________________
પ્રશ્ન – આત્માને પ્રજ્ઞા વડે ગ્રહણ કઈ રીતે કરવો ?
ઉત્તર – ૧) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે. અર્થાત પોતાને ચેતનાર તરીકે અનુભવવો. હું માત્ર શુદ્ધચૈતન્યસ્વરૂપ છું - એમ શુદ્ધનયથી અભેદરૂપે આત્માને ગ્રહણ કરવો.
૨) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે જાણનારો છે તે હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે.
૩) પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો કે – જે દેખનારો છે, તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે, તે મારાથી પર છે.
ચેતના દર્શનજ્ઞાનરૂપ ભેદોને ઉલ્લંઘતી નહિ હોવાથી, ચેતકપણાની માફક દર્શનપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે.
આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. “ગ્રહણ કરવું” એટલે અન્ય કોઈ વસ્તુને ગ્રહવાની-લેવાની નથી. ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું “ગ્રહણ કરવું?
છે.
પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો અને આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો.
હવે આ બે ગાથાઓમાં જ્ઞાતા-દ્રષ્ટાનો અનુભવ કરાવ્યો છે. કારણકે ચેતના દર્શનજ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી.
પ્રશ્ન – ચેતના દર્શનજ્ઞાન ભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે?
ઉત્તર – સમસ્ત વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (જ્ઞાનરૂપી હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો અભાવ જ થાય. ચેતના આત્મા સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં
સમયસાર નો સાર
૪૯