________________
પુણ્ય-પાપ અધિકાર
Sા
છે,
પુણ્ય અને પાપ બન્ને વિભાવ પરિણતિથી ઉપજ્યાં હોવાથી બને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારૂં અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.
અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે એમ તમે માનો છો પરંતુ તે સુશીલ કેમ હોઈ શકે, જે સંસારમાં પ્રવેશ કરાવે?
હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય - એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ માન્યતા છે.
પરંતુ જીવના શુભ અને અશુભ પરિણામ બને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુગલ પરિણામો બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલ પરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે - મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો કારણકે અહિં અભેદ પક્ષ પ્રધાન છે અને અભેદપક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે – બે નથી.
જેમ સુવર્ણની બેડી પણ પુરૂષને બાંધે છે અને લોખંડની બેડી પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમ જ અશુભ કર્મ જીવને અવિશેષપણે બાંધે છે.
સર્વજ્ઞદેવો સમસ્ત કર્મને (શુભ તેમજ અશુભ) અવિશેષપણે
૨૨
સમયસાર નો સાર