________________
છે, જુઠો છે, દુઃખનું કારણ છે.
જેમ નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી તેમાં તીર્થકર ભગવાનના શરીરના ગુણોનું વર્ણન કરવાથી તીર્થકર ભગવાનનું સ્તવન થતું નથી. તીર્થકર કેવળી પુરૂષના ગુણોનું સ્તવન કરવાથી જ તેમનું સ્તવન થાય છે.
જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઈંદ્રિયોના વિષયભૂત પદાર્થો – એ ત્રણેને જીતીને અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે, તે નિશ્ચયથી જિતેન્દ્રિય જીન” છે.
જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યભાવોથી અધિક જાણે છે, તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ' કહે છે. શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ના રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને “જિતમોહજીન' કહ્યો છે. અહીં મોહને જીત્યો છે, તેનો નાશ થયો નથી.
જે મુનિને મોહ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તેને “ક્ષીણમોહ જીન' કહે છે.
સાધુ પહેલાં પોતાના બળથી ઉપશમ ભાવ વડે મોહને જીતી પછી જ્યારે પોતાના મહા સામર્થ્યથી મોહનો સત્તામાંથી નાશ કરી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થાય ત્યારે તે “ક્ષીણમોહજીન' કહેવાય છે.
“પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે” એમ જાણીને જે પ્રત્યાખ્યાન કરે છે – ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે, એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામ માત્ર છે, પોતે તો જ્ઞાન સ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ. નહિં તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન
સમયસાર નો સાર