________________
ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે પરંતુ આ સમયે સમ્યગ્દષ્ટિ જીવો સ્વભાવથી નિર્ભય હોવાથી અને પોતાનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવું જાણતાં હોવાથી જ્ઞાનથી ટ્યુત થતા નથી. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
સમ્યગ્દષ્ટિ જીવો સપ્તભય રહિત છે.
૧) આલોકભય – આ ભવમાં અનુકૂળ સામગ્રી જીવન પર્યતા મળી રહેશે કે નહિં એવી ચિંતા રહે તે આલોક નો ભય છે.
૨) પરલોકભયઃ- પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહે તે પરલોકભય છે.
જ્ઞાની જાણે છે કે આ ચૈતન્યસ્વરૂપ લોક જ મારો એક, નિત્ય લોક છે, તે કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય?
૩) વેદનાભય:- સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એકમાત્ર જ્ઞાન સ્વરૂપનો ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદનારૂપે જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી.
૪) અરક્ષાભય:- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ સત્તાસ્વરૂપ વસ્તુ છે. તે એવું નથી કે બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો જ રહે, નહિં તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.
૫) અગુપ્તિભય - ગુપ્તિ એટલે જેમાં ચોર વિ. પ્રવેશ ના કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે. ખુલ્લા પ્રદેશમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજસ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. જ્ઞાનસ્વરૂપ આત્મામાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તિભય કયાંથી હોય?
૬) મરણભય - ઈંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી. તેને જ્ઞાન
સમયસાર નો સાર
૩૭