________________
ભાવનો કર્તા થાય છે.
આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પુગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મરૂપે પરિણમે છે.
આત્મા તો અજ્ઞાનરૂપે પરિણમે છે. કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે. તે ભાવો નિમિત્ત માત્ર થતાં, પુગલદ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવ માત્ર છે. કર્તા તો બન્ને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે.
જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કર્તા થાય છે.
જ્યારે આત્મા રાગદ્વેષ સુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, રાગદ્વેષાદિ ગુગલની અવસ્થા છે એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિનો કર્તા થતો નથી.
અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે?
અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન – અજ્ઞાન – અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને હું ક્રોધ છું, માન છું, ધર્માસ્તિકાય આદિ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહિ રાખતાં, અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે.
જે સ્વ-પરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ઘટ, પટ, કર્મ, નોકર્મ ઈત્યાદિને પરદ્રવ્યોને આત્મા કરે છે, તે વ્યવહારી જીવોની ભ્રાંતિ છે, અજ્ઞાન છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી. એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો. ઉચિત નથી.
જીવ ઘટ, પટ કે કોઈ પણ દ્રવ્યને કરતો નથી પરંતુ જીવના યોગ અને ઉપયોગ ઘટાદિને ઉત્પન્ન કરનારા નિમિત્ત છે, તેમનો
સમયસાર નો સાર
૧૫