________________
છે. તેવી રીતે સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહમાં જે અધ્યવસાન કરવામાં આવે તેનાથી પુયનો બંધ થાય છે.
જીવોને જે અધ્યવસાન થાય છે, તે વસ્તુને અવલંબીને થાય છે, તો પણ વસ્તુથી બંધ નથી, અધ્યવસાનથી જ બંધ થાય છે.
આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ચતુર્ગતિસંસારમાં જેટલી અવસ્થાઓ – તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય – છે, તેને પોતાનું સ્વરૂપ માને છે; તેમનામાં પોતાપણું વર્તે છે.
વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં આત્મા જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય – કે જેનું મોહ જ એક મૂળ છે તે જેમને નથી તે જ મુનિઓ છે. - ત્રણ પ્રકારના અધ્યવસાનો (મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન, મિથ્યાચારિત્ર) અજ્ઞાનરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધના નિમિત્તા છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ કર્મોથી લેપાતા નથી.
અધ્યવસાનનું સ્વરૂપ :- બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ – આ આઠ શબ્દો એકાર્ય છે. આ સર્વ ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના અને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને અધ્યવસાન, બુદ્ધિ આદિ આઠ નામોથી ઓળખવામાં આવે છે. - આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે, તે બધા વ્યવહારના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી અધ્યવસાનનો ત્યાગ તે વ્યવહારનયનો ત્યાગ છે. નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહાર નયનો ત્યાગ કરવાનું કારણ એ છે કે એકાંતે વ્યવહારના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. નિશ્ચયનયને આશ્રિત મુનિઓ જ નિર્વાણ પામે છે.
પ્રશ્ન – અભવ્ય જીવ વ્યવહારનયનો આશ્રય કઈ રીતે કરે
४४
સમયસાર નો સાર