છે.
જીવ, અજીવ બને અનાદિથી એક ક્ષેત્રાવગાહ સંયોગરૂપ મળી રહ્યા છે. અને અનાદિથી જ જીવની પુગલના સંયોગથી અનેક વિકાર સહિત અવસ્થાઓ થઈ રહી છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતાં જીવ પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને પગલા પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી; પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે. પરંતુ ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે.
જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય, જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજુદ છે. જો ચેતીને દેખે તો પાસે જ છે.
એક અંતમૂહુર્ત માત્રમાં જ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે, છતાં બહુ કઠિન લાગતુ હોય તો છ મહિનાથી અધિક તો ન જ લાગે.
કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે. અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે, તેથી દુઃખરૂપ ભાવમાં ચેતનતાનો ભ્રમ ઊપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
જીવ રસરહિત, રૂપરહિત, ગંધરહિત, અવ્યક્ત અર્થાત્ ઈન્દ્રિયોને ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દરહિત અને આકાર રહિત છે. - જીવને વર્ણ નથી, ગંધ પણ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર નથી, સંસ્થાન નથી, સંવનન નથી, રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, પ્રત્યય નથી, કર્મ નથી, નોકર્મ નથી. જીવને વર્ગ નથી, વર્ગણા નથી, સ્પર્ધકો નથી, અધ્યાત્મસ્થાનો
સમયસાર નો સાર
Page #10
--------------------------------------------------------------------------
________________
નથી, અનુભાગ સ્થાનો નથી, જીવને કોઈ યોગસ્થાનો નથી, બંધસ્થાનો નથી, ઉદયસ્થાનો પણ નથી, કોઈ માર્ગણાસ્થાનો નથી, સ્થિતિબંધ સ્થાનો નથી, સંકલેશસ્થાનો નથી, વિશુદ્ધિસ્થાનો નથી, સંયમલબ્ધિ સ્થાનો નથી. વળી જીવને જીવસ્થાનો નથી અથવા ગુણસ્થાનો નથી. કારણકે આ બધા પુદગલ દ્રવ્યના પરિણામ છે, જીવના નથી.
જે વર્ણાદિક અથવા રાગમોહાદિક ભાવો કહ્યા તે બધા આત્માથી ભિન્ન છે તેથી અંતર્દષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી, માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે - કેવળ એક ચૈતન્યરૂપ આત્મા જ દેખાય છે.
આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંબંધ છે તેવો જાણવો.
દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાભ્ય સંબંધ કહેવાય છે. પુદગલની સર્વ અવસ્થાઓને વિષે પુદગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુગલનો તાદાભ્ય સંબંધ છે, સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષઅવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો. સાથે જીવનો તાદાભ્ય સંબંધ નથી.
એકેન્દ્રિય, દ્વીંદ્રિય, ચિંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય, બાદર, સુક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવો-એ નામકર્મની પ્રકૃતિઓ છે. આ પ્રવૃતિઓ કે જેઓ પુગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના વડે કરણ સ્વરૂપ થઈને રચાયેલા જે જીવસ્થાનો છે તેઓ જીવ કેમ કહેવાય?
શુદ્ધ દ્રવ્યાર્થિક નય (નિશ્ચયનય) ની દષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્ય
સમયસાર નો સાર
Page #11
--------------------------------------------------------------------------
________________
શુન્ય છે – જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે.
જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે અર્થાત્ કોઈ કાળ જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, જે સ્વસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે અને જે પ્રગટ છે અર્થાત છૂપું નથી – એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે પોતે જ જીવ છે.
અમૂર્તપણે જોકે સર્વ જીવોમાં વ્યાપે છે, તો પણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુગલ દ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમજ ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે, એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્ય લક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિ દોષથી રહિત છે અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિ દોષથી રહિત છે; વળી તે પ્રગટ છે, તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યર્થાથ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે.
રાગાદિ ચિવિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યતા કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપ્તા નથી – મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું.
જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડયા પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં અમુક દશા
સમયસાર નો સાર
Page #12
--------------------------------------------------------------------------
________________
થતાં નિર્વિકલ્પ દ્વારા જામી-જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો. અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતાં વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતી કર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે.
(જીવ-અજીવ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
Page #13
--------------------------------------------------------------------------
________________
કર્તા-કર્મ અધિકાર
જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ – એ બન્નેના તફાવતને જાણતો નથી ત્યાં સુધી ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે.
ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે. જ્ઞાનમાં ક્રોધાદિક નથી, ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું આત્માને ભેદજ્ઞાન થાય ત્યારે કર્મનો બંધ થતો નથી.
આશ્રવો અશુચિ છે, જડ છે, દુઃખના કારણ છે અને આત્મા પવિત્ર છે, જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આશ્રવોથી આત્મા નિવૃત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે અવિરત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો આશ્રવ નથી થતો પણ અન્ય પ્રકૃતિઓનો તો આશ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની?
સમાધાન :- સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આશ્રવોથી નિવર્યો છે. તેને અન્ય પ્રકૃતિઓનો જે આશ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દષ્ટિ થયા પછી સ્વામિત્વનો અભાવ છે. માટે જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં તો તે આશ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી તેનું કારણ આ પ્રમાણે છે :- મિથ્યાત્વ સંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પસ્થિતિ – અનુભાગવાળો છે. દીર્ઘ સંસારનું કારણ નથી. તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છે :- જ્ઞાન
સમયસાર નો સાર
Page #14
--------------------------------------------------------------------------
________________
બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી, કારણ કે વિકાર જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધ પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી.
પર પરિણતિને છોડતું, ભેદના કથનોને તોડી પાડતું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. અહો! આવા જ્ઞાનમાં કર્તાકર્મની પ્રવૃત્તિનો અવકાશ કેમ હોઈ શકે? તથા પૌગલિક કર્મબંધ પણ કેમ હોઈ શકે?
શેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી (તફાવતથી) જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી “અખંડ” એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી “ભેદના કથનોને તોડી પાડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિ રૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી “પર પરિણતિ ને છોડતું” એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી અત્યંત પ્રચંડ” કહ્યું છે.
કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી, તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત ન હોય.
કઈ વિધિથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે? શુદ્ધ નયથી જ્ઞાનીએ એવો નિશ્ચય કર્યો કે “હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ વસ્તુ છું.” જ્યારે તે જ્ઞાની આત્મા પોતાના આવા સ્વરૂપમાં લીન થાય ત્યારે ક્રોધાદિક આશ્રવો ક્ષય પામે છે.
૧૦
સમયસાર નો સાર
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન થવાનો અને આશ્રવોની નિવૃત્તિનો સમકાળ કઈ રીતે
છે?
આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે. અવ છે, અનિત્ય છે, તેમજ અશરણ છે, વળી તેઓ દુઃખરૂપ છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે.
આમ આશ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાંવેત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ ગયો છે એવો તે આત્મા સહજપણે વિકાસ પામતી ચિત્શક્તિ વડે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આ રીતે જ્ઞાનને અને આશ્રવોની નિવૃત્તિને સમકાળપણું છે.
આત્મા “વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે'' એટલે શું? આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે એટલે આત્મા જ્ઞાનમાં સ્થિર થતો જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જ્ઞાનને ભલે જ્ઞાનનો ઉઘાડ ઘણો હોય તો પણ અજ્ઞાન કહેવામાં આવે છે અને મિથ્યાત્વ ગયા પછી તેને ભલે જ્ઞાનનો ઉઘાડ થોડો હોય તો પણ વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમ જેમ તે વિજ્ઞાન ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે, તેમ તેમ આશ્રવોની નિવૃત્તિ થતી જાય છે અને આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે.
આત્મા જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય?
જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નોકર્મ ના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે.
જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે. કોઈ એક અવસ્થાવિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદ રૂપ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્ અભિન્ન સત્તાવાળા પદાર્થમાં) હોય; અતસ્વરૂપમાં
સમયસાર નો સાર
—
૧૧
Page #16
--------------------------------------------------------------------------
________________
(અર્થાત્ જેમની સત્તા, સ્વરૂપ અને સત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય, જ્યાં વ્યાપ્યવ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તાક ભાવ હોય. વ્યાયવ્યાપક ભાવ વિના કર્તાકર્મ ભાવ ન હોય. આવુ જે જાણે તે પુગલને અને આત્માને કર્તાક્ષ્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા – જગતનો સાક્ષીભૂત – થાય છે.
પુદ્ગલ કર્મને જાણતાં એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ છે કે નથી?
જ્ઞાની અનેક પ્રકારના પગલકર્મને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી.
પુદ્ગલ કર્મ જીવનું કર્મ નથી અને જીવ તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાનરૂપે પરિણમતો પોતે પુગલકર્મને જાણે છે; પુદ્ગલ કર્મને જાણતા એવા જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નહિ?
જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી.
પુલકર્મના ફળને જાણતા એવા જીવને પુગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી?
જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી જ્ઞાતારૂપે પરિણમતો પોતે પુગલકર્મના ફળને જાણે છે; માટે પુગલકર્મના ફળને જાણતા એવો જીવનો પરની સાથે કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? ન હોઈ
શકે.
જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદગલદ્રવ્યને જીવ સાથે
૧૨
સમયસાર નો સાર
Page #17
--------------------------------------------------------------------------
________________
કર્તાકર્મભાવ છે કે નથી?
જ્ઞાની પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે અને પુદ્ગલ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિ નહિ જાણતું પ્રવર્તે છે ; આમ તેમનામાં અત્યંત ભેદ હોવાથી બન્ને પરસ્પર અંતરંગમાં વ્યાપ્યવ્યાપક ભાવને પામવા અસમર્થ છે. જીવ પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે, જ્યાં સુધી ભેદજ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ પ્રકાશિત થતી નથી.
ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી, કારણકે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોઅન્ય નિમિત્તમાત્રપણું છે તો પણ તેમને કર્તાકર્મપણું નથી, પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને કદાચિત કહી શકાય પરંતુ પરભાવનો કર્તા જીવ કદી પણ નથી.
તેથી જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્ય ભાવ છે.
પુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે, જીવ તો પુદ્ગલકર્મની ઉત્પતિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મને ભોગવે છે, જીવ તો પુદ્ગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાન ને લીધે અનાદિ કાળથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
આત્મા પુદ્ગલકર્મને કરે અને તેને જ ભોગવે તે સર્વજ્ઞનો મત નથી. જે પુરૂષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાદષ્ટિ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું
સમયસાર નો સાર
૧૩
Page #18
--------------------------------------------------------------------------
________________
નથી.
એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્ય ના બે કર્મ ન હોય, એક દ્રવ્યની બે ક્રિયા ન હોય કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહીં.
આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોનો પરદ્રવ્યને હું કરૂં છું, એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે તે - અનાદિ સંસારથી ચાલ્યો આવે છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી દર્શનમોહનો નાશ થઈને એકવાર ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજે તો ફરી મિથ્યાત્વ ન આવે અને તેથી બંધ પણ
ન થાય.
મિથ્યાત્વ બે પ્રકારે છે : ૧) જીવ મિથ્યાત્વ ૨) અજીવ મિથ્યાત્વ. એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ યોગ, મોહ, ક્રોધાદિ કષાયો આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવો જે અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન અવિરતિ આદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે?
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ અજીવ છે તે તો મૂર્તિક પુદ્ગલકર્મ છે અને જે મિથ્યાદર્શન અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ જીવ છે તે ચૈતન્ય પરિણામનો વિકાર છે.
મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર કયાંથી થયો? અનાદિથી મોહયુક્ત હોવાથી, ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ (એ ત્રણ) જાણવા.
અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી, આત્માનો ઉપયોગ - જો કે તે શુદ્ધ, નિરંજન ભાવ છે તો પણ ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે ભાવને પોતે કરે છે તે
૧૪
-
સમયસાર નો સાર
Page #19
--------------------------------------------------------------------------
________________
ભાવનો કર્તા થાય છે.
આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પુગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મરૂપે પરિણમે છે.
આત્મા તો અજ્ઞાનરૂપે પરિણમે છે. કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે ભાવો નિમિત્ત માત્ર થતાં, પુગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે.
જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે.
જ્યારે આત્મા રાગદ્વેષ સુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, રાગદ્વેષાદિ ગુગલની અવસ્થા છે એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિનો કર્તા થતો નથી.
અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે?
અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન – અજ્ઞાન – અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને હું ક્રોધ છું, માન છું, ધર્માસ્તિકાય આદિ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહિ રાખતાં, અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે.
જે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ઘટ, પટ, કર્મ, નોકર્મ ઈત્યાદિને પરદ્રવ્યોને આત્મા કરે છે, તે વ્યવહારી જીવોની ભ્રાંતિ છે, અજ્ઞાન છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો. ઉચિત નથી.
જીવ ઘટ, પટ કે કોઈ પણ દ્રવ્યને કરતો નથી પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો
સમયસાર નો સાર
૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
કર્તા જીવ થાય છે.
યોગ એટલે મન-વચન-કાયાના નિમિત્તવાળુ) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું – જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
પુગલકર્મનો ઉદય થતાં જ્ઞાની તેને જાણે જ છે. અર્થાત્ જ્ઞાનનો જ કર્તા થાય છે અને અજ્ઞાની અજ્ઞાનને લીધે કર્મોદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવોનો કર્તા થાય છે. આ રીતે જ્ઞાની જ્ઞાનરૂપ પોતાના ભાવનો કર્તા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાનરૂપ ભાવનો કર્તા છે; પરભાવનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી.
પરભાવને કોઈ દ્રવ્ય કરી શકે નહીં.
જે વસ્તુ જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે, તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. (અર્થાત્ બદલાઈને તેમાં ભળી જતી નથી); અન્યરૂપે સંક્રમણ નહીં પામી શકતી તે વસ્તુ, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે?
આ કારણે આત્મા ખરેકર પગલકર્મોનો અકર્તા ઠર્યો. યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં રાજાએ યુદ્ધ કર્યું, એમ કહેવાય છે, તેવી રીતે જીવ નિમિત્તભૂત બનતાં જ્ઞાનાવરણાદિ કર્મ જીવે કર્યું એમ કહેવાય છે.
તો પુદગલકર્મનો કર્તા કોણ છે? - મિથ્યાત્વ, અવિરમણ, કષાય તથા યોગ-એ ચાર સામાન્ય પ્રત્યયો (આશ્રવો) બંધના કર્તા કહેવામાં આવે છે અને મિથ્યાદષ્ટિથી માંડીને સયોગી કેવળી સુધી તેના તેર પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે. આ ગુણસ્થાનો નિશ્ચયથી અચેતન છે. કારણ કે પુગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તેઓ જો કર્મ કરે તો
૧૬
સમયસાર નો સાર
Page #21
--------------------------------------------------------------------------
________________
ભલે કરે, તેમનો ભોક્તા પણ આત્મા નથી, અને કર્તા પણ આત્મા નથી.
આશ્રયોને અને જીવને એકપણું નથી. મિથ્યાત્વાદિ આશ્રવો તો જડસ્વભાવ છે અને જીવ ચેતન સ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે.
સર્વ દ્રવ્યો પરિણમન સ્વભાવવાળા છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલ દ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે.
ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો. છે એવો) આત્મા ક્રોધ જ છે, માનમાં ઉપયુક્ત આત્મા માન જ છે, માયામાં ઉપયુક્ત આત્મા માયા છે અને લોભમાં ઉપયુક્ત આત્મા લોભ છે. આ રીતે જીવ પરિણામ સ્વભાવ છે. તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે.
આ રીતે આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવવાળો છે તો પણ પોતાના જે ભાવને કરે છે, તે ભાવનો જ કર્તા તે થાય છે અર્થાત તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે.
જ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે અને અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.
આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ તે જ મારૂં સ્વરૂપ છે – તે જ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે જ્ઞાન માત્ર શુદ્ધ
સમયસાર નો સાર
૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે – મારું સ્વરૂપ નથી, આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
અવિરત સમ્યગ્દષ્ટિને જોકે ચારિત્રમોહનાં ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે, તો પણ તે ભાવોમાં તેને આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, આગામી એવો બંધ કરતા નથી. કે જેથી સંસારનું ભ્રમણ વધે, કારણકે (જ્ઞાની) પોતે ઉદ્યમી થઈને જ્ઞાતાપણું ચુકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામીપણું નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિક ભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.
અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુગલના પરિણામ છે અને તેમનો સ્વાદ તત્ત્વ-અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્મણારૂપ નવા યુગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણામે છે અને જીવ સાથે બંધાય છે અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી તત્ત્વ-અશ્રદ્ધાનાદિ ભાવો રૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવા પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવુ અને જીવનું પોતાના તત્ત્વ-અશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું – એ ત્રણે ય એક સમયે જ થાય છે. સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.
જીવથી જુદુ જ પુગલદ્રવ્યનું પરિણામ છે.
જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે તો. બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી
૧૮
સમયસાર નો સાર
Page #23
--------------------------------------------------------------------------
________________
પરિણમી શકતો નથી; તેથી જીવનું અજ્ઞાન પરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદુ જ પુગલ દ્રવ્યનું કર્મ પરિણામ છે. પુગલદ્રવ્યથી જુદુ જ જીવનું પરિણામ છે.
જો જીવ અને પુદ્ગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે પરિણમી શકતું નથી. તેથી પુગલકર્મનો ઉદય કે જે રાગાદિ પરિણામને નિમિત્ત છે તેનાથી જુદુ જ જીવનું પરિણામ છે.
જીવમાં કર્મ બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહાર નયનું કથન છે અને જીવમાં કર્મ અણબંધાયેલું, અણસ્પર્શાયેલું છે, એવું શુદ્ધ નયનું કથન છે.
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો. છે, તે જ સમયસાર છે. અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ છે.
જ્યાં સુધી નયોનો પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. નયોનો પક્ષપાત મટી જાય ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતિન્દ્રિય સુખ અનુભવાય છે.
બદ્ધ-અબદ્ધ, મૂઢ-અમૂઢ, રાગી-અરાગી, દ્વેષી-અદ્વેષી, કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા, જીવ-અજીવ, સુક્ષ્મ-ધૂળ, કારણ-અકારણ, કાર્ય-અનાર્ય, ભાવ-અભાવ, એક-અનેક, સાન્ત-અનંત, નિત્ય-અનિત્ય, વાચ્ય-અવાચ્ય, નાના-અનાના, ચેત્ય-અચેત્ય, દશ્ય-અદશ્ય, વેધ-અવેદ્ય, ભાત-અભાત ઈત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરૂષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષા પૂર્વક તત્વનો વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે, તે પુરૂષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેને પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે, તેથી તેને મુખ્ય કરીને અહિં
સમયસાર નો સાર
૧૯
Page #24
--------------------------------------------------------------------------
________________
જીવને ચિસ્વરૂપ કહ્યો છે.
જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે એવી નયપક્ષની ભૂમિને ઓળંગી જઈ અંદર અને બહાર સમતારસ રૂપી એકરસ જ જેનો સ્વભાવ છે, તે ચિત્માત્ર તેજ:પુંજ હું છું.
પક્ષાંતિક્રાંતનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?
જેમ કે વળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના
સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. પ્રયોજન વશે એક નયને પ્રધાના કરી તેને ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર્યમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે.
નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી, એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, “હું અનુભવું છું' એવો પણ વિકલ્પ હોતો નથી.
પક્ષાંતિક્રાંત જ સમયસાર છે, એમ નિયમથી ઠરે છે.
પહેલાં આત્માને આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિય બુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડીને શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન" એવા નામ પામે છે. તે સમયસાર જ છે.
કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ :વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને વિકલ્પ જ કેવળ કર્મ છે. (બીજા કોઈ કર્તા કર્મ નથી). જે જીવ વિકલ્પ સહિત છે તેનું કર્તાકર્મપણું કદી નાશ પામતું નથી.
૨૦.
સમયસાર નો સાર
Page #25
--------------------------------------------------------------------------
________________
કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી.
પ્રશ્ન – અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો. ઉદય છે ત્યાં સુધી તે કષાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહીં?
ઉત્તર – અવિરત સમ્યગ્દષ્ટિ આદિને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી, કષાયરૂપ પરિણામન છે, તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજોરીથી થતા પરિણમનનું ફળ કિંચિત હોય છે. તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષનું જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે – ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે.
કર્મ પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદગલ જીવમાં નથી. તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ જ્ઞાતા છે, પુગલકર્મનો કર્તા નથી અને પુદ્ગલકર્મ જ્ઞાતાનું કર્મ નથી – આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે.
(કર્તા-કર્મ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૨૧
Page #26
--------------------------------------------------------------------------
________________
પુણ્ય-પાપ અધિકાર
Sા
છે,
પુણ્ય અને પાપ બન્ને વિભાવ પરિણતિથી ઉપજ્યાં હોવાથી બને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારૂં અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.
અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે માનો છો પરંતુ તે સુશીલ કેમ હોઈ શકે, જે સંસારમાં પ્રવેશ કરાવે?
હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય - એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ માન્યતા છે.
પરંતુ જીવના શુભ અને અશુભ પરિણામ બને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુગલ પરિણામો બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલ પરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે - મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો કારણકે અહિં અભેદ પક્ષ પ્રધાન છે અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે – બે નથી.
જેમ સુવર્ણની બેડી પણ પુરૂષને બાંધે છે અને લોખંડની બેડી પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કર્મ જીવને અવિશેષપણે બાંધે છે.
સર્વજ્ઞદેવો સમસ્ત કર્મને (શુભ તેમજ અશુભ) અવિશેષપણે
૨૨
સમયસાર નો સાર
Page #27
--------------------------------------------------------------------------
________________
બંધનું સાધન કહે છે, તેથી સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
પ્રશ્ન – સુકૃત અને દુષ્કૃત – બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કાંઈ પણ કરવાનું નહિં રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?
ઉત્તર – સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહાશરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે – જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવા કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો.
પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞ બાળતા અને બાળવ્રતા (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યા છે. માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.
કેટલાક લોકો જે પરમાર્થથી બાહ્ય છે, તેઓ સુક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો પૂલ સંકલેશ પરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધ પરિણામોમાં રાચે છે. (સંકલેશ પરિણામો તેમજ વિશુદ્ધ પરિણામો બને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.)
નિશ્ચયનયના વિષયને છોડીને, વિદ્વાનો વ્યવહાર વડે પ્રવર્તે છે, પરંતુ પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર મોક્ષમાર્ગ છે. જ્ઞાનનું સમ્યકત્વરૂપ પરિણમન મિથ્યાત્વકર્મથી તિરોભૂત થાય છે, જ્ઞાનનું જ્ઞાનરૂપ પરિણામન અજ્ઞાનકર્મ થી તિરોભૂત થાય છે અને જ્ઞાનનું ચારિત્રરૂપ પરિણામન કષાયકર્મથી તિરોભૂત થાય છે. આ રીતે મોક્ષના
સમયસાર નો સાર
૨૩
Page #28
--------------------------------------------------------------------------
________________
કારણોને કર્મ તિરોભૂત કરતું હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
(તિરોભૂત = આચ્છાદિત) મોક્ષાર્થીએ કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે, જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પૂણ્ય કે પાપની વાત જ શી? પુણ્ય સારું અને પાપ ખરાબ એવી વાતને કયાં અવકાશ છે?
પ્રશ્ન – અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે ને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે? વળી કર્મ અને જ્ઞાન અને નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને સાથે કેમ રહી શકે?
ઉત્તર – જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. આત્મામાં અવશપણે જે કર્મ ઉદય થાય છે, તે બંધનું કારણ થાય છે અને મોક્ષનું કારણ એક પરમ જ્ઞાન જ છે, કે જે જ્ઞાન સ્વતઃ વિમુક્ત છે – ત્રણે કાળે પરદ્રવ્યો પરભાવોથી ભિન્ન છે.
જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છે. જ્ઞાનધારા અને કર્મધારા, જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષયકષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો – શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં – કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.
કેટલાક લોકો પરમાર્થભૂત જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતા નથી અને વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ક્રિયાકાંડને મોક્ષનું કારણ જાણી તેમાં તત્પર રહે છે. આવા કર્મનય પક્ષપાતી લોકો સંસારમાં
ડૂબે છે.
વળી કેટલાક લોકો આત્મસ્વરૂપને યર્થાથ જાણતા નથી અને
૨૪
સમયસાર નો સાર
Page #29
--------------------------------------------------------------------------
________________
સર્વથા એકાંતવાદી મિથ્યાદષ્ટિઓના ઉપદેશથી અથવા પોતાની મેળે જ અંતરંગમાં જ્ઞાનનું સ્વરૂપ ખોટી રીતે કલ્પી તેમાં પક્ષપાત કરે છે. પોતાની પરિણતીમાં જરાય ફેર પડ્યા વિના તેઓ પોતાને સર્વથા અબંધ માને છે અને વ્યવહાર દર્શન જ્ઞાન-ચારિત્રના ક્રિયાકાંડને નિરર્થક પાણી છોડી દે છે. આવા જ્ઞાનનય પક્ષપાતી લોકો જેઓ સ્વરૂપનો કાંઈ પુરૂષાર્થ કરતા નથી અને શુભ પરિણામોને છોડી સ્વચ્છંદી થઈ વિષય-કષાયમાં વર્તે છે, તેઓ પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે.
મોક્ષમાર્ગી જીવો શુદ્ધ પરિણતિને જ ઉપાદેય જાણે છે. તેઓ સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા થતાં સુધી પુરૂષાર્થ કર્યા જ કરે છે. આવા જીવો સંસારથી નિવૃત થાય છે.
(પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૨૫
Page #30
--------------------------------------------------------------------------
________________
આશ્રવ અધિકાર
મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ – એ આશ્રવો સંજ્ઞા (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આશ્રવો, જે જીવમાં ઉત્પન્ન થાય છે, તે જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો. જ્ઞાનવરણાદિ કર્મનું નિમિત્ત બને છે. અને તેમાં પણ રાગદ્વેષાદિ કરનારો જીવ નિમિત્ત બને છે.
જ્ઞાનીને રાગદ્વેષમોહ નહિં હોવાથી નવો બંધ થતો નથી. જ્ઞાની સદા અકર્તા હોવાથી નવા કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલા જે કર્મો સત્તામાં રહ્યા છે તેમનો જ્ઞાતા જ રહે છે.
અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા. નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે, તેનું સ્વામીપણે તેને નથી. તે રાગાદિકને રોગ સમાન જાણી પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક વિદ્યમાન હોય તે અવિદ્યમાન જેવાં છે, તે આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી. માત્ર અલ્પ સ્થિતિ - અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહિં ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આશ્રવ નહિં હોવાથી બંધ થતો નથી.
જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક કહ્યો છે. રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક છે.
જે જ્ઞાનમય ભાવ છે, તે ભાવાશ્રવનો અભાવ છે. સંસારનું કારણ મિથ્યાત્વ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં સર્વ ભાવાશ્રવનો અભાવ થાય છે.
જો જ્ઞાન એકવાર રાગાદિકથી જુદુ પરિણામે તો ફરીને તે
૨૬
સમયસાર નો સાર
Page #31
--------------------------------------------------------------------------
________________
કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિં મળેલો જ્ઞાનભાવ સદાકાળ રહે છે. તેને મિથ્યાત્વ સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલા પાંદડા જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવા યોગ્ય છે.
જ્ઞાનીને પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાશ્રવભૂત પ્રત્યયો છે, તે માટીના ઢેફાની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્યણ શરીર સાથે છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સ્વભાવથી જ છે.
આ રીતે જ્ઞાનીને ભાવાશ્રવ તેમજ દ્રવ્યાશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ છે. ચાર પ્રકારના દ્રવ્યાશ્રવો (મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ) જ્ઞાનદર્શન ગુણો વડે સમયે સમયે અનેક પ્રકારનું કર્મ બાંધે છે અને જ્ઞાનીને દ્રવ્યાશ્રવ છે નહિં તેથી જ્ઞાની અબંધ છે.
પ્રશ્ન - જ્ઞાનદર્શન ગુણ બંધનું કારણ કઈ રીતે?
ઉત્તર – જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (ક્ષાયોપશમિક ભાવ) છે ત્યાં સુધી જ્ઞાનગુણ અંતમુહુર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. યથાખ્યાત ચારિત્ર-અવસ્થાની નીચે રાગનો સદ્ભાવ હોવાથી બંધનું કારણ જ છે.
પ્રશ્ન આ પ્રમાણે જ છે તો જ્ઞાની નિરાશ્રવ કઈ રીતે? ઉત્તર જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ ચારિત્રમોહનો) રાગ હોવા છતાં બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાશ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાશ્રવપણું કહ્યું.
દ્રવ્યાશ્રવોના ઉદયને અને જીવના રાગદ્વેષમોહ ભાવોને
-
સમયસાર નો સાર
૨૭
Page #32
--------------------------------------------------------------------------
________________
નિમિત્તનૈમિત્તિક ભાવ છે. દ્રવ્યાશ્રયોનો ઉદય વિના જીવને આશ્રવભાવ થઈ શકે નહિ અને તેથી બંધ પણ થઈ શકે નહિં. દ્રવ્યાશ્રયોના ઉદય થતાં જીવ જે પ્રકારે તેમાં જોડાય અર્થાત્ જે પ્રકારે તેને ભાવાશ્રવ થાય તે પ્રકારે દ્રવ્યાશ્રવો નવીન બંધના કારણ થાય છે. જીવ ભાવાશ્રવ ન કરે તો નવો બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાશ્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; ઔપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમજ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં - સત્તામાં – જ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી, અને લાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યત્વ મોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામીત્વભાવે જોડાતો નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ નથી. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે, ઉદયનો જ્ઞાતાદષ્ટા થઈ પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. શુદ્ધ સ્વરૂપમાં લીના રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તે સર્વથા નિરાશ્રવ થઈ જાય છે.
રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણે હોઈ શકે નહિં, એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ સમજવો. ચારિત્રમોહ સંબંધી રાગ અહિં ગૌણ છે.
૨૮
સમયસાર નો સાર
Page #33
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિને ભાવાશ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાશ્રવો બંધના હેતુ થતા નથી તેથી જ્ઞાનીને બંધ થતો નથી.
જ્ઞાની શબ્દ ત્રણ અપેક્ષાએ વપરાય છે. ૧) સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ સર્વ જીવો જ્ઞાની છે. ૨) સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે. ૩) સંપૂર્ણજ્ઞાન અને અપૂર્ણજ્ઞાનની અપેક્ષાએ કેવળી ભગવાન જ્ઞાની છે અને છર્ભસ્થ અજ્ઞાની છે.
“હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું” – એવું જે આત્મદ્રવ્યનું પરિણામના તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે. શુદ્ધનય પરોક્ષ છે. શુદ્ધનયા દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. સાક્ષાત્ શુદ્ધનયા કેવળજ્ઞાન થયે થાય છે.
જીવ શુદ્ધ સ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ અજ્ઞાનના પક્ષમાં નથી તો પણ બંધ તો છે જ. માટે જ્ઞાનીને શુધ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે.
જ્ઞાની શુદ્ધનયથી છૂટે ત્યારે તેને રાગાદિભાવોનો સભાવ થતાં દ્રવ્ય પ્રત્યયો નિમિત્તભૂત થવાથી કાર્મણવર્ગણા સ્વયં બંધરૂપે પરિણમે છે.
જે પુરૂષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરૂષને, તત્કાળ સર્વ રાગાદિક આશ્રવભાવોનો સર્વથા અભાવ થઈને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારૂં નિશ્ચળ, અતુલા કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
(આશ્રવ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૨૯
Page #34
--------------------------------------------------------------------------
________________
સંવર અધિકાર
જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક પુદગલ વિકાર હોવાથી જડ છે. પરંતુ અજ્ઞાનથી જાણે જ્ઞાન પણ રાગાદિરૂપ થઈ ગયું હોય તેમ ભાસે છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદિનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદજ્ઞાન પ્રગટ થાય છે ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે, જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા - આકુળતારૂપ સંકલ્પવિકલ્પ – ભાસે છે તે સર્વ પુગલ વિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે અર્થાત અનુભવ થાય છે.
જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે, તેને રાગદ્વેષમોહરૂપી ભાવાશ્રવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે. જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાશ્રવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે.
જે જીવ પ્રથમ રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધ દર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચય કરે અને સમસ્ત બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યપણાને ઓળંગીને અલ્પકાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.
જ્યાં સુધી જીવને ભેદ વિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે. આથી રાગદ્વેષમોહરૂપ આશ્રવભાવ થાય છે, આશ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર
૩૦
સમયસાર નો સાર
Page #35
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ જ્યારે તેને આત્મા અને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે, ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે. અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આશ્રવનો અભાવ થાય છે, આશ્રવના અભાવથી કર્મ બંધાતા. નથી. કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતા નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે સંવરનો. અનુક્રમ જાણવો.
શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ ભેદવિજ્ઞાનથી જ થાય છે. આ ભેદવિજ્ઞાન અચ્છિન્ન ધારાથી (અર્થાત્ અખંડ પ્રવાહરૂપે) ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન, જ્ઞાનમાં જ ઠરી જાય. - અહિં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યકજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. બીજુ, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ના પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.
જે કોઈ સિદ્ધ થયા છે, તે ભેદવિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે; જે કોઈ બંધાયા છે તે તેના અભાવથી જ બંધાયા છે. ભેદવિજ્ઞાન વિના કોઈ સિદ્ધિ પામી શકતું નથી.
(સંવર અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૩૧
Page #36
--------------------------------------------------------------------------
________________
નિર્જરા અધિકાર
દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ
વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે છે. રાગાદિ ભાવોના સદ્ભાવથી મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને ભોગની સામગ્રી પરદ્રવ્ય છે, મારે અને તેને નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે. આ રીતે રાગદ્વેષમોહ વિના તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આશ્રવતું નથી. અને ઉદયમાં આવેલું કર્મ રસ દઈને ખરી જાય છે.
આ રીતે નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું. સમ્યગ્દષ્ટિના ભોગોપભોગને નિર્જરાનું નિમિત્ત કહેવામાં આવ્યો છે. આ દ્રવ્યનિર્જરા છે.
ભાવનિર્જરાનું સ્વરૂપ
પરદ્રવ્યને ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે. મિથ્યાદષ્ટિને રાગાદિભાવોના સદ્ભાવથી આગામી બંધ થાય છે, તેથી તેને નિર્જરા કહી શકાતી નથી. સમ્યગ્દષ્ટિને રાગાદિકનો અભાવ હોવાથી આગામી બંધ કર્યા વિના જ પરદ્રવ્યને ભોગવતાં નિર્જરા થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.
એ વૈરાગ્ય અથવા જ્ઞાનનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતાં કર્મોથી બંધાતો નથી.
સમ્યગ્દષ્ટિ જીવ સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે આ ‘સ્વ' છે અને આ ‘પર' છે એવો ભેદ પરમાર્થે જાણી રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે.
જ્યારે પોતાને જ્ઞાયકભાવ સુખમય જાણે અને કર્મના ઉદયથી
સમયસાર નો સાર
૩૨
Page #37
--------------------------------------------------------------------------
________________
થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.
પ્રશ્ન - અવિરત સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તો સમ્યક્ત્વ કેવી રીતે હોઈ શકે?
ઉત્તર - મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ હોય તેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિઅપ્રીતિ થાય છે, તેને સ્વ-પરનું જ્ઞાનશ્રદ્ધાન નથી - ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તો પણ જ્યાં સુધી પરજીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રર્વતવું ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પરજીવોનો ઘાત થવો, અયત્નાચાર રૂપે પ્રવર્તવું ઈત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી સ્વ-પરનું જ્ઞાન નથી થયું જાણવું, કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ-શુદ્ધ ભાવોથી જ થતા હતા. શુભાશુભ ભાવો બંધના કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર હતું. આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલુબુરૂ માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવને જ્યાં સુધી ચારિત્રમોહ સંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી રાગાદિકની પ્રેરણાથી પરદ્રવ્ય સંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે. તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે આ કર્મનું જોર છે. તેનાથી નિવૃત્ત થયે જ મારૂં ભલુ છે. તે તેમને રોગવત્ જાણે છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી.
જે જીવને પરમાણુમાત્ર - લેશમાત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને જાણતો નથી, અને આત્માને નહિં જાણતો થકો અનાત્માને પણ નથી જાણતો. જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે ? જે જીવો અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી,
સમયસાર નો સાર
-
33
Page #38
--------------------------------------------------------------------------
________________
તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતા છે - સ્થિત છે. શ્રી ગુરૂ તેમને જગાડે છે, સાવધાન કરે છે કે તમે જે પદમાં સૂતા છો તે પદ તમારૂં નથી. તમારૂં પદ તો શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યના ભેળ વિનાનું તેમજ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે, સ્થાયી છે. તે પદને પ્રાપ્ત થાઓ, શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.
એક જ્ઞાન જ આત્માનું પદ છે. આત્મા સ્થાયી છે અને જ્ઞાન પણ સ્થાયી છે. તેની આગળ અન્ય સર્વ પદો આકુળતામય આપત્તિરૂપ ભાસે છે.
-
આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. તે આ પરમાર્થ છે કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. જ્ઞાનનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું, તેનાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે. તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી.
આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું, તેનાથી તૃપ્ત થવું – એ પરમ ધ્યાન છે, તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય
-
છે.
આ જ્ઞાનમૂર્તિ આત્મા અનંત શક્તિનો ધારક દેવ છે, પોતે ચૈતન્યરૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધ કરનારો છે તેથી તે અન્ય પરિગ્રહનું સેવન શા માટે કરે?
પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણતો જ્ઞાની પોતાના સ્વભાવે જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાના જાણતો નથી, તેને ગ્રહણ - સેવન કરતો નથી.
જ્ઞાની માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા
સમયસાર નો સાર
૩૪
Page #39
--------------------------------------------------------------------------
________________
છું. જ્ઞાનીને પરદ્રવ્યના સુધરવાનો કે બગડવાનો વિષાદ-હર્ષ હોતો નથી.
અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે. જેને ઈચ્છા નથી, તેને પરિગ્રહ નથી. જ્ઞાની ધર્મને પણ ઈચ્છતો નથી. તે ધર્મનો પરિગ્રહી નથી, જ્ઞાયક છે. - જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી. અહિં પ્રશ્ન થાય છે – આહાર તો મુનિ પણ કરે છે, તેમને આહારની ઈચ્છા છે કે નહિં?
સમાધાન :- અશાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ સુધા ઉપજે છે, વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે જ્ઞાની ઈચ્છાનો જ્ઞાયક છે.
પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્ય ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને તે હેય જાણે છે.
પૂર્વ બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગ સામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે.
કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય, અતીત (ગયા કાળનો) પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો)
અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી કારણકે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? એ રીતે જ વર્તમાન ઉપભોગ પ્રત્યે પણ તેને રાગ નથી.
બંધ અને ઉપભોગના નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી.
જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે તે કર્મ મળે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લપાતો નથી. જેમ સોનું કાદવ
સમયસાર નો સાર
૩૫
Page #40
--------------------------------------------------------------------------
________________
મધ્યે રહેલું હોય તો પણ કાદવથી લેવાતું નથી તેમ.
અજ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે – જેમ લોખંડ કાદવ મધ્યે રહ્યું થયુ લેપાયા છે તેમ. (અર્થાત્ લોખંડને કાટ લાગે છે) આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણામે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. - અજ્ઞાની સુખ ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ ઈત્યાદિ શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનારા ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આનાથી વિપરીત સમજવું. - આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે. અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી. - અવિરત સગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની સમજવા. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહાર વિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તો પણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચચથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જવળ છે. તે ઉજ્જવળતાને તેઓ જ (જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાદષ્ટિઓ. તે ઉજ્જવળતાને જાણતા નથી. મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલુ બુરૂ માને છે, અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે? - વજપાતના ભયથી ત્રણે લોકના જીવો ભયથી કંપી ઊઠે છે –
૩૬
સમયસાર નો સાર
Page #41
--------------------------------------------------------------------------
________________
ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે પરંતુ આ સમયે સમ્યગ્દષ્ટિ જીવો સ્વભાવથી નિર્ભય હોવાથી અને પોતાનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવું જાણતાં હોવાથી જ્ઞાનથી ટ્યુત થતા નથી. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
સમ્યગ્દષ્ટિ જીવો સપ્તભય રહિત છે.
૧) આલોકભય – આ ભવમાં અનુકૂળ સામગ્રી જીવન પર્યતા મળી રહેશે કે નહિં એવી ચિંતા રહે તે આલોક નો ભય છે.
૨) પરલોકભયઃ- પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકભય છે.
જ્ઞાની જાણે છે કે આ ચૈતન્યસ્વરૂપ લોક જ મારો એક, નિત્ય લોક છે, તે કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય?
૩) વેદનાભય:- સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એકમાત્ર જ્ઞાન સ્વરૂપનો ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદનારૂપે જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી.
૪) અરક્ષાભય:- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ સત્તાસ્વરૂપ વસ્તુ છે. તે એવું નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો જ રહે, નહિં તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.
૫) અગુપ્તિભય - ગુપ્તિ એટલે જેમાં ચોર વિ. પ્રવેશ ના કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે. ખુલ્લા પ્રદેશમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજસ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તિભય કયાંથી હોય?
૬) મરણભય - ઈંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી. તેને જ્ઞાન
સમયસાર નો સાર
૩૭
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે. તેથી આત્માને મરણ નથી. તેથી જ્ઞાનીને મરણભય ક્યાંથી હોય?
૭) આકસ્મિકભય:- કાંઈ અણધાર્યુ અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિક ભય છે. જ્ઞાની જાણે છે કે આત્મા સ્વતઃ સિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, અચળ છે; તેમાં બીજાનો ઉદય નથી. આવું જાણતાં જ્ઞાનીને અકસ્માતનો ભય નથી.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્ન - અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્ઞાની કહ્યા છે પરંતુ ભયપ્રકૃતિના ઉદયથી ભય થતો જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિભર્યુ કઈ રીતે ?
ઉત્તર - ભયપ્રકૃતિના ઉદયથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે. પરંતુ તેને ભય એવો નથી હોતો કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.
સમ્યગ્દષ્ટિને નિઃશંકિત (સંદેહ અથવા ભય રહિત) આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (સંદેહ, કલ્પિત ભય) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા થાય છે.
૧) નિઃશંકિતઃ- જે આત્મા કર્મબંધ સંબંધી મોહ કરનારા મિથ્યાત્વાદિ ચારે પાયાને (મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ યોગ) છેદે છે તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો.
૨) નિઃકાંક્ષિતઃ- સમ્યગ્દષ્ટિને કર્મના ફળની વાંછા નથી, વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમજ નિંદા, પ્રશંસા આદિ વચનો વગેરે વસ્તુધર્મોની તેમ જ પુદ્ગલ સ્વભાવની વાંછા નથી. તેને નિઃકાંક્ષિત સમ્યગ્દષ્ટિ
સમયસાર નો સાર
૩૮
Page #43
--------------------------------------------------------------------------
________________
જાણવો.
૩) નિર્વિચિકિત્સા - સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે. તેથી નિર્જરા થાય છે.
૪) અમૂદષ્ટિ - સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યર્થાથ જાણે, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઈષ્ટાનિષ્ટ ભાવો ઉપજે તો પણ તે ભાવોનો તે કર્તા થતો નથી. તેને મૂઢદષ્ટિકૃતા બંધ થતો નથી.
) ઉપગૃહન ગુણ - ઉપગૂહન એટલે ગોપવવું તે. અહિં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે તેથી પર વસ્તુના ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે અને આત્મશકિતનો વધારનાર છે.
૬) સ્થિતિકરણ - જે પોતાના સ્વસ્વરૂપી મોક્ષમાર્ગથી ચ્યતા થતા પોતાના આત્માને માર્ગમાં સ્થિત કરે તે સ્થિતિકરણ ગુણા યુક્ત છે. તેને માર્ગથી ટ્યુત થવાના કારણે બંધ થતો નથી પરંતુ ઉદય આવેલા કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા થાય છે.
૭) વાત્સલ્ય ગુણ - જે આત્મા મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે તે વત્સલભાવયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવો.
૮) પ્રભાવનાઃ- જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે છે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચિત પ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશક્તિ આદિ આઠ ગુણો
સમયસાર નો સાર
૩૯
Page #44
--------------------------------------------------------------------------
________________
નિર્જરાના કારણ કહ્યાં.
જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજુદ હોવા છતાં નિર્જરા થયા સમાન છે.
નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહાર નયે નીચે પ્રમાણે છે :૧) જીનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શનજ્ઞાન-ચારિત્રથી ડગવું નહિં, તે નિઃશંકિતપણું છે. ૨) સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષમાર્ગથી ડગવું નહિં તે નિષ્કોક્ષિતપણું છે. ૩) અપવિત્ર, દુર્ગધવાળી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૪) દેવ, ગુરૂ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ અન્ય મતાદિકના તત્વાર્થનું સ્વરૂપ – ઈત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે. ૫) ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહાર મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૃહન અથવા ઉપવૃંહણ છે. ૬) જે સ્વરૂપથી શ્રુત થવા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૭) જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય. ગુણ હોય છે. ૮) જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે, પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે.
આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તો પણ તેમની (શંકાદિની) નિર્જરા થઈ જાય છે. | સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ
૪૦
સમયસાર નો સાર
Page #45
--------------------------------------------------------------------------
________________
વગેરે ને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતી કર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય – એ ગુણોનો ઘાત વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યાદષ્ટિને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી. એમાં પણ કેમ ન મનાય?
સમાધાન :- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય જ છે. અને સમ્યગ્દષ્ટિને તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે. તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ તેમજ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધી છે, તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને આત્મજ્ઞાની થયો ત્યાં બંધની ગણતરી કોણ કરે? વૃક્ષની જડ કપાયા પછી પાંદડા લીલા રહેવાની અવધિ કેટલી?
જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતા જવાનાં.
(નિર્જરા અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૪૧
Page #46
--------------------------------------------------------------------------
________________
બંધ અધિકાર
કોઈ પુરૂષ તેલ આદિના મર્દનયુક્ત થયેલો બહુ રજવાળી ભૂમિમાં રહેલો, શસ્ત્રોના વ્યાયામરૂપ કર્મ કરતો, અનેક પ્રકારનાં કારણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, રજથી બંધાય છે – લેપાય છે. તે પુરૂષને બંધનું કારણ કયું છે?
બહુ રજથી ભરેલી ભૂમિ રજબંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું, તેમને રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામરૂપી કર્મ પણ રજબંધનું કારણ નથી, કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારના કારણો પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું તેમને પણ અનેક પ્રકારના કારણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત્ત, અચિત્ત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી; કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું, તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. માટે એમ ફલિત થયું કે તે પુરૂષમાં સ્નેહ (તેલ) મર્દન કરણ જ બંધનું કારણ છે.
તેવી રીતે મિથ્યાદષ્ટિ રાગાદિક કરતો, જે બહુ કર્મ યોગ્ય પુગલોથી ભરેલો છે એવા લોકમાં કાયા-વચન-મનનું કર્મ કરતો અનેક પ્રકારનાં કારણો વડે સચિત્ત તથા અચિત્ત વસ્તુઓનો ઘાત કરતો, કર્મથી બંધાય છે. ઉપયોગમાં રાગાદિકરણ જ બંધનું કારણ છે.
સમ્યગ્દષ્ટિ ઉપયોગમાં રાગાદિક (રાગદ્વેષમોહ) કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી.
સમ્યગ્દર્શનનો મહિમા અદ્ભુત છે. લોક, યોગ, કરણ, ચૈતન્યઅચૈતન્યનો ઘાત – એ બંધના કારણ નથી પરંતુ જ્ઞાનીઓએ
૪૨
સમયસાર નો સાર
Page #47
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છેદે પ્રવર્તવાનું યોગ્ય નથી, કારણકે મર્યાદારહિત પ્રવર્તવું તે બંધનું ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં પરસ્પર વિરોધ છે. જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય, કર્તા થશે તો અવશ્ય બંધ થશે.
“પરજીવોને હું હસું છું અને પરજીવો મને હણે છે” એવો અધ્યવસાય અજ્ઞાન – મિથ્યાત્વ છે.
જીવોનું મરણ આયુકર્મના ક્ષયથી થાય છે, સ્વઆયુકર્મ બીજાથી હરી શકાતું નથી, તે ઉપભોગથી જ ક્ષય પામે છે. તેથી પોતાથી પરનું મરણ કરી શકાતું નથી અને પરથી પોતાનું મરણ કરી શકાતું નથી.
પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવથી પર્યાયના ઉત્પાદ વ્યય થાય તેને જન્મ મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (પર્યાયનો વ્યય) થાય ત્યારે “આણે આને માર્યો” એમ કહેવાય છે તે વ્યવહાર છે.
જે જીવ એમ માને છે કે હું પરજીવોને જિવાડું છું અને પરજીવો મને જીવાડે છે તે અજ્ઞાની છે, મૂઢ છે કારણ કે આયુકર્મ કોઈથી કોઈને આપી શકાતું નથી.
જે એમ માને છે પરજીવોને હું સુખી-દુઃખી કરૂં છે, તે અજ્ઞાની છે; આનાથી વિપરીત તે જ્ઞાની છે. કારણકે સર્વ જીવો કર્મ ઉદયથી સુખી દુઃખી થાય છે.
પરજીવોને હું જિવાડું છું, સુખી કરૂં છે એવા શુભ અહંકારથી ભરેલો ભાવ તે શુભ અધ્યવસાય છે. મારું છું – દુઃખી કરું છું, એવા અશુભ અહંકારથી ભરેલો ભાવ તે અશુભ અધ્યવસાય છે. અંહકારરૂપ મિથ્યાભાવ બન્નેમાં છે, તેથી અજ્ઞાનમય અધ્યવસાય જ પુણ્ય-પાપનું કારણ છે.
હિંસાનો અધ્યવસાય જ હિંસા છે, પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો ઘાત છે અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે.
આવી જ રીતે (હિંસાની જેમ) અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય, પરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પાપનો બંધ થાય
સમયસાર નો સાર
૪૩
Page #48
--------------------------------------------------------------------------
________________
છે. તેવી રીતે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુયનો બંધ થાય છે.
જીવોને જે અધ્યવસાન થાય છે, તે વસ્તુને અવલંબીને થાય છે, તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી જ બંધ થાય છે.
આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ચતુર્ગતિસંસારમાં જેટલી અવસ્થાઓ – તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય – છે, તેને પોતાનું સ્વરૂપ માને છે; તેમનામાં પોતાપણું વર્તે છે.
વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય – કે જેનું મોહ જ એક મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. - ત્રણ પ્રકારના અધ્યવસાનો (મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન, મિથ્યાચારિત્ર) અજ્ઞાનરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધના નિમિત્તા છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ કર્મોથી લેપાતા નથી.
અધ્યવસાનનું સ્વરૂપ :- બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ – આ આઠ શબ્દો એકાર્ય છે. આ સર્વ ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના અને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને અધ્યવસાન, બુદ્ધિ આદિ આઠ નામોથી ઓળખવામાં આવે છે. - આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે, તે બધા વ્યવહારના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો ત્યાગ છે. નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહાર નયનો ત્યાગ કરવાનું કારણ એ છે કે એકાંતે વ્યવહારના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. નિશ્ચયનયને આશ્રિત મુનિઓ જ નિર્વાણ પામે છે.
પ્રશ્ન – અભવ્ય જીવ વ્યવહારનયનો આશ્રય કઈ રીતે કરે
४४
સમયસાર નો સાર
Page #49
--------------------------------------------------------------------------
________________
છે?
ઉત્તર – અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે છે તો પણ નિશ્ચયજ્ઞાન શ્રદ્ધાન વિના તે મિથ્યાદષ્ટિ છે. આચારાંગસુત્ર આદિ અગિયાર અંગરૂપ શ્રતને ભણતો હોવા છતાં શુદ્ધાત્મજ્ઞાનના અભાવે તે અજ્ઞાની છે.
અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે, તેની જ પ્રતીતી કરે છે, તેની જ રૂચિ કરે છે અને તેને જ સ્પર્શે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધતો નથી, તેની પ્રતીતી કરતો નથી, તેની રૂચિ કરતો નથી તેમજ તેને સ્પર્શતો નથી.
પ્રશ્ન – વ્યવહારનય અને નિશ્ચયનય – એ બને કેવા છે?
ઉત્તર – આચારંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન, તે જ્ઞાન છે; જીવા આદિ તત્વોને જાણવું તે દર્શન અને છ-જીવ-નિકાય તે ચારિત્ર છે – એમ વ્યવહાર નય કહે છે.
મારો આત્મા જ જ્ઞાન, મારો આત્મા દર્શન અને ચારિત્ર છે; મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ છે, એમ નિશ્ચયનય કહે છે.
પ્રશ્ન – રાગાદિકને બંધના કારણ કહ્યાં, તેમને શુદ્ધ ચૈતન્ય જ્યોતિથી ભિન્ન કહ્યા; તો તે રાગાદિકનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ?
ઉત્તર – જેમ સ્ફટિકમણિ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાની મેળે લાલાશ – આદિ રૂપે પરિણામતો નથી પરંતુ લાલા આદિ પરદ્રવ્યના નિમિત્તે લાલ આદિ રૂપે પરિણામે છે, તેવી રીતે આત્મા શુદ્ધ હોવા છતાં અને પરિણામન સ્વભાવ હોવા છતાં પણ પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી પરંતુ પરદ્રવ્યના નિમિત્તે રાગાદિરૂપે પરિણમે છે. તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે. આવો. વસ્તુનો સ્વભાવ છે. તેમાં અન્ય તર્કને અવકાશ નથી.
રાગ, દ્વેષ, કષાય કર્મોનો ઉદય થતાં જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. તે કષાયો
સમયસાર નો સાર
૪૫
Page #50
--------------------------------------------------------------------------
________________
જ ફરીને આગામી કર્મબંધના કારણે થાય છે. પ્રશ્ન – આત્મા રાગાદિનો અકારક શી રીતે છે?
ઉત્તર – અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. દ્રવ્ય સંબંધી અને ભાવસંબંધી. જ્યાં સુધી દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ, અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી કર્તા થાય છે, એમ જાણવું.
અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા, તેમના પ્રત્યે મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. પરદ્રવ્યો પ્રત્યે જે રાગાદિભાવો અતીતમાં થયા હતા, તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિ ભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્ય અને ભાવ અપ્રતિક્રમણ તથા દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન - એવો જે બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્તનૈમિત્તિક ભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને રાગાદિ ભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે, એમ સિદ્ધ થયું, તો પણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી રાગાદિભાવોનો કર્તા છે; જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે અને જ્યારે રાગાદિ ભાવોના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત અકર્તા જ છે.
જે પાપકર્મથી આહાર ઉપજે છે, તેને અધઃકર્મ કહેવામાં
૪૬
સમયસાર નો સાર
Page #51
--------------------------------------------------------------------------
________________
આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય, તેને ઉશિક કહેવામાં આવે છે. આવા (અધઃકર્મ અને ઉદેશિક) આહારને જેણે પચખ્યો નથી, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે, તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્ય અને ભાવને નિમિત્ત-નૈમિત્તિક ભાવ જાણવો.
પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણે જાણી સમસ્ત પરદ્રવ્યને ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે, અને જ્ઞાન પ્રગટ થાય છે. ત્યારે જ્ઞાનને આવરણ કરનાર બંધ રહેતો નથી. જ્ઞાન સદાય પ્રકાશમાન રહે છે.
(બંધ અધિકાર સમાપ્ત)
સમયસાર નો સાર
૪૭
Page #52
--------------------------------------------------------------------------
________________
મોક્ષ અધિકાર
મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?
જે જીવ બંધનો છેદ કરતો નથી, પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે, તે મોક્ષ પામતો નથી. આત્મા અને બંધને જુદા કરવા તે મોક્ષ છે.
કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. કર્મસંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ નથી. એ તો ધર્મધ્યાન રૂપ શુભ પરિણામ છે. કેવળ શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ છે. આત્મા અને બંધ કયા સાધન વડે દ્વિધા (જુદા) કરાય છે? પ્રજ્ઞારૂપી કરણ વડે આત્મા અને બંધને જુદા કરાય છે.
આત્મા અને બંધ જેઓ અત્યંત નિકટતાને લીધે એકરૂપ થઈ રહ્યા છે, તેમને પ્રજ્ઞારૂપે કઈ રીતે છેદી શકાય?
આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સુક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે; અન્ય દ્રવ્યોમાં તે નથી. બંધનું સ્વલક્ષણ આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. આમ હોવા છતાં ચૈત્યચેતક ભાવ વડે અત્યંત નિકટતાને લીધે, ભેદવિજ્ઞાન ના અભાવે અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે. તે વ્યામોહ પ્રજ્ઞા વડે અવશ્ય છેદાય છે.
પ્રશ્ન – આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું?
ઉત્તર – બંધ અને આત્માને પ્રજ્ઞા વડે ભિન્ન કર્યા બાદ બંધને છેદવો અને આત્માને ગ્રહણ કરવો. બન્નેમાં કરણ એક જ છે.
પ્રશ્ન – આત્માને ગ્રહણ શા વડે કરાય?
ઉત્તર – જેમ પ્રજ્ઞા વડે આત્માને ભિન્ન કર્યો તેવી જ રીતે પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરવો.
૪૮
સમયસાર નો સાર
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન – આત્માને પ્રજ્ઞા વડે ગ્રહણ કઈ રીતે કરવો ?
ઉત્તર – ૧) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હું માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ છું - એમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો.
૨) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે જાણનારો છે તે હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે.
૩) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે દેખનારો છે, તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે.
ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શનપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે.
આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું” એટલે અન્ય કોઈ વસ્તુને ગ્રહવાની-લેવાની નથી. ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું?
છે.
પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો અને આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો.
હવે આ બે ગાથાઓમાં જ્ઞાતા-દ્રષ્ટાનો અનુભવ કરાવ્યો છે. કારણકે ચેતના દર્શનજ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી.
પ્રશ્ન – ચેતના દર્શનજ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે?
ઉત્તર – સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (જ્ઞાનરૂપી હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો અભાવ જ થાય. ચેતના આત્મા સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં
સમયસાર નો સાર
૪૯
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્માનો પણ અભાવ થાય. માટે ચેતના દર્શનજ્ઞાન રૂપ જ માનવી.
સર્વ ભાવોને પારકા જાણીને કોણ જ્ઞાની પોતાને શુદ્ધ જાણતો. થકો “આ મારૂં છે' (આ ભાવો મારા છે) એવું વચન બોલે?
જે પુરૂષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિત્માત્ર ભાવને પોતાનો જાણે છે. લોકમાં પણ ન્યાય છે – જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાના ન કહે.
મોક્ષાર્થીઓએ આ સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ :- હું શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ સદાય છું, અને ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે, તે હું નથી. તે સર્વ પરદ્રવ્ય છે.
જે પરદ્રવ્યનું ગ્રહણ કરે છે, તે અપરાધી છે, તેથી બંધમાં પડે છે. જે સ્વદ્રવ્યમાં સવૃત છે તે નિરપરાધી છે, તેથી બંધાતો નથી.
અપરાધ એટલે શું?
સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત – એ શબ્દોનો અર્થ એક જ છે. અહિં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનાનું નામ “રાધ' છે. જેને તે રાધ નથી તે આત્મા અપરાધ છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે. જે નિરપરાધ છે તે પોતાના ઉપયોગમાં લીન હોય છે, તેથી તેને બંધની શંકા નથી. શુદ્ધ “આત્મા તે જ હું છું', એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.
વ્યવહારનય કહે છે :- શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે; કેમ કે અપરાધને અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારા નહિં હોવાથી વિષકુંભ છે, માટે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારા હોવાથી અમૃતકુંભ છે. - વ્યવહારાચાર સૂત્રમાં કહ્યું છે કે અપ્રતિક્રમણ, અપ્રતિસરણ,
પ૦
સમયસાર નો સાર
Page #55
--------------------------------------------------------------------------
________________
અપરિહાર, અધારણા, અનિંદા, અગર્ભા અને અશુદ્ધિ – એ. વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે.
પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્લા, શુદ્ધિ – એ આઠ પ્રકારના અમૃતકુંભ છે.
ઉપરના તર્કનું આચાર્ય ભગવાન સમાધાન કરે છે :પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃતિ, નિંદા, ગર્તા, શુદ્ધિ – એ આઠ પ્રકારના વિષકુંભ છે; કારણ કે તેમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે.
અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ, અશુદ્ધિ-એ આઠ અમૃતકુંભ છે કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે. કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી.
૧) પ્રતિક્રમણ – કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨) પ્રતિસરણ – સમ્યવાદિ ગુણોમાં પ્રેરણા ૩) પરિહાર - મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ
૪) ધારણા – પંચનમસ્કાર આદિ મંત્ર, પ્રતિમા આદિ બાહ્ય દ્રવ્યોના આલંબન વડે ચિત્તને સ્થિર કરવું તે
૫) નિવૃત્તિ – બાહ્ય વિષય કષાયાદિ ઈચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે
૬) નિંદા – આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭) ગર્તા – ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮) શુદ્ધિ – દોષ થતાં પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરવી તે
અનેક પ્રકારના વિસ્તારવાળા જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મો છે તેમનાથી પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ
છે.
વ્યવહારનયાલંબીઓને સમજાવવામાં આવે છે કે જે દ્રવ્યપ્રતિક્રમણાદિ છે તે દોષને મટાડનારા છે તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો
સમયસાર નો સાર
૫૧
Page #56
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યપ્રતિક્રમણાદિ દોષસ્વરૂપ છે, દોષ મટાડવાને સમર્થ નથી. કારણ કે નિશ્ચયનયની અપેક્ષા સહિત વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ પરંતુ વ્યવહાર ચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યા છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે કારણ કે આત્મા તો પ્રતિક્રમાણદિથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિ સ્વરૂપ છે.
વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે, તે જ મોક્ષનું કારણ છે.
પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ જે શુદ્ધ આત્મસ્વરૂપ છે, તેમજ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, માટે તેને અમૃતકુંભ કહી છે. જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે પરંતુ અજ્ઞાનીનું નહિં. જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યા છે તે અજ્ઞાનીના નહિ પરંતુ ત્રીજી ભૂમિના શુદ્ધ આત્મમય જાણવા. પ્રમાદ કષાયના ભારથી થાય છે, પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિં, જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં વર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે.
જે પુરૂષ સમસ્ત પરદ્રવ્યોનો ત્યાગ કરી નિજદ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરૂષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરી મોક્ષને પામે છે. (મોક્ષ અધિકાર સમાપ્ત)
૫૨
સમયસાર નો સાર
Page #57
--------------------------------------------------------------------------
________________
સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર
શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે. બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ (પ્રત્યક્ષ અનુભવગોચર) મહિમાવાળો છે. પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. તેવી જ રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતુ થક અજીવ જ છે, જીવ નથી. કારણ કે જેમ સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાભ્ય છે તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ છે.
પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામના કર્તા છે, તે પરિણામો તેમના કર્મ છે. નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કર્તાકર્મ સંબંધ નથી. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.
જેનું જ્ઞાન સર્વ જ્ઞયોમાં વ્યાપનારૂ છે એવો આ જીવ શુદ્ધ નયથી પરદ્રવ્યનો કર્તા નથી, તો પણ તેને કર્મબંધ થાય છે; તે અજ્ઞાનનો ગહન મહિમા છે – જેનો પાર પમાતો નથી.
જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઉપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ, અસંયત છે.
જ્યારે આત્મા અનંત કર્મફળને છોડે છે ત્યારે તે જ્ઞાયક છે, દર્શક છે, મુનિ છે, વિમુક્ત અર્થાત્ બંધથી રહિત છે.
કર્તાપણાની જેમ ભોક્તાપણું પણ આ ચૈતન્યનો સ્વભાવ નથી. અજ્ઞાનથી જ તે ભોક્તા છે.
અજ્ઞાનીને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ પોતારૂપ જાણીને ભોગવે છે અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે. તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ
સમયસાર નો સાર
૫૩
Page #58
--------------------------------------------------------------------------
________________
નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.
અભવ્ય જીવ પ્રકૃતિસ્વભાવને છોડતો નથી તેથી દ્રવ્યશ્રુતનું જ્ઞાન હોવા છતાં શુદ્ધાત્મજ્ઞાનના અભાવને લીધે નિયમથી તે ભોક્તા જ છે.
જ્ઞાની ભાવશ્રુતજ્ઞાનના સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને સ્વયમેવ છોડે છે. તેથી ઉદયમાં કડવા મીઠા કર્મફળને કેવળ જાણે છે, વેદતો નથી. અવેદક, અભોક્તા
છે.
પ્રશ્ન જ્ઞાની કર્તા-ભોક્તા નથી માત્ર જ્ઞાતા જ છે એ કઈ
રીતે?
-
ઉત્તર - જેમ નેત્ર દૃશ્ય પદાર્થોને કરતું નથી, ભોગવતું નથી, માત્ર દેખે જ છે તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે.
પ્રશ્ન - આવું તો કેવળજ્ઞાન જ છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખ રાગાદિરૂપે પરિણમન થાય છે, તેમજ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યંતરાયનો ઉદય છે ત્યાં સુધી અદર્શન, અજ્ઞાન તથા અસમર્થપણું હોય જ છે; તો પછી જ્ઞાતા-દૃષ્ટાપણું કેમ કહેવાય?
ઉત્તર - સ્વતંત્રપણે કરે-ભોગવે તેને કર્તા-ભોક્તા કહેવાય છે. જ્યાં મિથ્યાદષ્ટિ રૂપ અજ્ઞાનનો અભાવ થયો ત્યાં પરદ્રવ્યના સ્વામીપણાનો અભાવ થયો અને ત્યારે જીવ જ્ઞાની થવાથી કોઈનો કર્તા-ભોક્તા થતો નથી. કર્મના ઉદયની બળજોરીથી તે કાર્ય થાય છે, તે નિમિત્તે કાંઈક નવીન કર્મરજ લાગે છે તો પણ તેને બંધમાં ગણવામાં આવતી નથી. મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે.
૫૪
કેવળજ્ઞાની શુદ્ધાત્મસ્વરૂપ છે અને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના આલંબનથી આત્માને એવો જ અનુભવે છે. પ્રત્યક્ષ-પરોક્ષનો ભેદ છે. શ્રુતજ્ઞાનીને જ્ઞાન શ્રદ્ધાનની અપેક્ષાએ જ્ઞાતાદ્રષ્ટાપણું છે અને
સમયસાર નો સાર
Page #59
--------------------------------------------------------------------------
________________
ચારિત્રની અપેક્ષાએ પ્રતિપક્ષી કર્મનો જેટલો ઉદય છે તેટલો ઘાત છે તથા તેનો નાશ કરવાનો ઉદ્યમ પણ છે. જ્યારે તે કર્મનો અભાવ થશે ત્યારે સાક્ષાત યથાખ્યાત ચારિત્ર થશે અને ત્યારે કેવળજ્ઞાન થશે.
અહિં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે મિથ્યાત્વના અભાવની અપેક્ષાએ કહેવામાં આવે છે. જ્ઞાનસામાન્યની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે અને વિશેષ જ્ઞાનની અપેક્ષા લઈએ તો જ્યાં સુધી કિંચિત્માત્ર પણ અજ્ઞાન રહે ત્યાં સુધી જ્ઞાની કહી. શકાય નહિં – જેમ સિદ્ધાંતમાં ભાવોનું વર્ણન કરતાં, જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી અર્થાત્ બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. માટે જ્ઞાની-અજ્ઞાનીપણું કહ્યું તે સમ્યકત્વમિથ્યાત્વની અપેક્ષાએ જ જાણવું.
જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તો પણ લૌકિક જન જેવા જ છે, કારણ કે લોક ઈશ્વરને કર્તા માને છે અને મુનિઓ આત્માને કર્તા માને છે – એમ બન્નેની માન્યતા સમાન થઈ. તેથી લૌકિક જનોને જેમ મોક્ષ નથી, તેમ મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
પ્રશ્ન – પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મસંબંધ કઈ રીતે હોય?
ઉત્તર - જેમણે પર્દાથનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરૂષો વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે લૌકિક જન હો કે મુનિ હો મિથ્યાદિષ્ટી જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને મારું માને તો મિથ્યાદષ્ટિ થાય છે. એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જ છે.
પ્રશ્ન – જે જીવને મિથ્યાત્વ ભાવ થાય છે તેનો કર્તા કોણ છે?
ઉત્તર – ભાવકર્મનો કર્તા જીવ જ છે. પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિં, તેથી જે ચેતનના ભાવો છે તેમનો
સમયસાર નો સાર
પપ
Page #60
--------------------------------------------------------------------------
________________
કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી. તેથી તેમનો કર્તા ચેતન જ છે. અભેદ્રષ્ટિમાં જીવ શુદ્ધ ચેતના માત્ર છે. પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે પરિણામોથી યુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં કર્તાકર્મ ભાવ નથી, શુદ્ધચેતના માત્ર જીવવસ્તુ છે.
કેટલાક જૈન મુનિઓ પણ સ્યાદ્વાદ વાણીને બરાબર નહિ સમજીને સર્વથા એકાંતનો અભિપ્રાય કરે છે અને વિવક્ષા પલટીને કહે છે કે – “આત્મા ભાવ કર્મનો અકર્તા છે, કર્મપ્રકૃતિનો ઉદય ભાવકર્મને કરે છે; અજ્ઞાન, જ્ઞાન, સુવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિઓમાં ભ્રમણ – એ બધાને તથા શુભ-અશુભ ભાવો છે તે બધાને કર્મ જ કરે છે; જીવ તો અકર્તા છે.”
વળી તે મુનિઓ શાસ્ત્રનો પણ એવો અર્થ કરે છે કે – “વેદના ઉદયથી સ્ત્રી-પુરૂષનો વિકાર થાય છે અને ઉપઘાત અને પરઘાત પ્રકૃતિના ઉદયથી પરસ્પર ઘાત પ્રવર્તે છે. પરંતુ આત્માના કર્તાપણા-અકર્તાપણા વિષે સત્યાર્થ સ્યાદ્વાદ-પ્રરૂપણ આ પ્રમાણે છે :
આત્મા સામાન્ય અપેક્ષાએ જ્ઞાનસ્વભાવે સ્થિત છે, પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી ૉય અને જ્ઞાનના ભેદવિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાવાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે, તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને આત્મા તરીકે જાણે છે ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે.
જ્યાં સુધી સ્વ-પરનું ભેદવિજ્ઞાન ન હોય ત્યાં સુધી તેને
સમયસાર નો સાર
Page #61
--------------------------------------------------------------------------
________________
રાગાદિકનો-પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો – કર્તા માનો અને ભેદ વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું – એ બન્ને ભાવે સિદ્ધ થાય છે.
ક્ષણિકવાદી બૌદ્ધમતી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા હતો તે બીજી ક્ષણે નથી – એમ માને છે. આવી એકાંત માન્યતા મિથ્યા છે.
વસ્તુનો સ્વભાવ જિનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કહ્યો છે, માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. પર્યાય દષ્ટિએ જોવામાં આવે તો કાર્ય કરે છે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય; જેમ કે મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદિ પર્યાયે ભોગવ્યું.
દ્રવ્યદષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે; જેમ કે – મનુષ્ય પર્યાયમાં જે જીવદ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા, તે જ જીવદ્રવ્ય દેવાદિ પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવ્યું.
જે જીવ એમ માને છે કે જે કરે છે તે ભોગવતો નથી, અન્ય ભોગવે છે; અને જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે તે મિથ્યાદષ્ટિ છે – અહંતના મતનો નથી. કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્ય રૂ૫ ચૈતન્યચમત્કાર અનુભવગોચર નિત્ય છે. તેને જે ન માને તે મિથ્યાદષ્ટિ છે. - કેવળ વ્યવહારદષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે, નિશ્ચય દષ્ટિથી એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે.
ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે અને પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી. વળી કર્મ કર્યા વિના હોતુ નથી. તેમજ વસ્તુની એકરૂપે સ્થિતિ હોતી નથી કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાય સ્વરૂપ હોવાથી સર્વથા
સમયસાર નો સાર
પ૭
Page #62
--------------------------------------------------------------------------
________________
નિત્યપણું બાધાસહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામ રૂપ કર્મનો કર્તા છે, એ નિશ્ચય સિદ્ધાંત છે.
વસ્તુ સ્વભાવનો એવો નિયમ છે કે એક વસ્તુમાં અન્ય વસ્તુ પ્રવેશી શકે નહિં કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. આમ હોવા છતાં મોહિત જીવ પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે, એમ માનીને ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે.
વસ્તુનો સ્વભાવ એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી શકે નહિં. ચેતન-વસ્તુ સાથે એક ક્ષેત્રાવગાહ રૂપે પુદ્ગલો રહેલાં છે તો પણ ચેતનને જડ કરીને પોતારૂપે પરિણમાવી શક્યા નહિં. વસ્તુના પર્યાય સ્વભાવને લીધે વસ્તુનું પોતાનું એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે. તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.
વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.
શુદ્ધનયથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઈત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઈત્યાદિ ભાવો છે, તે પોતે જ છે ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે કારણ કે નિમિત્તનૈમિત્તક ભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી
સમયસાર નો સાર
૫૮
Page #63
--------------------------------------------------------------------------
________________
જનો કહે છે – આત્મા પરદ્રવ્યને જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.
એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ શ્રદ્ધાન કરવું.
શુદ્ધ નયથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને પરણેયો સાથે પરમાર્થ સંબંધ છે એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ટ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે.
આત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન મુગલ દ્રવ્ય હણાતું નથી. વળી પુગલ દ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી, માટે જીવના કોઈ ગુણો પુગલ દ્રવ્યમાં નથી. આવું જાણતાં સમ્યગ્દષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગદ્વેષમોહ પુદ્ગલ દ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઉપજે છે; રાગદ્વેષમોહ અજ્ઞાનદશામાં રહેલા જીવના પરિણામ છે.
આત્માને રાગદ્વેષ ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી. અન્ય દ્રવ્ય તેમનું નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. તો રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરવો? રાગદ્વેષનું ઉપજવું તો પોતાનો જ અપરાધ છે.
અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે, “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું.” પરંતુ રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં
સમયસાર નો સાર
૫૯
Page #64
--------------------------------------------------------------------------
________________
જ થાય છે, માટે અજ્ઞાનનો નાશ કરો. સમ્યજ્ઞાન પ્રગટ કરો. આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો, પરદ્રવ્યને રાગદ્વેષને ઉપજાવનારુ માનીને તેના પર કોપ ન કરો.
શુદ્ધ નયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્ય ચમત્કાર માત્ર, નિત્ય, અભેદક, એક છે. તે પોતાના જ અપરાધથી રાગદ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે નિમિત્ત ભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. અને તેમાં આત્માનો કોઈ પુરૂષાર્થ નથી. આત્માના સ્વરૂપનું જેમને જ્ઞાન નથી તેઓ માને છે કે પરદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે છે. આમ માનનારા મોહ રૂપી નદી પાર કરી શકતા નથી. રાગદ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડયા મટે છે – એમ કથંચિત્ માનવું તે સમ્યજ્ઞાન છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુગલો આત્માને કાંઈ કહેતા નથી કે “તું અમને જાણ” અને આત્મા પણ પોતાના સ્થાનેથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, તટસ્થ છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શાદિકને સારા નરસા માનીને રાગી-દ્વેષી થાય છે, તે તેનું અજ્ઞાન છે.
બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનોરૂપે પુદગલો. પરિણમે છે, તેમને સાંભળીને અજ્ઞાની જીવ રોષ તથા તોષ કરે છે. (ગુસ્સે થાય છે અથવા ખુશ થાય છે.)
પુગલ દ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે, તેનો ગુણ તારાથી જો અન્ય છે, તો હે અજ્ઞાની જીવ! તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થઈને રોષ શા માટે કરે છે?
શબ્દાદિક જડ પુગલદ્રવ્યના ગુણોને આત્મા પોતાના સ્થાનેથી ચુત થઈને ગ્રહવા (જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી, તેમ પોતાના સ્વરૂપને જ જાણતા આત્માને પોતપોતાના સ્વભાવથી
૬૦
સમયસાર નો સાર
Page #65
--------------------------------------------------------------------------
________________
જ પરિણમતા શબ્દાદિક કિંચિતમાત્ર પણ વિકાર કરતાં નથી; આવો વસ્તુસ્વભાવ છે, તો પણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારા-નરસા માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન છે.
જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી વિક્રિયા પામતો નથી તેમ પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી.
જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો; અતીત-અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
જીવ પહેલાં કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન કરે છે. એ અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થામાં પણ થાય છે અને જ્યારે અપ્રમત્ત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે; તે વખતે, જે જ્ઞાન-ચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણિ ચડી કેવળજ્ઞાન ઉપજાવી સાક્ષાત જ્ઞાનચેતનારૂપ થાય છે.
કેવળજ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો, સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના
સમયસાર નો સાર
૬૧
Page #66
--------------------------------------------------------------------------
________________
સ્વામિત્વભાવે પરિણમન નથી હોતું.
અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે તે આત્મા પ્રતિક્રમણ છે, અનાગત કર્મ ન કરવાની પ્રતિજ્ઞા કરે (અર્થાત્ જે ભાવથી આગામી કર્મ બંધાય તે ભાવોનું મમત્વ છોડે) તે આત્મા પ્રત્યાખ્યાન છે અને ઉદયમાં આવેલા કર્મનું મમત્વ છોડે તે આત્મા આલોચના છે; સદાય આવા પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાપૂર્વક વર્તતો. આત્મા ચારિત્ર છે.
કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય. જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને તેના તરફ જ ચેતના રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાનચેતના છે, તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ પ્રકાશે છે અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે ત્યારે સંપૂર્ણ જ્ઞાનચેતના કહેવાય છે. - અજ્ઞાનરૂપ અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ ઉપયોગને કરવો, તેના તરફ જ એકાગ્ર થઈ અનુભવ કરવો, તે અજ્ઞાન ચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે જે જ્ઞાનની શુદ્ધતા થવા દેતો નથી.
કર્મના ફળને વેદતો જે આત્મા કર્મફળને પોતારૂપ કરે છે, કર્મફળ મેં કર્યું એમ જાણે છે, સુખી દુઃખી થાય છે; તે આત્મા ફરીને પણ આઠ પ્રકારના કર્મને – દુઃખના બીજને બાંધે છે.
ભૂતકાળમાં કરેલા કર્મને મિથ્યા કરનારું પ્રતિક્રમણ કરીને જ્ઞાની જ્ઞાનસ્વરૂપ આત્મામાં લીન થઈને નિરંતર ચૈતન્ય સ્વરૂપ આત્માનો અનુભવ કરે છે. ભૂતકાળમાં જીવે કર્મ બાંધ્યું હતું, પછી
જ્યારે તેને અહિત રૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિં બાંધ્યા સમાન છે, મિથ્યા છે.
વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, આ મારૂ કાર્ય નથી. હું આનો કર્તા નથી, હું શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મા છું. મારી દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શન જ્ઞાન પ્રવૃત્તિ વડે હું આ
૬ર
સમયસાર નો સાર
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું, મારા સ્વરૂપમાં જ હું વર્તુ છું. આવું અનુભવન કરવું એ જ નિશ્ચય ચારિત્ર છે.
નિશ્ચય ચારિત્રમાં પ્રત્યાખ્યાનનું એવું વિધાન છે કે સમસ્ત આગામી કર્મોથી રહિત, ચૈતન્યની પ્રવૃત્તિરૂપ પોતાના શુદ્ધોપયોગમાં વર્તવું તે પ્રત્યાખ્યાન. વ્યવહાર ચારિત્રમાં પ્રતિજ્ઞામાં જે દોષ લાગે તેનું પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન હોય છે. અહિં નિશ્ચય ચારિત્રનું પ્રધાનપણે કથન હોવાથી શુદ્ધોપયોગથી વિપરીત સર્વ કર્મો આત્માના દોષસ્વરૂપ છે. તે સર્વ કર્મચેતનાસ્વરૂપ પરિણામોનુંત્રણે કાળના કર્મોનું - પ્રતિક્રમણ, આલોચના તથા પ્રત્યાખ્યાન કરીને જ્ઞાની સર્વ કર્મચેતનાથી જુદા પોતાના શુદ્ધોપયોગ રૂપ આત્માના જ્ઞાનશ્રદ્ધાન વડે અને તેમાં સ્થિર થવાના વિધાન વડે નિષ્ક્રમાદ દશાને પ્રાપ્ત થઈ, શ્રેણી ચડી, કેવળજ્ઞાન ઉપજાવવાની સન્મુખ થાય છે.
જ્ઞાની કહે છે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો જ્ઞાતાદ્રષ્ટા બનીને રહું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ.
અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં આવું જ્ઞાનશ્રદ્ધાન પ્રધાન છે અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.
અહિં ભાવના એટલે વારંવાર ચિંતવન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો તે. જ્યારે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે, ત્યારે તેને જ્ઞાન-શ્રદ્ધાન થયું કે હું શુદ્ધનયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને, કર્મચેતના ના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ ભોગવવાના ત્યાગની ભાવના કરીને એક ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું. અવિરત, દેશવિરત, પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન
સમયસાર નો સાર
૬૩
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના છે જ અને જીવ જ્યારે અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગ રૂપ થાય, ત્યારે નિશ્ચય ચારિત્રરૂપ શુદ્ધોપયોગથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે તે ભાવનાનું ફળ જે કર્મ ચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતના રૂપ પરિણમન થાય છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાનચેતના રૂપ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
સકળ કર્મોના ફળનો ત્યાગ કરીને જ્ઞાનચેતનાની ભાવના કરનાર જ્ઞાની કહે છે - પૂર્વોક્ત રીતે સમસ્ત કર્મના ફળનો સન્યાસ કરવાથી હું, ચૈતન્ય જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વને અતિશયપણે ભોગવું છું અને એ સિવાયની અન્ય સર્વ ક્રિયામાં વિહારથી મારી વૃત્તિ નિવૃત્ત છે અર્થાત્ આત્મતત્વના ભોગવટા સિવાયની અન્ય જે ઉપયોગની ક્રિયાવિભાવરૂપ ક્રિયા - તેમાં મારી પરિણતિ વિહાર કરતી નથી, પ્રવર્તતી નથી; એમ આત્મતત્વના ભોગવટામાં અચળ એવા મને આ કાળની આવલી કે જે પ્રવાહરૂપે અનંત છે તે, આત્મતત્વના ભોગવટામાં જ વહો. ઉપયોગની વૃત્તિ અન્યમાં કદી પણ ન જાઓ.
પૂર્વે અજ્ઞાન ભાવથી કરેલા કર્મરૂપી વિષવૃક્ષનાં ફળને જે પુરૂષ તેનો સ્વામી થઈને ભોગવતો નથી અને પોતાના આત્મસ્વરૂપથી જ તૃપ્ત છે, તે પુરૂષ, જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ, સ્વાધીન સુખમય દશાને
પામે છે.
આ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું. હવે અન્ય દ્રવ્યો એ અન્ય દ્રવ્યના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે.
શ્રુત જ્ઞાન નથી કારણ કે શ્રુત અચેતન છે, માટે જ્ઞાનને અને શ્રતને વ્યતિરેક અર્થાત્ ભિન્નતા છે. શબ્દ જ્ઞાન નથી કારણ કે
સમયસાર નો સાર
Page #69
--------------------------------------------------------------------------
________________
શબ્દ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે, અચેતન છે માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક છે અર્થાત્ ભેદ છે. આવી જ રીતે રૂપ જ્ઞાન નથી, વર્ણ જ્ઞાન નથી, ગંધ જ્ઞાન નથી, રસ જ્ઞાન નથી, સ્પર્શ જ્ઞાન નથી, કર્મ જ્ઞાન નથી, ધર્મ જ્ઞાન નથી કારણ કે ધર્મ અચેતન છે માટે જ્ઞાનને અને ધર્મદ્રવ્યને વ્યતિરેક છે. અધર્મ (અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કાળ જ્ઞાન નથી, આકાશ જ્ઞાન નથી, અધ્યવસાન જ્ઞાન નથી કારણ કે અધ્યવસાન અચેતન છે માટે જ્ઞાનને અને કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાનને વ્યતિરેક છે. આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો.
હવે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે, માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક છે - અભિન્નતા છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી અર્થાત્ જ્ઞાનની સાથે જીવને ભિન્નતા હશે કે નહિ હોય એમ શંકા કરવા યોગ્ય નથી કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન જીવથી અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગ્દર્શન છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગપૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ-અધર્મ છે (અર્થાત્ પુણ્ય-પાપ) છે, જ્ઞાન જ પ્રવર્જયા (દીક્ષા, નિશ્ચય ચારિત્ર) છે – એમ જ્ઞાનનો જીવપર્યાયોની સાથે અતિરેક નિશ્ચયસાધિત સમજવો.
-
અહિં જ્ઞાનને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું, તેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામનાં જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. તે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી તેથી તે અતિવ્યાપ્તિ વાળુ નથી અને પોતાની સર્વ અવસ્થાઓમાં છે તેથી અવ્યાપ્તિ વાળુ નથી. આ રીતે જ્ઞાનલક્ષણ કહેવાથી
અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી.
અહિં જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાનલક્ષણથી જ આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન અનુભવોચર
સમયસાર નો સાર
૬૫
Page #70
--------------------------------------------------------------------------
________________
થાય છે. જો કે આત્મામાં અનંત ધર્મો છે તો પણ તેમાંના કેટલાક તો છમસ્થને અનુભવગોચર નથી, તે ધર્મોને કહેવાથી છર્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે? વળી કેટલાક ધર્મો અનુભવગોચર છે પરંતુ તેમાંના કેટલાક તો અસ્તિત્વ, વસુત્વ, પ્રમેયત્વ આદિ અન્ય દ્રવ્યો સાથે સમાન છે. માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહિં અને કેટલાક ધર્મો પરદ્રવ્યના નિમિત્તથી થયેલા છે તેમને કહેવાથી પરમાર્થ ભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય? માટે જ્ઞાનને કહેવાથી જ છત્મસ્થ જ્ઞાની આત્માને ઓળખી શકે છે.
અહિં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે એટલું જ નહિં પણ જ્ઞાનને જ આત્મા કહ્યો છે, કારણ કે ભેદવિવક્ષામાં ગુણગુણીનો અભેદ હોવાથી, જ્ઞાન છે તે જ આત્મા છે. અભેદ વિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો – કાંઈ વિરોધ નથી, માટે અહિં જ્ઞાન કહેવાથી આત્મા સમજવો.
જ્ઞાનનું “દેખવું' ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું, તે પહેલા પ્રકારનું “દેખવું' છે. તે અવિરત અવસ્થામાં પણ હોય છે.
જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને તેનો (પૂર્ણ જ્ઞાનનો) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્યું, શ્રધ્યું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું “દેખવું' છે. આ “દેખવું” અપ્રમત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ દેખવા' નો બીજો પ્રકાર થયો.
અહિં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ “દેખવું' છે. કેવળજ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત્ “દેખવું” થાય છે, તે ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું
સમયસાર નો સાર
Page #71
--------------------------------------------------------------------------
________________
થયું સર્વનું જાણનાર-દેખનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થઈને સર્વને દેખે છે – જાણે છે. તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું' તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.
પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, સર્વ શક્તિઓના સમુહરૂપ આત્માને આત્મામાં ધારણ કરી રાખવો તે જ. ત્યાગવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ય ત્યાખ્યું અને ગ્રહણ કરવા યોગ્ય જે કાંઈ હતું તે બધું ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે.
આમ, પૂર્વોક્ત જ્ઞાન પરદ્રવ્યથી જુદુ નિશ્ચળ રહેલું છે. તે જ્ઞાન આહારક (અર્થાત્ કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું) કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? જ્ઞાનને દેહ હોઈ શકે નહિં કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી.
જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક છે. આહાર કર્મ-નોકર્મરૂપ પુગલમય મૂર્તિક છે. તેથી પરમાર્થે આત્માને પુગલમય આહાર નથી. વળી વિશુદ્ધ આત્મા પરદ્રવ્યને ગ્રહતો નથી તથા છોડતો નથી.
બહુ પ્રકારના મુનિલિંગોને અથવા ગૃહીલિંગોને ગ્રહણ કરીને મૂઢ જનો એમ કહે છે કે આ દેહમય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ છે.
પરંતુ દેહમય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી કારણ કે અહંત દેવો દેહ પ્રત્યે નિર્મમ વર્તતા થકા દેહલિંગને છોડીને દર્શન-જ્ઞાનચારિત્રને જ સેવે છે. કારણ કે તે આત્માશ્રતિ હોવાથી સ્વદ્રવ્ય છે. દ્રવ્યલિંગ શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે.
માટે સાગારો વડે અને અણગારો વડે ગ્રહાયેલા દ્રવ્યલિંગોને છોડીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આત્માને જોડવો. કારણ કે ભેખમાત્રથી કે બાહ્યવ્રત માત્રથી મોક્ષ નથી. પરમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના પરિણામ જે દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ છે. વ્યવહાર આચારસૂત્રમાં કહ્યા અનુસાર જે મુનિ-શ્રાવકનાં બાહ્યવ્રતો છે તે વ્યવહારથી નિશ્ચય મોક્ષમાર્ગના સાધક છે. તે વ્રતોનું પણ
સમયસાર નો સાર
૬૭
Page #72
--------------------------------------------------------------------------
________________
મમત્વ છોડી પરમાર્થ મોક્ષમાર્ગમાં જોડાવાથી મોક્ષ થાય છે. કેવળ ભેખમાત્રથી – વ્રતમાત્રથી મોક્ષ નથી.
પરમાર્થ રૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન ધરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહિં પરમાર્થે એ જ ઉપદેશ છે કે નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું. કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.
નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરનાર પુરૂષ થોડા કાળમાં સમયસારને અવશ્ય પામે છે અર્થાત્ પરમાત્માના રૂપને પામે છે.
અનાદિ કાળથી પરદ્રવ્યના સંયોગથી થયેલા વ્યવહારમાં જે જે પુરૂષો મૂઢ છે, અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે, “આ બાહ્ય મહાવ્રતાદિ રૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે.” પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે, એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. એવા પુરૂષો મુનીઓ સત્યાર્થ, પરમાત્મ રૂપ, શુદ્ધજ્ઞાન મય સમયસારને દેખતા નથી.
જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ સમયસારને જાણતા નથી. કારણ કે દ્રવ્યલિંગ અન્ય દ્રવ્યથી થાય છે, આ જ્ઞાન જ એક આત્મદ્રવ્યથી થાય છે.
જેઓ ફોતરામાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાને જ કુટયા કરે છે, તેમણે તેંડુલને જાણ્યા નથી. જેઓ શરીરાદિની ક્રિયામાં મમત્વ કરે છે, તેમણે શુદ્ધાત્મ અનુભવન રૂપ પરમાર્થને જાયો નથી.
વ્યવહાર નય મુનિલિંગ અને શ્રાવકલિંગને મોક્ષમાર્ગ કહે છે. નિશ્ચયનય કોઈ પણ લિંગને મોક્ષમાર્ગમાં ગણતો નથી.
વ્યવહારનો વિષય ભેદરૂ૫ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી. નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્માનો અનુભવ કરવો. આ ઉપરાંત બીજું કાંઈ સારભૂત નથી.
સમયસાર નો સાર
Page #73
--------------------------------------------------------------------------
________________ આનંદમય, વિજ્ઞાનઘન, શુદ્ધ પરમાત્મા સમયસારને પ્રત્યક્ષ કરતું આ એક અદ્વિતીય, અક્ષય જગત-ચક્ષ-સમય પ્રાભૃતપૂર્ણતાને પામે છે. જે આત્મા આ સમય-પ્રાભૂતને ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને, તેના અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે. આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ. અથવા સમય એટલે આત્મા. તેને કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને પ્રત્યક્ષ કરતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે સમસ્ત પદાર્થોનું કહેનાર હોવાથી તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગ શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને સમયપ્રાભૃત શાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ-સમયપ્રાભૃત શાસ્ત્ર - પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યર્થાથ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે અને જેને “પરમાનંદ' કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી, સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો. નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરૂઓનો ઉપદેશ છે. - આ રીતે આત્માનું તત્વ જ્ઞાનમાત્ર નક્કી થયું. તે જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે. અર્થાત્ અનેક શેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. અખંડ હોવાથી એકરૂપ છે, અચળ છે, સ્વસંવેદ્ય છે અને અબાધિત છે. - આમ શ્રી સમયસારની - શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની - શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્ય દેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વ વિશુદ્ધ જ્ઞાનનો પ્રરૂપક અંક સમાપ્ત થયો. (સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર સમાપ્ત) સમયસાર નો સાર 69