________________
છે?
ઉત્તર – અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુપ્તિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે છે તો પણ નિશ્ચયજ્ઞાન શ્રદ્ધાન વિના તે મિથ્યાદષ્ટિ છે. આચારાંગસુત્ર આદિ અગિયાર અંગરૂપ શ્રતને ભણતો હોવા છતાં શુદ્ધાત્મજ્ઞાનના અભાવે તે અજ્ઞાની છે.
અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે, તેની જ પ્રતીતી કરે છે, તેની જ રૂચિ કરે છે અને તેને જ સ્પર્શે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધતો નથી, તેની પ્રતીતી કરતો નથી, તેની રૂચિ કરતો નથી તેમજ તેને સ્પર્શતો નથી.
પ્રશ્ન – વ્યવહારનય અને નિશ્ચયનય – એ બને કેવા છે?
ઉત્તર – આચારંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન, તે જ્ઞાન છે; જીવા આદિ તત્વોને જાણવું તે દર્શન અને છ-જીવ-નિકાય તે ચારિત્ર છે – એમ વ્યવહાર નય કહે છે.
મારો આત્મા જ જ્ઞાન, મારો આત્મા દર્શન અને ચારિત્ર છે; મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ છે, એમ નિશ્ચયનય કહે છે.
પ્રશ્ન – રાગાદિકને બંધના કારણ કહ્યાં, તેમને શુદ્ધ ચૈતન્ય જ્યોતિથી ભિન્ન કહ્યા; તો તે રાગાદિકનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ?
ઉત્તર – જેમ સ્ફટિકમણિ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાની મેળે લાલાશ – આદિ રૂપે પરિણામતો નથી પરંતુ લાલા આદિ પરદ્રવ્યના નિમિત્તે લાલ આદિ રૂપે પરિણામે છે, તેવી રીતે આત્મા શુદ્ધ હોવા છતાં અને પરિણામન સ્વભાવ હોવા છતાં પણ પોતાની મેળે રાગાદિ રૂપે પરિણમતો નથી પરંતુ પરદ્રવ્યના નિમિત્તે રાગાદિરૂપે પરિણમે છે. તેમાં નિમિત્ત પરદ્રવ્યનો સંગ જ છે. આવો. વસ્તુનો સ્વભાવ છે. તેમાં અન્ય તર્કને અવકાશ નથી.
રાગ, દ્વેષ, કષાય કર્મોનો ઉદય થતાં જે ભાવો થાય છે તે રૂપે પરિણમતો અજ્ઞાની રાગાદિકને ફરીને પણ બાંધે છે. તે કષાયો
સમયસાર નો સાર
૪૫