________________
આશ્રવ અધિકાર
મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ – એ આશ્રવો સંજ્ઞા (અર્થાત્ ચેતનના વિકાર) પણ છે અને અસંજ્ઞ (અર્થાત્ પુદ્ગલના વિકાર) પણ છે. વિવિધ ભેટવાળા સંજ્ઞ આશ્રવો, જે જીવમાં ઉત્પન્ન થાય છે, તે જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો. જ્ઞાનવરણાદિ કર્મનું નિમિત્ત બને છે. અને તેમાં પણ રાગદ્વેષાદિ કરનારો જીવ નિમિત્ત બને છે.
જ્ઞાનીને રાગદ્વેષમોહ નહિં હોવાથી નવો બંધ થતો નથી. જ્ઞાની સદા અકર્તા હોવાથી નવા કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલા જે કર્મો સત્તામાં રહ્યા છે તેમનો જ્ઞાતા જ રહે છે.
અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા. નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે, તેનું સ્વામીપણે તેને નથી. તે રાગાદિકને રોગ સમાન જાણી પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક વિદ્યમાન હોય તે અવિદ્યમાન જેવાં છે, તે આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી. માત્ર અલ્પ સ્થિતિ - અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહિં ગણવામાં આવ્યો નથી.
આ રીતે જ્ઞાનીને આશ્રવ નહિં હોવાથી બંધ થતો નથી.
જીવે કરેલો રાગાદિયુક્ત ભાવ બંધક કહ્યો છે. રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક છે.
જે જ્ઞાનમય ભાવ છે, તે ભાવાશ્રવનો અભાવ છે. સંસારનું કારણ મિથ્યાત્વ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં સર્વ ભાવાશ્રવનો અભાવ થાય છે.
જો જ્ઞાન એકવાર રાગાદિકથી જુદુ પરિણામે તો ફરીને તે
૨૬
સમયસાર નો સાર