________________
નથી.
એક દ્રવ્યના બે કર્તા ન હોય, વળી એક દ્રવ્ય ના બે કર્મ ન હોય, એક દ્રવ્યની બે ક્રિયા ન હોય કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહીં.
આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોનો પરદ્રવ્યને હું કરૂં છું, એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર કે જે અત્યંત દુર્નિવાર છે તે - અનાદિ સંસારથી ચાલ્યો આવે છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી દર્શનમોહનો નાશ થઈને એકવાર ક્ષાયિક સમ્યક્ત્વ ઉપજે તો ફરી મિથ્યાત્વ ન આવે અને તેથી બંધ પણ
ન થાય.
મિથ્યાત્વ બે પ્રકારે છે : ૧) જીવ મિથ્યાત્વ ૨) અજીવ મિથ્યાત્વ. એવી જ રીતે અજ્ઞાન, અવિરતિ યોગ, મોહ, ક્રોધાદિ કષાયો આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ આદિ ભાવો જે અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને મિથ્યાદર્શન, અજ્ઞાન અવિરતિ આદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે?
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ અજીવ છે તે તો મૂર્તિક પુદ્ગલકર્મ છે અને જે મિથ્યાદર્શન અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ જીવ છે તે ચૈતન્ય પરિણામનો વિકાર છે.
મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર કયાંથી થયો? અનાદિથી મોહયુક્ત હોવાથી, ઉપયોગના અનાદિથી માંડીને ત્રણ પરિણામ છે, તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ (એ ત્રણ) જાણવા.
અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામ વિકારો હોવાથી, આત્માનો ઉપયોગ - જો કે તે શુદ્ધ, નિરંજન ભાવ છે તો પણ ત્રણ પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે ભાવને પોતે કરે છે તે
૧૪
-
સમયસાર નો સાર