________________
નિત્યપણું બાધાસહિત છે. માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામ રૂપ કર્મનો કર્તા છે, એ નિશ્ચય સિદ્ધાંત છે.
વસ્તુ સ્વભાવનો એવો નિયમ છે કે એક વસ્તુમાં અન્ય વસ્તુ પ્રવેશી શકે નહિં કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. આમ હોવા છતાં મોહિત જીવ પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે, એમ માનીને ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે.
વસ્તુનો સ્વભાવ એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી શકે નહિં. ચેતન-વસ્તુ સાથે એક ક્ષેત્રાવગાહ રૂપે પુદ્ગલો રહેલાં છે તો પણ ચેતનને જડ કરીને પોતારૂપે પરિણમાવી શક્યા નહિં. વસ્તુના પર્યાય સ્વભાવને લીધે વસ્તુનું પોતાનું એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે. તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.
વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.
શુદ્ધનયથી આત્માનો એક ચેતના માત્ર સ્વભાવ છે. તેના પરિણામ જાણવું, દેખવું, શ્રદ્ધવું, નિવૃત્ત થવું ઈત્યાદિ છે. ત્યાં નિશ્ચયનયથી વિચારવામાં આવે તો આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક નથી કહી શકાતો, દર્શક નથી કહી શકાતો, શ્રદ્ધાન કરનારો નથી કહી શકાતો, ત્યાગ કરનારો નથી કહી શકાતો. કારણ કે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. જે જ્ઞાન, દર્શન, શ્રદ્ધાન, ત્યાગ ઈત્યાદિ ભાવો છે, તે પોતે જ છે ભાવ-ભાવકનો ભેદ કહેવો તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી ભાવ અને ભાવ કરનારનો ભેદ નથી.
વ્યવહારનયથી આત્માને પરદ્રવ્યનો જ્ઞાતા, દ્રષ્ટા, શ્રદ્ધા કરનાર, ત્યાગ કરનાર કહેવામાં આવે છે કારણ કે નિમિત્તનૈમિત્તક ભાવ છે. જ્ઞાનાદિ ભાવોને પરદ્રવ્ય નિમિત્ત થતું હોવાથી વ્યવહારી
સમયસાર નો સાર
૫૮