________________
પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે. તેથી આત્માને મરણ નથી. તેથી જ્ઞાનીને મરણભય ક્યાંથી હોય?
૭) આકસ્મિકભય:- કાંઈ અણધાર્યુ અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો? એવો ભય રહે તે આકસ્મિક ભય છે. જ્ઞાની જાણે છે કે આત્મા સ્વતઃ સિદ્ધ છે, અનાદિ છે, અનંત છે, અચળ છે; તેમાં બીજાનો ઉદય નથી. આવું જાણતાં જ્ઞાનીને અકસ્માતનો ભય નથી.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્ન - અવિરત સમ્યગ્દષ્ટિ આદિને જ્ઞાની કહ્યા છે પરંતુ ભયપ્રકૃતિના ઉદયથી ભય થતો જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિભર્યુ કઈ રીતે ?
ઉત્તર - ભયપ્રકૃતિના ઉદયથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઈલાજ પણ કરે છે. પરંતુ તેને ભય એવો નથી હોતો કે જેથી જીવ સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.
સમ્યગ્દષ્ટિને નિઃશંકિત (સંદેહ અથવા ભય રહિત) આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (સંદેહ, કલ્પિત ભય) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા થાય છે.
૧) નિઃશંકિતઃ- જે આત્મા કર્મબંધ સંબંધી મોહ કરનારા મિથ્યાત્વાદિ ચારે પાયાને (મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ યોગ) છેદે છે તે નિઃશંક સમ્યગ્દષ્ટિ જાણવો.
૨) નિઃકાંક્ષિતઃ- સમ્યગ્દષ્ટિને કર્મના ફળની વાંછા નથી, વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમજ નિંદા, પ્રશંસા આદિ વચનો વગેરે વસ્તુધર્મોની તેમ જ પુદ્ગલ સ્વભાવની વાંછા નથી. તેને નિઃકાંક્ષિત સમ્યગ્દષ્ટિ
સમયસાર નો સાર
૩૮