________________
જ ફરીને આગામી કર્મબંધના કારણે થાય છે. પ્રશ્ન – આત્મા રાગાદિનો અકારક શી રીતે છે?
ઉત્તર – અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે. દ્રવ્ય સંબંધી અને ભાવસંબંધી. જ્યાં સુધી દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ, અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી કર્તા થાય છે, એમ જાણવું.
અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા, તેમના પ્રત્યે મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. તેવી રીતે આગામી કાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. પરદ્રવ્યો પ્રત્યે જે રાગાદિભાવો અતીતમાં થયા હતા, તેમને વર્તમાનમાં ભલા જાણવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનારા જે રાગાદિ ભાવો તેમની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. આમ દ્રવ્ય અને ભાવ અપ્રતિક્રમણ તથા દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન - એવો જે બે પ્રકારનો ઉપદેશ છે તે દ્રવ્ય-ભાવના નિમિત્તનૈમિત્તિક ભાવને જણાવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને રાગાદિ ભાવો નૈમિત્તિક છે. આ રીતે આત્મા રાગાદિભાવોને સ્વયમેવ નહિ કરતો હોવાથી તે રાગાદિભાવોનો અકર્તા જ છે, એમ સિદ્ધ થયું, તો પણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદિભાવોના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે, અને જ્યાં સુધી રાગાદિભાવોના અપ્રતિક્રમણ-અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી રાગાદિભાવોનો કર્તા છે; જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યનાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે ત્યારે તેને નૈમિત્તિક રાગાદિભાવોનાં પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે અને જ્યારે રાગાદિ ભાવોના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે સાક્ષાત અકર્તા જ છે.
જે પાપકર્મથી આહાર ઉપજે છે, તેને અધઃકર્મ કહેવામાં
૪૬
સમયસાર નો સાર