________________
અનુભૂતિ તે આત્મા છે. શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો. યા આત્મા કહો – સર્વ એક જ છે.
આત્મા પાંચ પ્રકારથી અનેકરૂપ દેખાય છે. ૧) અનાદિ કાળથી કર્મ પુગલના સંબંધથી બંધાયેલો કર્મ પુદગલના સ્પર્શવાળો દેખાય છે, ૨) કર્મના નિમિત્તથી થતા નર, નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. ૩) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ ઘટે પણ છે, વધે પણ છે. અર્થાત હાનિ-વૃદ્ધિ એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે અનિયત દેખાય છે, અનેકરૂપ દેખાય છે. ૪) દર્શન, જ્ઞાના આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. ૫) કર્મના નિમિત્તથી થતા મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. સંયુક્ત દેખાય છે. આ અશુદ્ધદ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નયનો વિષય છે.
શુદ્ધનયની દ્રષ્ટિથી આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, સર્વ પર્યાયોમાં એકાકાર, હાનિ-વૃદ્ધિથી રહિત, વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ એક જ છે. પરંતુ તેનું પૂર્ણરૂપ સાધ્ય ભાવા છે અને અપૂર્ણ રૂપ સાધકભાવ છે, એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો.
દર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી, તેથી સાધુ પુરૂષોએ એક આત્માનું જ સેવન કરવું.
આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ એટલે કે મોક્ષ, તે સાધ્ય છે. દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા – તેમનાથી જ સાધ્યની સિદ્ધિ છે. આજ મોક્ષમાર્ગ છે.
આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. આ રીતે આચાર્યે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે. અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ વૃથા
સમયસાર નો સાર